________________
[ ૩૮ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૧ લે :
""
સમૃદ્ધિવાળા જગતમાં પ્રસિદ્ધ સિદ્ધોની હું સ્તુતિ કરૂં છું, પાંચ પ્રકારના આચારમાં રક્ત ( આસક્ત ), છત્રીશ ગુણુની શ્રેણિરૂપી રત્નાવડે પૂર્ણ, ગંભીર અને બુદ્ધિમાન એવા પૂજ્ય આચાર્યંને હું વાંદું છું. સામાચારી કહેવામાં જ એક વ્યાપારવાળા, શ્રેષ્ઠ ગણિપિટકને ધારણ કરનારા અને ઉપદેશ આપવામાં નિપુણ એવા ઉપાધ્યાયને પ્રયત્નથી હું વાંદું છું. નિરવદ્ય ( પાપ રહિત ) કાર્ય કરવામાં સજ્(તૈયાર ) થયેલા, સ્વાધ્યાય અને શુભ ધ્યાનવડે શરીરને શુષ્ક કરનારા અને ધર્મના અથીને સહાય કરનારા સાધુઓને હું ભાવથી વાંદુ છું. આ પ્રમાણે સિદ્ધની સાક્ષીએ પંચ પરમેષ્ઠીની સક્ષેપથી સ્તુતિ કરીને, ખાલ્યાવસ્થાથી આરંભીને અત્યાર સુધીના સર્વ દુષ્કૃત્યેા પ્રગટ કરીને, સમ્યક્ પ્રકારે ત્રતા ઉચરીને, સાઁ જીવાને ખમાવીને અને ધમ માં એક લક્ષ્ય( ધ્યાન ) રાખીને તેણે સર્વ આહારનુ પ્રત્યાખ્યાન કર્યું. ત્યારપછી પૂર્વે કરેલા સર્વ દુષ્કૃત્યોને નાશ કરનારા પંચ નમસ્કારને તે નિર ંતર સ્મરણ કરવા લાગ્યા. અને શુભ ભાવવાળા તે ભાવના ભાવવા લાગ્યા કે— “ હું જીવ ! આ જગતમાં સર્વ જીવાએ કાઈ પણ નિમિત્તવડે મરવાનુ જ છે, કેમકે જન્મ થયા પછી અવશ્ય મરણુ થાય. માત્ર નિર્મળ વિવેકની પ્રાપ્તિયર્ડ યુક્ત એવા જીવનું જો મરણ થાય, તેા ફરીથી તેને કુગતિથી ઉત્પન્ન થતાં દુ:ખા પ્રાપ્ત થતાં નથી. માત્ર તેવા પ્રકારનું તે મરણુ ધર્મના પ્રભાવથી જ થાય છે, અને સર્વ ધર્માને મધ્યે પણ એક જૈન ધર્મ જ નરકાદિક દુ:ખના ક્ષય કરવામાં કારણુરૂપ છે. વળી સ`સુર, અસુર અને મેાક્ષના સુખનુ' કારણરૂપ અને જિનેશ્વરે રચેલા તે ધર્મ મે... પૂર્વભવમાં ઉપાર્જન કરેલા સુકૃત ( પુણ્ય )ના વશથી પ્રાપ્ત કર્યા છે. વળી ડે જીવ ! અત્યંત તીક્ષ્ણ દુ:ખના સમૂહથી ખેદ પામેલા દેહવાળા તું થયા છે, તે પણ તું આ પ્રમાણે ચિંતવન કર, કે- દુ:ખ શું માત્ર છે? હજી પણ કેટલાક મહાસત્ત્વ( વીય )વાળા યંત્રાવર્ડ પીલાય છે, તથા અંગ ઉપાંગના ભંગની વેદનાને પામે છે, તેા પણ સ્થિર ચિત્તવાળા થઇને તેએ ઉત્તમ અર્થ ( સ્થાન )ને પામ્યા છે. વળી કેટલાએક અગ્નિની જ્વાળાથી મળેલા હાય છે, તા પણ જાણે અમૃતથી સીંચાયેલા હાય તેમ તેઓએ જરા પણ કપારા કર્યા વિના જ શ્રેષ્ઠ આરાધના કરી છે. બીજા પણુ મહા મુનિરાજો માટી શીયાળવડે ભક્ષણ કરતા હાય, તેા પણ સમાધિમાં લીન આત્માવાળા તેઓએ ચંદ્રક વૈધ્યને સફળ કર્યું છે; તેથી કરીને હે જીવ! અલ્પ માત્ર પશુ ચિત્તના સંતાપ તું ન કરીશ, અને આ કુટ-સર્પના ઉપર પણ દ્વેષ કરીશ નહીં. કેમકે આ તા નિમિત્ત માત્ર છે, અહીં તા પૂર્વે કરેલા કર્મો જ અપરાધી છે, અથવા તા આ સર્વ કર્મ ખપાવવામાં સહાયકારક હાવાથી પરમ ઉપકારી છે. હજી પણ તેવા પ્રકારના કાર્યને વિષે દ્રવ્ય આપીને( લઇને ) સહાય લેવાય છે, પરંતુ આ તા દ્રવ્ય લીધા વિના જ સહાયકારક થયા છે. તેથી અહા ! આ મારા માટા ઉદય થયેા.” આ પ્રમાણે માટી શમતારૂપી અમૃતની વૃષ્ટિવડે સીંચાયેા હાય તેમ અને અમૃતથી તૃપ્ત થયા ૧. રાધાવેધને.