________________
પ્રભુના ખીજો ભવ : અને લાભ ઉપર બે ભાઇઓની કથા.
[ ૪૭ ]
ખાદતા ખેાદતા તે નિધિની સમીપે ગયા. તથા અનાદ્વિ ભવના અભ્યાસથી ઉછળતી ધનની મૂર્ચ્છાથી તે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તીક્ષણુ દાઢાવર્ડ મસ્થાનમાં છેદાયેલા તે મને તત્કાળ નાશ પામ્યા( મરી ગયા ). ત્યારપછી વિજયધર્મ તે જ વનનિકુંજમાં સિ'હપણે ઉત્પન્ન થયા, અને ધનધર્મ તાલિમી નામની નગરીમાં કુરૂદત્ત નામના સાર્થ વાહના પુત્રપણે ઉત્પન્ન થયેા. તે કાળના ક્રમે કરીને યુવાવસ્થાને પામ્યા. પછી દ્રવ્ય ઉપાર્જન કરવા માટે સાની સાથે જતા તે કાઇ પણુ ભાવી( નશીબ )ના યેાગે તે જ વનિનકુંજની પાસે રહ્યો. અને ઈંધણાં લાવવા માટે તે જ નિકુંજમાં ગયા. ત્યાં પૂર્વ ભવના નિકાચિત કરેલા લેાભરૂપી દ્વેષથી દુષ્ટ એવા સિંહે તેને જોયા. તે વખતે પ્રસરતા તીવ્ર ક્રોધવડે ભરાતા નેત્રવાળા અને પહેાળી કરેલી માટી સુખરૂપી ગુફાવાળા તે સિ ંહૈ તેને મારી નાંખ્યા. પછી મરી ગયેલે તે તે જ અટવીમાં વાનરપણે ઉત્પન્ન થયા. પછી ઇચ્છા પ્રમાણે આમ તેમ ભમતા તે ખરાખ નશીબવાળા વાનર તે જ વનનિકુંજમાં ગયા. ત્યાં તેને માટી પ્રીતિ થઈ. તેથી બીજા વનમાં વિચરવાના ત્યાગ કરી તે જ નિકુંજ ત્રણે સંધ્યાએ( આખા દિવસ ) જોતા જોતા આઘ સંજ્ઞાના વંશથી ધનની રક્ષા પરિણામ ઉત્પન્ન થવાથી બાકીના ( બીજા ) વ્યાપારને ત્યાગ કરી ત્યાં જ રહેવા લાગ્યા. સિંહ પણ ત્યાં જ રહેતા હતા. તે કાઇક દિવસ
કરવાના
તે પ્રદેશમાં આવેલા શરભની સાથે પેાતાનું સામર્થ્ય વિચાર્યા વિના યુદ્ધ કરવા લાગ્યા. તે વખતે તે શરણે ક્રીડાવડે ઉંચા કરેલ હાથના અગ્રભાગવડે લાપાટ મારીને નીચે પાડી નાંખીને પેાતાની પીઠ ઉપર નાંખ્યા. ત્યાંથી મરીને તે (સિંહના જીવ ) કોઇ એક પાસેના ગામમાં ગૃહપતિપણે ઉત્પન્ન થયા. તે લાકડા કાપવાની વૃત્તિએ કરીને કાળનું નિ મન કરવા લાગ્યા. એક દિવસે ‘ વર્ષાઋતુ નજીકમાં આવ્યા છે' એમ જાણી ઘરની ભીંતને ઢાંકવા માટે ગામના ગાડાવાળાની સાથે તે જ અટવીમાં ગયા. ત્યાં આમ તેમ રસ્તા તેણે તે જ નિકુંજ જોયું, તેથી તે ચિત્તમાં ખુશી થયે, અને તૃ, કાણ વિગેરે ગ્રહણ કરવા પ્રત્યેો. તે વખતે ક્રોધ પામેલા વાંદરાએ તેને જોયા. તેથી કિલકિલ શબ્દને કરતા તે ખાણની જેવા તીક્ષ્ણ નખાવડે તે ગૃહપતિના શરીરને ફાડી નાંખવા તૈયાર થયે. તે વખતે ક્રોધ પામેલા તે ગૃહપતિએ કુહાડાવડે તે વાંદરાને માર્યા, તેથી તે મરણુ પામ્યા. ત્યારપછી તે ત્યાં જ ભયંકર અટવીને કાંઠે( પાસે ) હરણપણે ઉત્પન્ન થયેા. કેાઇ વખત તે ફરતા ફરતા તે જ વનનિકુંજમાં આળ્યે, અને પૂર્વ નિધિ કરેલા ધનના લાભના અભ્યાસથી ત્યાં જ રહ્યો, તેને મૂકીને તે કાઇ પણ ઠેકાણે જતા નથી. ગૃહપતિ પણ ક્રોધ પામેલી મેાટી સ્ત્રીએ વાનરના નખના ક્ષત ઉપર વિષમિશ્રિત ઔષધ લગાવવાવડે મારી નાંખ્યા. ત્યારે તે તે જ અટવીમાં વરાહ( ભુંડ ) થયા. થાડા દિવસમાં જ તે મોટા( જુવાન ) થયા, તેનેા સ્કંધ પુષ્ટ થયા, પેાતાની સમીપે રહેલા વિરુદ્ધ પ્રાણી એના ૧. શિકારી પશુ,