________________
૧૦
શમ, ભાવના પ્રાદુર્ભાવ થતાં, ઉત્તરાત્તર વિકાસની શ્રેણી વધતાં છેવટે દેવાધિદેવ શ્રો પાર્શ્વનાથ તીથ કર બને છે અને છેવટે સિદ્ધિસ્થાનનાં જાય છે. કમઠ પણ ઉત્તરશત્તર વૈરની વૃદ્ધિ કરતા પરમાત્માના દરેક ભવામાં છેવટ સુધી ઉપસ કરતા રહે છે.
એક દિવસે શરણ્ ઋતુમાં અવિ' નૃપતિ રાણીએ સાથે ક્રીડા-વિલાસ કરતા હતા, દરમ્યાન આકાશમાં વીજળી સહિત પવનવડે મેધમડળને વીખરાતું જોઇ રાણીએ રાજાને જણાવે છે કે—ઈંદ્રધનુષથી મેધમ`ડળ વ્યાસ હાવા છતાં પવનના ઝપાટાથી ક્ષણ માત્રમાં નાશ પામ્યું. તેવી જ રીતે આ સ'સારની સમગ્ર વસ્તુ અત્યંત અસ્થિર છે અને આ સ'સારસાગરમાં રૂપ, લાવણ્ય, યૌવન, શરીર, સ્વજન—આ સર્વે આવા પ્રકારનું અસ્થિર હાવા છતાં મુગ્ધ લેાકેા વિવેક રહિત થઇ ધન મેળ વવા પ્રાણીહિંસા કરે છે, અસત્ય ખાલે છે, અન્યનું ન લૂટે છે, ચેરી કરે છે, પરસ્ત્રી સાથે ક્રીડા કરે છે, પ્રમાણુ વિનાના પરિ×હ ધારણ કરે છે. નાશવંત સ* પદાર્થો દુઃખરૂપ છે. અહા ! મેહરાજાનુ કેવું પ્રાબલ્ય છે વિગેરે. સંસારની અસ્થિરતા, પદાર્થાંની ચંચળતા, વિરહનાં દુઃખા, દેહના દર્દી વિગેરે "સંબધી ભાવના ભાવતાં અરવિંદ રાજવીને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. તેમજ પ્રવ્રજ્યા સ્વીકારવા તૈયાર. થાય છે. ( અરવિંદ રાજાની વૈરાગ્યપ્રાપ્તિ માટેની સંસારના સ્વરૂપની વિચારણા અહિં ખાસ વાંચવા જેવી છે. પૂ. ૨૦ થી ૨૩ ) પછી તેમની રાણીએ ફરીથી આ પ્રમાણે ન ખેાલવા, તેના વિરહથી થનારા દુ:ખને સહન ન કરતા રાજાને ઘણા પ્રેમથી દીક્ષા ન લેવા વિનવે છે. રાજા તેને સંસારની અસ્થિરતાનુ સ્વરૂપ સમજાવે છે. છેવટે રાજા પોતાના પ્રધાન વિગેરે કમ ચારીઓને ખેલાવી પોતાની દીક્ષા લેવાની ભાવના જણાવે છે તેમજ પોતાના પુત્ર મહેન્દ્રકુમારને પેાતાની ગાદીએ બેસાડે છે. સચિવા વિગેરેને તે પુત્રને પાતાની માફક જોવાની તેમજ તેની આજ્ઞા પાળવાની ભલામણ કરે છે, મહેન્દ્રકુમારને પણ રાજ્યનાં સાત અંગેની વૃદ્ધિ માટે સમજણુ આપી પ્રજા તથા સેવાને કેમ સાચ વવા તે સમજાવે છે. પૂર્વ કાળતા રાજવી પોતાના ત્યાગ વખતે પોતાના પુત્રાને રાજ્ય કેમ ચલાવવું ? રાજધમ ધ્રુવા હાય તે સમજાવે છે. હવે પેાતાની રાણીઓને ફરીથી આશ્વાસન આપીને, અઠ્ઠાઇ મહાત્સવ કરીને, હુજારા પુરુષાએ ઉપાડેલી શિબિકા પર રાજા આરૂઢ થાય છે. મ'ગળ ગીતાવડે ગવાતાં, યાચક જતાને દાન દેવાવર્ડ ખુશી કરતા, પ્રજાજતાથી સ્તુતિ કરાતા, જનસમૂહ, સામંત જને વિગેરેથી પરિવરેલા, સન્ય અને મહેન્દ્રકુમાર જેની સાથે છે તેવા અરવિંદ રાજા કુસુમાવત સ નામના ઉદ્યાનમાં આવી, રાજ-આભૂષણાને ત્યાગ કરીને, શ્રી સમતભદ્રાચાર્યને ત્રણ વાર વિનયપૂર્વક પ્રદક્ષિણા આપે છે. આચાર્ય મહારાજ સંસારની વિષમતાનું વં ન કરતાં ‘ પ્રવજ્યારૂપી વહાણવ સ'સારસમુદ્રમાંથી મને તારા ' તેમ કહેતાં આચાય મહારાજ ચૈત્યવંદનપૂર્વક અરવિંદ રાજાને પ્રત્રજ્યા ગ્રહણ કરાવે છે. પછી પાંચ મહાવ્રતનુ પાલન કરવા, પાંચ સંમિતિ અને ત્રણ ગુપ્તિને વિષે આદરવાળા થવા વિગેરે મુનિષમતા ચેગ્ય ઉપદેશ આપે છે. ( પૃ. ૨૫-૨૬ ) આવા ઉચ્ચ ક્રાતિના ચરિત્ર ગ્રંથામાં તીર્થંકર ભગવાને, અને આચાર્ય મહારાજાએ।ના આવા પ્રસંગેામાં સ'સારના અસારા માટે અને ચારિત્ર ધર્મની અપૂ॰તા, અનુપમતા સબંધી ઉપદેશા સ્થળે-ચળે જોવામાં આવે છે, જે ખાસ પઠન-પાદન કરવા યાગ્ય હાય છે. આવા ચિત્રો વાંચવાથી ભવ્ય આત્માને કૅટલા લાભ થઇ શકે તે વાચા સ્વય' સમજી શકે છે.
સાધુ ધર્મનું નિરતિચારપણે પાલન કરતાં કેટલાક સમય પછી અરવિંદ મુનીશ્વરને અવધિજ્ઞાન
* સ્વામી, પ્રધાન, રાજા, કારા, કિલ્લા, સૈન્ય અને મિત્ર-મા સાત રાજ્યના મા ગણાય છે. તેની વૃદ્ધિ
કરવી જોઈએ.