________________
હાજી
• પ્રભુને પાંચમે ભવ-કનકબાહુ કુમારને જન્મ અને પિતાને વૈરાગ્ય પ્રાપ્તિ.
[ ૯૯ ]
પૂછીને તથા ચક્રવતીરૂપે પુત્રના અવતારને નિશ્ચય કરીને પછી તેણે દેવીને તે વાત જણાવી. તે સાંભળવાથી ઉત્પન્ન થયેલા મોટા હર્ષવાળી તે રાણુને સમગ્ર પાપના વ્યાપારને ત્યાગ કરીને નિરંતર પ્રવર્તેલા વેશ્યાના નાટ્યાદિકના વિદવડે વર્તવા લાગી, અને સુખે કરીને ગર્ભને વહન કરવા લાગી. પછી કઈ વખત નવ માસથી કાંઈક અધિક કાળ નિર્ગમન થયો ત્યારે સારા તિથિ, વાર, નક્ષત્ર અને મુહૂર્તને વિષે સુદર્શન દેવીને પ્રસવ થયે, અને કાંતિના સમૂહવડે સૂતિકાગ્રહમાં સળગાવેલા મંગળ દવાઓના સમૂહને આચ્છાદન (તેજ રહિત) કરતે, પરવાળાની જેવા હાથ અને પગના વિભાગવાળો તથા ભાગ્યવાન મનુષ્યના મુગટરૂપ પુત્ર ઉત્પન્ન થયો. ત્યાર પછી શીધ્રપણે પગ મૂકવાડે ક્ષોભ પામેલ કેડના કંદરાની ઘુઘરીના રણરણાટ શબ્દવડે અનુમાન કરાતા આગમનવાળી સુમંગળા નામની દાસીએ રાજાને પુત્ર જન્મની વધામણી આપી. તેથી અત્યંત તુષ્ટમાન થયેલા તે રાજાએ તેને સર્વ અંગના આભરણ આપ્યા, નગરમાં મહત્સવ કરાવ્ય, દીન જનેને દાન અપાવ્યું અને દેવાલમાં પૂજાને વિશેષ ઉત્સવ કરાવ્યું. પછી સારા ગ્રહના બળવડે યુક્ત દિવસને વિષે પુત્રનું કનકબાહ એવું નામ સ્થાપન કર્યું અને આનંદ એવું બીજું નામ સ્થાપન કર્યું. ત્યાર પછી તે પાંચ ધાત્રીવડે આદર સહિત લાલન પાલન કરાતે ચંદ્રની જેમ
કોના નેત્રને આનંદ આપે અનુક્રમે કુમારપણાને પામ્યું. પછી કાળક્ષેપ વિના (જલદી) બહેતેરે કળાઓને ભયે, અને પરિશ્રમના કારણથી હાથી અને અશ્વને ચલાવવાની ક્રીડામાં પ્રવર્યો. - જ્યાં સુધી આ કુમાર દષ્ટિના વિષયમાં આવ્યું નથી ત્યાં સુધી બીજા મનુષ્યનું બળ વર્ણન કરાય છે. અને ત્યાં સુધી જ વિક્રમનો ઉત્કર્ષ કીર્તન કરાય છે. જેની સામે બીજા મલ્લ નથી એવા અને મોટા ગર્વવાળા મલે પણ આ કુમારના હાથની લાપોટથી * હણાયા સતા પિતાના ગર્વને મૂકી દે છે, અને હાસ્યના સ્થાનને પામે છે. કુમારની શક્તિના પ્રકર્ષને કહેવા માટે ઈ પણ શક્તિમાન નથી, તે પછી સામાન્ય બુદ્ધિવાળા કીડા જેવા મનુષ્ય માત્ર તે કેમ શક્તિમાન થાય ? પૂજાને લાયક એવા ગુરૂજનને વિષે આના વિનયને પ્રયોગ પણ કઈક અપ્રતિરૂ૫( અસાધારણું-અલૌકિક) છે, કે જે વિનય કરવાને ચિરકાળ સુધી સુગુરૂના કુળનું સેવન કરનારા પણ શક્તિમાન નથી. મોટા વિક્રમવડે ભયંકર શત્રુના સમૂહ ઉપર પરાક્રમ કરવામાં નિપુણ તે કુમારને જોઈને પ્રસન્ન થયેલ રાજા પણ વિચારવા લાગ્યો કે-“ ચિરકાળથી પ્રાપ્ત કરેલા શુભ કર્મને મોટો ફળવિપાક છે, અન્યથા આવા પ્રકારનો રાજ્યને ધારણ કરનાર પુત્ર માટે કેમ હોય? તેથી હવે આ કુમારરૂપી સિંહની ઉપર રાજ્યની ધુરા સ્થાપન કરીને પછી મારે નિરવદ્ય(શુદ્ધ) પ્રવજ્યા ગ્રહણ કરવી યોગ્ય છે. મારી પૂર્વને ચિરકાળના રાજાઓએ પણ પુત્રને વિષે રાજલક્ષમી સ્થાપન કરીને ગૃહાવાસથી વિરક્ત ચિત્તવાળા થઈને ચારિત્ર અંગીકાર કર્યું છે. શું તે પણ પુત્ર કહેવાય? કે જે ત્રણ જગતમાં લાઘા કરવા લાયક પૂર્વને પુરૂષએ અંગીકાર કરેલા