________________
[ ૪૬ ].
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : ? પ્રસ્તાવ ૨
:
ગયા. ત્યાં ગામના પ્રવેશ કરવાને ઠેકાણે જ એક દુકાન કરી (લીલી). અને ચોખા તથા મીઠું વિગેરેવડે કય-વિક્રય (વેચાણ અને ખરીદી કરવા લાગ્યા. હવે કોઈક દિવસે બે ચોર ગર્જનપુરમાં એક શેઠીયાના ઘરમાં રાત્રે ખાતર પાડીને અમૂલ્ય માણેકના દાબડાને તથા ઘણા સુવર્ણને ગ્રહણ કરી જલદીથી નીકળી ગયા. પછી ચોરાયેલા તે ઘરનું વૃત્તાંત જેણે જાણ્યું છે એવા આરક્ષક પુરુષો (સીપાઈઓ) બખતરવડે શરીરને સુશોભિત કરી તે ચોરની પાછળ ચાલ્યા. અને તે ચરો અત્યંત વેગથી પાદક્ષેપ(ચાલવા)પૂર્વક જતા મધ્યાન્હ સમયે સુધા અને પિપાસા(ભૂખ અને તરસ )વડે શુષ્ક શરીરવાળા અને પિતાની દુષ્ટ ચેષ્ટાવડે સર્વત્ર શંકા કરતા તે જ ગામને પામ્યા, કે જે ગામમાં તે બે ભાઈ વેપારી હતા. તે વખતે તે ચરે તેની દુકાને ગયા. ત્યાં પોતાના આકારને ગેપવી આ નિર્જન છે એમ જાણું તેની માંચીની નીચે સારભૂત તે પોટકાને સ્થાપન કરીને ( સંતાડીને) તથા ત્રણ સોનામહોર લઈને નજીકમાં રહેલ રાંધનારીને ઘેર ગયા. ત્યાં પિતાને માટે રસોઈ કરાવી. પછી પિતે ભેજન કરવા પ્રવર્તી. તે વખતે ઉંચા કરેલા તકણ ખવાળા, કુંડલરૂપ કરેલા ધનુષ ઉપર ચડાવેલા બાણુના સમૂહવાળા, આગળ હશિયાર માણસના મુખના પવનવડે પૂર્ણ કરેલા કાહલના શબ્દ વડે જેઓએ ગામના લેકેને ક્ષોભ પમાડ્યા હતા એવા તે આરક્ષક પુરુષો હણહણાટ કરતા ત્યાં આવ્યા. તે જાણી મરણના ભયથી વ્યાકુલ થયેલા તે ચરો અધું ખાઈને જ એકદમ નાસવા લાગ્યા. તેમના ઉપર આરક્ષક પુરુષોએ નિરંતર નાંખેલા બાણના સમૂહવડે તેમના શરીર ભેરાઈ ગયા, અને યમરાજને ઘેર ગયા (મરી ગયા). પછી “બરાબર શોધ કરી છે” એમ જાણી ધનની શોધ કર્યા વિના તે આરક્ષક પુરૂષે જેવી રીતે આવ્યા હતા, તેવી રીતે પાછા ગયા. પછી વિજયધર્મો અને ધનધર્મો એકાંતમાં રહીને તે પિટલી દેખી. તેમાં સુવર્ણ અને અમૂલ્ય માણિક્ય દેખ્યા, તે જોઈને તે અત્યંત રાજી થયા અને
અહે! આપણે વેપારરૂપી કલ્પવૃક્ષ ફળવાળે થયે” એમ માનીને તે પિતાના નગર તરફ ચાલ્યા. માર્ગમાં સાર્થની સાથે ચાલતા તે કઈક અટવીને વિષે પડ્યા ( ગયા). ત્યાં યમરાજાની સેના જેવી વારી ન શકાય તેવી ભિલ્લાની ધાડવડે તેઓ લુંટાવા લાગ્યા. તે વખતે ગુપ્તપણે નાશી જતા વિજયધર્મ અને ધનધમે એક વનના નિકુંજમાં (ઝાડીમાં) થોડોક ભૂમિભાગ છેદીને તેમાં સર્વ સારી વસ્તુ નાંખી. પછી તે પ્રદેશથી એકદમ નીકળ્યા. તેવામાં નાશી જતા તે બન્નેને ભિલેએ પ્રાપ્ત કર્યા. તેમને બાંધીને પલ્લીમાં લઈ ગયા, અને પલ્લી પતિને સેંપ્યા. પલ્લીપતિએ તેમને કેદખાનામાં નાંખ્યા. ત્યાં દિવસને અંતે પ્રાપ્ત થયેલા તુચ્છ કુક્ષિના ભેજનવડે આજીવિકાને કરતા તે બન્ને દિવસે ગુમાવવા લાગ્યા, તથા ધનને કારણે કશા (ચાબક) વિગેરેના ઘાતવડે પીડા પામતા અને ક્ષીણ શરીરવાળા તે બન્ને મરીને તે જ વનનિકુંજને વિષે પૂર્વે દાટેલા ધનની ઉપર ઘણી મૂછને લીધે ઉંદરપણે ઉત્પન્ન થયા, અને અનુક્રમે સમર્થ (મોટા) થયા. આમ તેમ