________________
| [ ૫૪ ]
*
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર: પ્રસ્તાવ ર જે ?
વિભૂષિત (ભતા) અલંકાનું મોટું ભાજન (પાત્ર) હેવાથી મોટા પ્રયત્નવડે રક્ષણ કર્યું હોય તે પણ તેનાથી આ જીવ જુદે જ છે, તેથી કરીને જ પરભવમાં જતા આ જીવની પાછળ શરીર વિગેરે સર્વ એક પગલું માત્ર પણ જતા નથી. તેથી કરીને ધનાદિકને વિષે મમતા કરવાથી સર્યું; કેમકે ધનાદિક બહારના પદાર્થોમાં બાળકના કરેલા ધૂળના ઘરની ક્રીડાની કલ્પના કરવી તે જ ગ્ય છે, અન્યથા કેસિટાના ઘરમાં ક્રીડા કરનારની જેમ પિતાની ક્રિયાવડે પિતાને જ બંધ થાય છે. આ પ્રમાણે પાંચમી અન્યત્વ ભાવના છે. (૫). હવે (છઠ્ઠી) અશુચિ ભાવના છે. વળી તે રૂપને ગર્વ વિગેરે થાય ત્યારે આ પ્રમાણે વિચારવી-રૂપને આધાર શરીર છે, તે શરીર સ્વભાવથી જ અશુચિરૂપ છે. આવા પ્રકારના તે શરીરમાં રૂપવાળા પણ કયા માણસને રૂપના ગર્વનો અવકાશ મળે? શું શરીરનું અશુચિપણું નથી ? કે જેની ઉત્પત્તિ પ્રથમથી જ વીર્ય અને રૂધિરમાંથી થાય છે. જે શરીર આડુંઅવળું અસત્ય બોલનાર ગુનેગારના પાંજરા (કેદખાના) જેવું છે, નસેના સમૂહનું જાળ છે, લેહીને કુંડ (તળાવ) છે, માંસને ઢગલે છે, ચરબીનું ખાબોચીયું છે, છેડા અને જંબાલ લીલને સમૂહ વિગેરેનું ઘર છે, મૂત્ર અને પુરીષ (વિકા) વિગેરેને પ્રવાહ છે, કરમીયા અને ગંડેળાનું ઉત્પત્તિ સ્થાન છે, તથા રોગ અને દુઃખને ક્રીડા કરવાનું ઘર છે. આવા પ્રકારના શરીરમાં સ્નાન અને વિલેપન વિગેરેવડે જે કઈ શુચિ (શુદ્ધ) કરવાનો પ્રયાસ હોય, તે પણ મેહ જ (મૂર્ખતા જ) છે. કેમકે અશુચિ( વિઝા )વડે ભરેલે ઘડે સેંકડે પ્રકારે સ્નાન, વિલેપન વિગેરે કરવાથી પણ શુચિ થવાને લાયક નથી. વળી જેમ લવણસમુદ્રના સંગથી બીજા સ્થાનના સ્વભાવથી સુંદર (મીઠા) એવા જળ પણ તેપણાને (ખારાપણાને) પામે છે, તેમ અશુચિ રસથી ઉત્પન્ન થયેલા, અશુચિ રસવડે જ વૃદ્ધિ પામેલા અને અશુચિ રસના પ્રવાહવાળા શરીરના સંગથી પણ પ્રધાન (સારા) અને સુગંધી પદાર્થો પણ અશુચિપણને જ પામે છે. તેથી કરીને દેહના શુચિપણાના અભિમાનવડે સર્યું. આ પ્રમાણે છઠ્ઠી અશુચિપણની ભાવના છે. (૬). ત્યારપછી હમણાં આશ્રવ ભાવના ભાવવી. તે આ રીતે–પ્રમાદને વશ થયેલ અને મોટા મિથ્યાષ્ટિપણથી વિવેક રહિત થયેલ આ જીવ જીવહિંસા, અસત્ય, ચેરી, મૈથુન, આરંભ અને પરિગ્રહરૂપી દ્વારા વડે પાપના સમૂહને આવે છે (ઝરે છે-બાંધે છે–પ્રવેશ કરવા આપે છે) પાંચ ઇંદ્રિયોને નિગ્રહ ન કરવાવડે અને મન, વચન તથા કાયના દુષ્ટ વ્યાપારવડે તે આશ્રવને (પાપને) જ અત્યંત વૃદ્ધિ પમાડે છે. તેથી કરીને જેમ વિચિત્ર અને ચિત્તને સુંદર લાગે તેવું કઈ એક દ્વાર બંધ કર્યા વિનાનું ઘર ધૂળના સમૂહવડે અત્યંત અધિક ખરડાય છે ( વ્યાપ્ત થાય છે), તેમ આ જીવ પણ આશ્રવરૂપી દ્વારા પ્રાપ્ત કરેલા પાપથી વૃદ્ધિ પામેલા અશુભ પરિણામવડે ખરડાય છે. તથા તે પાપને નિકાચના અવસ્થામાં
૧ આ જાતને કેડે છે. તે રેશમના તંતુની જાળરૂપી ઘરમાં ક્રીડા કરતે તેના તંતુઓથી જ બંધાઈ જાય છે. બહાર નીકળી શકતો નથી. ૨ કર્મને પ્રવેશ કરવાનું દ્વાર. •