________________
[ ૧૦૪ ]
શ્રી પાશ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૩ જો :
કે—“હે વત્સ ! શા કારણે અને ક્યાંથી તું આવ્યેા છે ? તથા ક્યાં જવુ છે? '' ત્યારે વસંતસેને કહ્યું, કે-“ હું ભગવાન ! દેશ જોવાના કૌતુકને લીધે હું... વસ ંતપુર નગરથી આન્યા છું, અને કાંચીપુરીમાં મારે જવુ છે. ” તે સાંભળીને દિવ્ય જ્ઞાનના ઉપયાગ દઈને હાસ્યના વશથી કાંઇક ઉધડેલા એપુટવાળા મુનિએ કહ્યુ, કે–“ ઠીક, જાણ્યુ. નવી માતાના અને પિતાના અપમાનને કારણે તુ. આ પ્રમાણે ચાલ્યા છે. જો કે તુ મેટા ચિત્તના સંતાપને પામ્યા છે, તે પણ હું વત્સ! તુ' અભિમાનને ત્યાગ કર અને પરમાના વિચાર કર, પ્રાયે કરીને લેાક કાર્યની અપેક્ષાવાળા હોય છે. તે આ પ્રમાણેઃ—
કાર્યને વિષે જે ઉપયાગી છે અને જેના વિના નિર્વાહ થતા ન હાય, તેને જ નમસ્કાર કરવા જોઇએ. પરંતુ પેાતાના પિતાથી પણુ અન્યને નમવુ નહીં. જ્યાં સુધી પેાતાનુ કાર્યાં છે, ત્યાં સુધી જ સ્વજન છે, ત્યાં સુધી બધુ' છે, ત્યાં સુધી સ્ત્રી છે, ત્યાં સુધી પુત્ર અને મિત્ર છે, અને તે કાર્યના અસભવમાં તે સર્વે તૃણુ સમાન છે. તેથી કરીને હે વત્સ! કાર્ય ના કારણ વિના આ જીવલેાકમાં ખીજુ કાંઇ પણ હિતકારક નથી. આ પ્રમાણે જાણતા છતાં પણ ફાગઢ કેમ ખેદ કરે છે?
આ પ્રમાણે મુનિએ કહ્યું, ત્યારે સત્ય કારણને જાણવાથી લજ્જા પામેલા વસંતસેન આલ્યા, કે—“ હું ભગવાન ! અનાર્ય એવા મેં અપમાનને ગુપ્ત કર્યો છતાં પણ તમે શી રીતે જાણ્યુ ? ” ત્યારે ભગવાને કહ્યું, કે “અરિહંત ભગવાને ઉપદેશ કરેલા વિશેષ પ્રકારના મોટા અઠ્ઠમાદિક તવિશેષે કરીને પ્રાપ્ત થયેલા સત્ય જ્ઞાનના ઉપયેાગવડે મેં આ જાણ્યું છે. વળી આ જ્ઞાન કેટલું માત્ર છે? કેમકે હે વત્સ! દેશ, કાળ અને સ્વભાવવડે અત્યંત દૂર રહેલી વસ્તુઓ પણ હસ્તતળમાં રહેલા આમળાની જેમ જ્ઞાનરૂપી નેત્રવડે જોવાય છે. તેમાં મેરૂ પર્વત વિગેરે દેશથી અતિ દૂર રહેલા છે, ભૂત અને પિશાચ વિગેરે સ્વભાવથી અતિ દૂર રહેલા છે, તથા જે ભરત રાજા અને રાવણુ વિગેરે થઇ ગયા, તે કાળથી અતિ દૂર છે. આ સર્વે પદાર્થ જ્ઞાનીના જ્ઞાનના વિષયમાં રહેલા છે. આ પ્રમાણે સાંભળીને અત્યંત વિસ્મયને પામેલ વસંતસેન હંમેશાં મુનિની સેવા કરવા લાગ્યા. અને સાધુઓના પરિચયથી તેને ધર્મના અભિલાષ થયા તેથી તેણે મુનીશ્વરને કહ્યું કે—“હુ ભગવાન ! પ્રત્રજ્યા લેવાની ઇચ્છાવાળા મારી સર્વવિરતિની ચેાગ્યતા છે કે નથી ? ” ત્યારે ઉપયેાગ સહિત મુનિએ કહ્યું, કે “ હું ભદ્રે ! વિશેષ ક્રિયાને આવરણ કરનારૂ ભાગરૂપી ફળવાળુ કર્મ હજી તારે ખાકી છે.” ત્યારે વસંતસેને કહ્યુ, કે “હે ભગવાન! માતા, પિતા, સ્વજન, બાંધવ વિગેરેએ ઘણી રીતે કહ્યા છતાં પણ દારાનું ગ્રહણ નહીં કરતાં મારે કેવી રીતે તે કર્મ સભવી શકે ? ” ભગવાને કહ્યું, “ દેશ અને કાળ વિગેરેની અપેક્ષાવડે અસંભવિત પાર્થીના પણ સંભવ જોયેા છે ( જોવામાં આવે છે). ભગવાનનું સત્ય વચનપણું અને કાર્યના પરિણામનુ અચિંત્ય તે કેટલાક દિવસ પછી મુનિરાજના ચરણુકમળને નમવાપૂર્વક તે કેલ્શકપુરમાંથી સારા
""
ત્યાર પછી
સામર્થ્ય પણ વિચારતા
ܕܕ