________________
પ્રભુને બીજો ભવ : અને વનહરતા સ્વર્ગમાંથી કિરણગ વિદ્યાધરરૂપે ઉત્પન્ન થવું. [૪૩]
-~-~~-
~
કુરાયમાન હતું, કેઈ ઠેકાણે નાળીયેરી અને રંભાના પાંદડાંવડે આચ્છાદનવાળું હતું, કોઈ ઠેકાણે નવમાધવીના સમુદાયવડે શોભિત હતું, કેઈ ઠેકાણે નાચ કરતા ભમરાને રમવાનું સ્થાન હતું, કેઈ ઠેકાણે કામી પુરુષોને સમૂહ દેખાતો હતો અને પ્રવેશ કરતો હતો, કેઈ ઠેકાણે કેયેલના ગીતથી શ્રેષ્ઠ દેવગાયન સંભળાતું હતું, કોઈ ઠેકાણે કીડા કરતા ભુંડના શબ્દવડે વ્યાપ્ત હતું, કોઈ ઠેકાણે લીંબડા, લીંબાળી, જાંબુ, અને જામુડાવડે યુક્ત હતું, સજજ, ખજુર, તાડી અને તમાલ વૃક્ષવડે યુક્ત હતું, બકુલવન, નીપ અને કંકેલીથી શોભિત હતું, તથા મેરુપર્વતથી નંદનવન ઉતર્યું હોય તેવું તે શોભતું હતું, આવા પ્રકારના તે ઉદ્યાનમાં તે વિદ્યાધરેશ્વર શ્રેષ્ઠ વૃક્ષોના સમૂહને જેતે હતા, તે વખતે ઉદ્યાનપાલકે તેને કહ્યું કે “હે દેવ ! પ્રસન્ન થાઓ, અહીં દષ્ટિ આપવાવડે પ્રસાદ કરે. આ તરફ આ રક્તાશોક વૃક્ષ પલ્લવવાળા છે, આ તરફ કુરબક વૃક્ષોની વીથી(શેરી) કેરકવાળી થઈ છે, આ તરફ વેલ્લના સમૂહ કુલેલા છે, અને આ તરફ સહકાર(આંબા) ને સમૂહ માંજરના સમૂહવડે પીંજરે(પીળો) થયેલ છે.” આ પ્રમાણે ઉદ્યાન પાલકનું વચન સાંભળવાથી તે વનને જોવાનો તેને અભિલાષ બમણો થયે, તેથી તે કેટલાક લાંબા ભૂમિભાગ તરફ જાય છે, તે વખતે મનમાં વિસ્મય પામેલા પરિજને તેને વિનંતિ કરી કે-“હે દેવ ! જુઓ, જુઓ, જાણે પિતે જ સૂર્ય હોય તેવા આકાશરૂપી આંગણાને પ્રકાશિત કરતા આ કેઈ સાધુરૂપી સિંહ(ઉત્તમ સાધુ) ઉતરે છે.” આ પ્રમાણે સાંભબીને ઉઘાડેલા અને નિશ્ચળ લેનવાળે તે વિદ્યાધર રાજા જેટલામાં ઊંચે જુએ છે, તેટલામાં કેટલાક વૃદ્ધ ચારણ મુનિઓથી પરિવરેલા કૃતસાગર નામના આચાર્ય જન રહિત વનના એક પ્રદેશમાં ઉતર્યો.
તે વખતે રાજાએ વિચાર કર્યો કે-“શું આ ત્રિપુર નગરના વેરીના (કામદેવના ) 'વિરોધથી ભય પામીને ધનુષ્ય, બાણ અને રતિને દૂરથી તજીને પિતાની ઉન્નતિને માટે ચારિત્ર ગ્રહણ કરીને વાયુની જેમ નિરંતર ગતિવાળા આ પૃથ્વી પર વિચરે છે? ચંદ્ર મંડળની કાંતિને પરાભવ કરનાર અને સંસારના સારભૂત(ઉત્તમ) પરમાણુથી બનાવેલી હોય, એવી આની મૂર્તિ દર્શનના માર્ગમાં પણ આવી હોય તો તેની દષ્ટિને હર્ષવડે ચંચળ ન કરે ?” આ પ્રમાણે વિસ્મયના વશથી ઉલાસ પામેલી ભક્તિના સમૂહવાળે તે વિદ્યાધરેંદ્ર જુએ છે, તેવામાં તેમના માહાત્મથી ખુશ થયેલ તે પ્રદેશમાં રહેલ દેવતાએ બનાવેલા જાત્ય (શ્રેષ્ઠ) સુવર્ણને શતપત્ર(સે પાંદડાવાળા) કમળ ઉપર તે સૂરીશ્વર બેઠા અને બીજા મુનિઓ ઉચિત સ્થાને બેઠા. તથા તે જ વખતે વિશેષ પ્રકારની વિકાસ પામેલી ભક્તિના પ્રકર્ષથી બુદ્ધિમાન લેકના મુખરૂપી વીણા દંડવડે વગાડેલ કીર્તિરૂપ પટહુના પ્રતિધ્વનિ સાંભળવાથી મનમાં હર્ષ પામેલા નગરના જને આવ્યા, તેઓ રાજાની સાથે જ સૂરીશ્વરના ચરણમાં પડ્યા. ગુરુમહારાજ પાસેથી ધર્મલાભ” પામીને તે સર્વે ભૂમિ પીઠ ઉપર બેઠા. પછી વિષ્ણુએ વગાડેલ શંખની જેવા નિર્દોષવડે આકાશને ભરી દેનારા