SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ કાયશબ્દના નિક્ષેપા (નિ. ૧૪૩૦–૩૬) 'छक्कओ य उस्सग्गे' षट्कश्चोत्सर्गविषयः षट्प्रकार इत्यर्थः, पश्चार्द्धं निगदसिद्धं ॥ १४३०॥ तत्र कायनिक्षेपप्रतिपादनायाह - ' नामं ठवणा' नामकायः स्थापनाकायः शरीरकायः गतिकाय: निकायकायः अस्तिकायः द्रव्यकायश्च मातृकायः संग्रहकायः पर्यायकायः भारकायः तथा भावकायश्चेति गाथासमासार्थः || १४३१॥ व्यासार्थं तु प्रतिद्वारमेव व्याख्यास्यामः, तत्र नामकायप्रतिपादनायाह - 'काओ कस्सवित्ति कायः कस्यचित् पदार्थस्य सचेतनस्याचेतनस्य वा 5 नाम क्रियते स नामकायः, नामाश्रित्य कायो नामकाय:, तथा देहोऽपि - शरीरसमुच्छ्रयो ऽपि उच्यते काय:, तथा काचमणिरपि कायो भण्यते, प्राकृते तु कायः । तथा बद्धमपि किञ्चिल्लेखादि 'निकायमाहंसु 'त्ति निकाचितमाख्यातवन्तः, प्राकृतशैल्या निकायेति गाथार्थः, गतं नामद्वारं ॥ १४३२ ॥ अधुना स्थापनाद्वारं व्याख्यायते -' अक्खे वराडए' अक्षे-चन्दनके वराटके वा - कपर्दके वा काष्ठे-कुट्टिमे पुस्ते वा - वस्त्रकृते चित्रकर्मणि वा प्रतीते, किमित्याह-सतो भावः सद्भावः तथ्य 10 . इत्यर्थः तमाश्रित्य तथा असतोभावः असद्भावः अतथ्य इत्यर्थः, तं चाश्रित्य किं ? - स्थापनाकायं विजानाहीति गाथार्थ ॥१४३३ ॥ सामान्येन सद्भावासद्भावस्थापनोदाहरणमाह - 'लेप्पगहत्थी' यदिह જાણવો. આ બંને પદોની દરેકની પ્રરૂપણાને હું કહીશ. II૧૪૩૦) તેમાં કાયના નિક્ષેપાનું પ્રતિપાદન કરવા માટે કહે છે – નામકાય, સ્થાપનાકાય, શરીરકાય, ગતિકાય, નિકાયકાય, અસ્તિકાય, દ્રવ્યકાય, માતૃકાય, સંગ્રહકાય, પર્યાયફાય, ભારકાય તથા ભાવકાય. આ સંક્ષેપથી કહ્યા. ।।૧૪૩૧।। વિસ્તારથી 15 દરેક દ્વારને અમે કહીએ છીએ. તેમાં નામકાયનું પ્રતિપાદન કરવા માટે કહે છે – કોઇ સચિત્ત કે અચિત્ત પદાર્થનું જે ‘કાય’ એ પ્રમાણે નામ કરાય છે તે નામ એ નામકાય કહેવાય. કારણ કે નામને આશ્રયી જે કાય તે નામકાય એ પ્રમાણેની વ્યુત્પત્તિ છે. તથા શરીરની ઊંચાઈ એટલે કે શરીર પણ ‘કાય’ શબ્દથી કહેવાય છે. તથા પ્રાકૃતભાષામાં કાચમણિ = સ્ફટિક માટે પણ ‘કાય' શબ્દ વપરાય છે. બંધાયેલા એવા પણ 20 કોઈ લેખ વિગેરેને લોકો ‘નિકાચિત’ કહે છે. તે નિકાચિત માટે પ્રાકૃતમાં ‘નિકાય’ શબ્દ વપરાય છે. (ટૂંકમાં શરીર, કાચમણિ કે બંધાયેલ લેખ વિગેરે કાય, નિકાય, શબ્દથી કહેવાતા હોવાથી આ બધા નામકાય છે.) નામદ્વાર પૂર્ણ થયું. ||૧૪૩૨॥ હવે સ્થાપનાદ્વારને કહે છે – અક્ષ એટલે કે ચંદનક (= સ્થાપનાચાર્ય તરીકે જે સ્થપાય છે તે.) તેને વિશે, અથવા કોડીને વિશે અથવા લાકડાને વિશે અથવા વસ્રના બનાવેલા પુસ્તકને વિશે અથવા 25 ચિત્રકર્મને વિશે સદ્ભાવસ્થાપના અને અસદ્ભાવસ્થાપનાને આશ્રયીને સ્થાપનાકાય તું જાણ. તેમાં સત્નો જે ભાવ તે સદ્ભાવ, અર્થાત્ વાસ્તવિકસ્થાપના (એટલે કે જેમાં સ્થાપ્યવસ્તુનો આકાર હોય તેમાં તેની સ્થાપના કરવી, જેમ કે પુસ્તક કે ચિત્રકર્મ જેમાં શરીરનો = કાયનો આકાર હોય, તે પુસ્તક કે ચિત્રકર્મને કાય તરીકે સ્થાપવું તે સદ્ભાવસ્થાપનાકાય.) તથા સત્નો ભાવ ન હોવો તે અસદ્ભાવ અર્થાત્ અવાસ્તવિકસ્થાપના. (જેમ કે, અક્ષ, કોડી વિગેરેમાં કાયનો = શરીરનો આકાર નથી છતાં 30 તે અક્ષ વિગેરેને કાય તરીકે જે સ્થાપવું તે અસદ્ભાવસ્થાપનાકાય.) ૫૧૪૩૩॥
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy