________________
પ્રભુના ચોથા ભવ–અંગ અને અંગરાજાનું મિલન.
[ ૮૫ ]
હાથમાંથી ખર્ડુ પડી ગયું ત્યારપછી પગના ભારથી ભૂમિતળને કંપાવતા, સરભવાળા અને પરસ્પર ઘાત કરનારા તે બન્ને મહુની જેમ યુદ્ધ કરવા પ્રવો. તે બન્ને યુદ્ધ કરતા હતા ત્યારે મસ્થાનના ઘાતથી વિકલ થયેલા અંગવાળા અને મૂચ્છોવડે મીંચાયેલા નેત્રવાળા અંગરાજા ધસ દઈને પૃથ્વીતળ ઉપર પડ્યો. તે વખતે વંગરાજાએ વિચાર્યું કે—“ અહા ! આ યુદ્ધના વ્યાપાર અકસ્માત કેમ વિચ્છેદ પામ્યા ? હજુ પણ યુદ્ધની આ ખરજ તે જ અવસ્થાવાળી કેમ રહી છે? તેથી આને હું સજ્જ કરું, જો કાઇપણુ પ્રકારે આ ચૈતન્ય પામીને સન્મુખ પ્રહાર કરવા પ્રવતે તા સંગ્રામનેા રસ વૃદ્ધિ પામે. ” એમ વિચારીને પ્રસન્ન થયેલા વગરાજાએ ઠંડા જળના બિંદુવર્ડ, રેશમી વસ્રના કામળ વાયુવડે અને અંગનુ મહઁન કરવાવડે તેના ઉપચાર કરવા શરૂ કર્યું. એક ક્ષણ માત્ર ગયા ત્યારે તેની મૂર્છા નાશ પામી, તેથી ષ્ટિ પ્રસારીને તેણે વ’ગરાજાને બધુની જેવા વતા જોયા. ત્યારપછી તેની યુદ્ધ કરવાની ઇચ્છા નાશ પામી, અને ગુરુની જેમ તેને નમવા માટે ઊભા થયા, તે વખતે યુદ્ધના ભંગથી ભય પામેલા વગરાજાએ તેને હાથવડે પકડ્યો અને કહ્યું. “ હું અંગરાજા ! કેમ આ પ્રમાણે પ્રસ્તુતના વિઘ્નને તું કરે છે? આ જીવનમાં તારી જેવા કાઇ પણ સુભટ વિદ્યમાન નથી. જો કાઇ પણ પ્રકારે વેલડીનું મથન કરવામાં સિંહની જેમ હાથના વ્યાપાર તે મૂકી દીધા હોય એવા તુ થયેા છે” એમ તું કહેતા હાય, તેા શું આટલા માત્રવર્ડ પણ તું અસમર્થ છે? તેથી હે રાજા ! પિશાચની જેવા વિષાદ( ખેદ ) ને તુ દૂર મૂકી દે, અને ફરીથી યુદ્ધ કરવા તૈયાર થા, કેમકે તારા યુદ્ધથી મને ઘણી તુષ્ટિ થાય છે. ” ત્યારે અગરાજાએ કહ્યું કે—“ પિતાની જેમ તમે મારા ઉપકાર કર્યો, તા યુદ્ધ કરવું કેમ ચાગ્ય ડાય ? તેથી તમે વિરામ પામેા, પ્રસન્ન થાઓ, આ સાત અંગવાળું રાજ્ય ગ્રહણ કરી, તથા પહેલાં આણેલી તમારી દીકરીને ગ્રહણ કરા, અથવા આટલું કહેવાથી શું? મારું જીવિત પણ તમે દેવ ગ્રહણુ કરશે.” ત્યારપછી યુદ્ધની અભિલાષાવાળા વગરાજાએ તેને કહ્યુ` કે—“આ રાજ્ય અને મારી પુત્રી મેં ગ્રહણ કર્યા, પરંતુ મારી સાથે યુદ્ધ કરો. રાજ્ય મેં ભાગળ્યું, મારુ વાંછિત પૂર્ણ થયું. કેવળ તમારી જેવા યુદ્ધમાં કુશળ કાઈ નથી, તેથી તમારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા છે. ” અંગરાજાએ કહ્યું કે—“ મસ્તક ઉપરથી જે તૃણુને પણ પાપકારીની બુદ્ધિથી દૂર કરે, તે પણ મનહર દેખાય છે, તેા પછી હું મહાતપસ્વી! બધુની જેમ મારા શરીરની સારવાર કરતા તમે શુ' કહેવાએ ? તેથી કરીને મારું સર્વસ્વ તમે ગ્રહણ કરી, અને આ યુદ્ધની ઇચ્છાના ત્યાગ કરો. ” આ પ્રમાણે તેણે સ્નેહપૂર્વક કહ્યું, ત્યારે જંગરાજા યુદ્ધની ઇચ્છાથી નિવૃત્ત થયા. ત્યારપછી હાથી, અશ્વ, કાશ અને કાઠાર વિગેરે રાજ્યલક્ષ્મીને અને સર્વ અંગે વિભૂષિત કરેલા શરીરવાળી વિજયા નામની રાજપુત્રીને તેની પાસે રાખીને અષ્ટાંગ પ્રણામપૂર્વક નમસ્કાર કરીને અંગરાજા વિનતિ કરવા લાગ્યા—હૈ દેવ ! પ્રસાદ કરીને આ ગ્રહણુ કર.” ત્યારે તેના અસાધારણ વિનયથી
,,