________________
[૪૪]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર: પ્રસ્તાવ ર જે ઃ
શબ્દવડે સૂરિ મહારાજે ધર્મદેશના કરવાનો પ્રારંભ કર્યો.–“ સંસારમાં ભ્રમણ કરવાથી વ્યાકુળ થયેલા હે ભવ્યના સમૂહ! કહેલા હિતકારક કાર્યમાં સજજ થઈને પથ્યની જેમ પારમાર્થિક બુદ્ધિવડે એક ધર્મ જ ઉપાર્જન કરવા લાયક છે. વળી તે ધર્મ ત્રણે કાળ જિનેશ્વરના ચરણકમલની પૂજામાં તત્પર થયેલા અને પ્રાણવધાદિક પાપના સ્થાનેથી વિમુખ (રહિત) થયેલા પ્રાણીઓને, રાગ દ્વેષથી નિવૃત્તિ પામેલા ચિત્તવાળા, મોહનો ત્યાગ કરનારા, નિરંતર સાધુની સેવામાં તત્પર, કુસંગથી વિરામ પામેલા, સમકિતની વિશુદ્ધિને માટે શંકાદિ દેષથી રહિત થયેલા, સ્વાધ્યાય, શુભધ્યાન વિગેરેમાં શક્તિ પ્રમાણે બળ( આત્મવીર્ય)ની પ્રવૃત્તિ કરનારા, જ્ઞાનાદિક ગુણે પ્રાપ્ત કરવામાં સજજ થયેલા, લેકલજજાને પામેલા, “મેં શું કર્યું અથવા શું નથી કર્યું ” એ પ્રમાણે વિચાર કરનારા, કુશળ (હશિયાર) સારા કુળના અંગીકાર કરેલા ભારને વહન કરવામાં ધીર અને ઉજવળ તથા નિપુણ એવા પુરુષોને જ આ ધર્મ વૃદ્ધિ પામે છે. આ ધર્મની વૃદ્ધિને માટે જ કેટલાકે રાજ્યનો વિસ્તાર ત્યાગ કર્યો છે,બીજા કેટલાકે જીવવાની અપેક્ષા વિના તપશ્ચર્યાને વ્યાપાર કર્યો છે, બીજા કેટલાકે સ્વજનને મેળાપ, સંતવ અને આરંભ દૂરથી તજી દીધા છે, તથા મોટી શિલાના તળ ઉપર ચતુર્વિધ આહારને ત્યાગ અંગીકાર કરીને તેવા પ્રકારની અત્યંત આત્માની સાથે મળેલી અને કઠોર કણની ચેષ્ટાને સહન કરે છે, કે જે તેવું સહન કરવાને અસમર્થ નું ચિત્ત અત્યંત ચમકી જાય છે. તેથી હે દેવાનુપ્રિય જને! જે તમે મહાપુરુષની અમૂલ્ય પદવી પ્રાપ્ત કરવા ઈચ્છતા હો, તે ધર્મને માટે જ સર્વથા ઉદ્યમ કરે.” આ પ્રમાણે ગુરુમહારાજે પરમ પુરુષાર્થ (ધર્મ)ની પ્રરૂપણું કરી, ત્યારે ઘણા લોકો પ્રતિબોધ પામ્યા, અને સમકિતને પામ્યા, અને કેટલાકે પ્રવજ્યાને અંગીકાર કરી. આ અવસરે તે વિદ્યાધરેશ સૂરીવરને વિશેષ પ્રકારે વંદન કરી પૂછવા પ્રત્યે કે –“હે ભગવાન ! આ૫નું આવું મોટું સૌભાગ્ય છતાં, અનુપમ રૂપનું લાવણ્ય છતાં અને આશ્ચર્ય કારક શરીરનું સુંદરપણું છતાં આપે પ્રવજ્યા ગ્રહણ કરી, તેનું શું કારણ?” ત્યારે સૂરીશ્વર બોલ્યા કે-“હે મોટા રાજા! જે એક કારણ હોય, તે તે કહી શકાય, પરંતુ અનેક કારણે છે, તે આ પ્રમાણે તમે જુએ
પ્રથમ જ ગર્ભમાં ઉત્પન્ન થવાની પીડાવડે પિંડારૂપ થયેલ અંગ અને ઉપાંગાણું, ત્યારપછી નિમાંથી બહાર નીકળવાનું અતિ તીક્ષણ દુઃખ પ્રત્યક્ષ જ છે. ત્યાર પછી દાંતની ઉત્પત્તિવડે અનુભવ કરાતું ગળા અને તાળવાના તાડનનું દુઃખ છે, ત્યારપછી વિવિધ પ્રકારના દુસહ સેંકડો વ્યાધિવડે વ્યાસ નીરસપણું, ત્યારપછી સુંદર રૂપ અને લાવણ્યની હાનિ કરનાર વૃદ્ધાવસ્થા, અને ત્યારપછી સર્વના અભાવને કહેવામાં તત્પર મરણ પ્રાપ્ત થાય છે. તથા ઇષ્ટને વિગ અને અનિષ્ટને સંયોગ વિગેરે દુઃખને સમૂહ જન્મ અને મરણની વચ્ચે નિરંતર પ્રાપ્ત થાય છે તે દુર્વાર (વારી ન શકાય તેવ) હોય છે. આ પ્રમાણે તે વિદ્યાધરેવર ! આ મોટા કારણેને તું સક્ષેપથી જાણુ. આમાંનું એક કારણ