________________
[ ૬ ].
પ્રસ્તાવ ૧ : : શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :
મુગટના મણિના કિરણોના સમૂહવડે વ્યાપ્ત હતા, તે લક્ષમીને વિકાસ કરવાનું સ્થાનરૂપ હતો, પૃથ્વી ઉપર તરફ પ્રસરતી શરદ ઋતુના ચંદ્ર જેવી તેની ઉજ્વળ કીર્તિરૂપી કુમુદિનીના વનવડે સર્વ દિશાઓના આંતરા સુગંધી થયા હતા, તરુણ (જુવાન) સૂર્યની કાંતિ જેવા ઉછળતા પ્રતાપરૂપી અગ્નિને વિષે તેણે શત્રુરૂપી શલભ(તીડ)ને ભરમ કર્યા હતા, સૂર્યની જેમ તેણે શત્રુરૂપી ચંદ્રનો પ્રચાર ભાંગી નાંખ્યું હતું, નારાયણની જેમ તેણે બલિ રાજાના ભુજબળને ગર્વ ભાંગી નાંખ્યું હતું, ઇંદ્રની જેમ તેણે રાક્ષસોની જેવા શત્રુને નાશ કર્યો હતો, અને પિતાના સારા ચરિત્રવડે વિદ્વાનોના સમૂહને પ્રીતિવાળો કર્યો હતો. તેના ભુજદંડની ઉગ્રતાવડે શત્રુના સૈન્યને પરાજય કરવાથી નિર્ભયપણું હોવાથી ગઢની રચનાને લેકે શોભામાત્ર માનતા હતા, તથા તે રાજાને સર્વ પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિ રહિત, પ્રગટ વનવાળી, અદ્દભુત રૂપ અને લાવણ્ય વડે રતિ અને રંભાના પ્રભાવને દૂર કરનારી અને પિતાના સૌભાગ્યવડે પાર્વતીના ગર્વને નાશ કરનારી રતિસુંદરી વિગેરે અંત:પુરની રાણીઓ હતી. તેમની સાથે સમયની અનુકૂળતા પ્રમાણે પૂર્વે કરેલા પુણ્યરૂપી કલ્પવૃક્ષને અનુસરીને પાંચ પ્રકારના વિષય સુખને અનુભવ કરતા તથા જેણે મહિસાગર વિગેરે મહાબુદ્ધિમાન મંત્રીઓને રાજ્યનો ભાર સેં છે એવા તે રાજાના દિવસો કોઈ વખત અતિ નિર્મળ થતા નાટકને જોવાવડે, કોઈ વખત સારા કવિઓના કરેલા મનોહર કાવ્ય(કવિતા)ના ગુણદોષને વિચારવાવડે, કઈ વખત હાથી અને અશ્વ ઉપર ચડીને ફરવાના શ્રમવડે અને કેંઈ વખત પ્રજાઓના કાર્યના વિચારવડે નિર્ગમન થતા હતા.
હવે તે રાજાને વિશ્વભૂતિ નામનો પુરોહિત(ગેર) હતું. તે રાજાની મોટી પ્રસન્નતાનું સ્થાન હતું. બાળ અવસ્થાથી આરંભીને સાથે જ પાંસુકડા(ધૂળની રમત) કરનાર હતું, સમગ્ર શાસ્ત્રાર્થના પરમાર્થ (રહસ્ય)ના વિચારવડે મોટા મતિના પ્રકર્ષવડે યોગ્ય અને અગ્ય વ્યાપારને વિચાર કરનાર હતું, જવ અજીવ વિગેરે તત્ત્વવિજ્ઞાનમાં કુશળ હતું, બંધ અને મોક્ષનું સ્વરૂપ જાણવામાં વિચક્ષણ હતું, આશ્રવ અને સંવરના સ્વરૂપની વિધિને જાણનાર હતો, જિનેશ્વરનું વચન જ સારભૂત છે અને બીજું સર્વ અસાર છે એમ તેણે પિતાના મનમાં નિશ્ચય કર્યો હતો, ચતુર હતું, સર્વ કળાઓમાં કુશળ હતું, બીજાના વિવિજ્ઞાનને જાણવામાં કુશળ હતા, એક પરમાર્થને જ કરનારી ધર્મક્રિયાને વિષે તત્પર હતા, પ્રશસ્ત ચિત્તવાળા હતા, સંતોષના સારવડે સર્વ કાર્યથી નિવૃત્ત થયે હતે, કોઈ પણ પૂર્વભવના સુકૃત(પુણ્ય)ના ઉદયવડે સંભૂત નામના સાધુની સેવા કરવા વડે બધિ(સમક્તિ)રૂપી મિત્રને પામેલ હતા, જિનેશ્વરે કહેલા ધર્મથી તેના મનની પ્રવૃત્તિને જરા પણ ચલાયમાન કરવાને દેવતાઓ પણ સમર્થ ન હતા, તે .
૧, બળવાન,