________________
૨૮૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩)
आमुष्मिको ग्रहीतव्यः सम्यग्दर्शनादिरग्रहीतव्यो मिथ्यात्वादिरुपेक्षणीयो विपक्षाभ्युदयादिरिति, तस्मिन्नर्थे यतितव्यमेव इति-ऐहिकामुष्मिकफलप्राप्त्यार्थिना सत्त्वेन यतितव्यमेव, प्रवृत्त्यादिलक्षणः प्रयत्नः कार्य इत्यर्थः । इत्थं चैतदङ्गीकर्त्तव्यं, सम्यग्ज्ञाने वर्तमानस्य फलाविसंवाददर्शनात्, तथा
चान्यैरप्युक्तम्-"विज्ञप्तिः फलदा पुंसां, न क्रिया फलदा मता । मिथ्याज्ञानात् प्रवृत्तस्य, 5 फलासंवाददर्शनात् ॥१॥" तथाऽऽमुष्मिकफलप्राप्त्यर्थिनाऽपि ज्ञान एव यतितव्यं, तथाऽऽगमोऽप्येवमेव व्यवस्थितः, यत उक्तं-"पेंढमं णाणं ततो दया, एवं चिट्ठति सव्वसंजते । अण्णाणी किं काहिति किं वा णाहिति छेयपावयं ? ॥१॥" इतश्चैतदेवमङ्गीकर्तव्यं यस्मात् तीर्थकरगणधरैरगीतार्थानां केवलानां विहारक्रियाऽपि निषिद्धा, तथा चागम:-"गीतत्थो य विहारो बिदितो
गीतत्थमीसितो भणितो । एत्तो ततियविहारो णाणुण्णातो जिणवरेहिं ॥१॥" न यस्मादन्धेनान्धः 10 समाकृष्यमाणः सम्यक्पन्थानं प्रतिपद्यत इत्यभिप्रायः । एवं तावत् क्षायोपशमिकं ज्ञानमधिकृत्योक्तं,
क्षायिकमप्यङ्गीकृत्य विशिष्टफलसाधकत्वं तस्यैव विज्ञेयं, यस्मादहतोऽपि भवाम्भोधेस्तटस्थस्य दीक्षाप्रतिपन्नस्य उत्कृष्टतपश्चरणवतोऽपि न तावदपवर्गप्राप्तिः सञ्जायते यावज्जीवाद्यखिलवस्तु
આમુમ્બિક ઉપાદેય તરીકે સમ્યગ્દર્શન વિગેરે, હેય તરીકે મિથ્યાત્વ વિગેરે અને ઉપેક્ષણીય. તરીકે પોતાના શત્રુનો અભ્યદય વિગેરે જાણવા. આમ અજ્ઞાત નહીં પરંતુ જ્ઞાત એવા જ ઉપાદેય 15 વિગેરેમાં યત્ન કરવો જોઇએ. અને આ વાત આ પ્રમાણે જ સ્વીકારવી, કારણ કે સમ્યજ્ઞાનમાં
વર્તતાને જ ફલની એકાંતે પ્રાપ્તિ થતી દેખાય છે. તથા બીજાઓ પણ કહ્યું છે – “માણસોને જ્ઞાન જ ફલને આપનાર છે, પણ ક્રિયા ફલને આપનારી મનાઈ નથી, કારણ કે મિથ્યાજ્ઞાનથી પ્રવૃત્ત થયેલાને ફલની અપ્રાપ્તિ થતી દેખાય છે. ”
તથા આમુખિક ફળની પ્રાપ્તિના અર્થી એવાએ પણ જ્ઞાનમાં જ યત્ન કરવો જોઇએ. તથા આગમ 20 પણ જ્ઞાનમાં જ યત્ન કરવાનું કહે છે, કારણ કે કહ્યું જ છે – “પ્રથમ જ્ઞાન, પછી ક્રિયા. આ પ્રમાણે
સર્વ સાધુઓ રહે, કારણ કે અજ્ઞાની શું કરી શકવાનો છે? અથવા શું પાપ અને શું પુણ્ય એ અજ્ઞાની કેવી રીતે જાણી શકવાનો છે? I૧” (દશ. વૈ. - અ. ૪). “જ્ઞાન જ મહત્વનું છે –' એ વાત જ
સ્વીકારવા યોગ્ય છે, કારણ કે તીર્થકર–ગણધરોએ એકલા એવા અગીતાર્થોની વિહારક્રિયાનો પણ નિષેધ કરેલ છે. તે આગમવચન આ રહ્યું – “પ્રથમ ગીતાર્થનો વિહાર, બીજો ગીતાર્થમિશ્રિત વિહાર 25 અનુજ્ઞાત છે. આ બે સિવાય ત્રીજો વિહાર જિનેશ્વરોવડે અનુજ્ઞાત નથી. ” ભાવાર્થ એટલો જ
છે કે – એક આંધળો બીજો આંધળાને સમ્યગુ માર્ગ દેખાડી શકતો નથી. (માટે જ્ઞાન પ્રાપ્ત કરવામાં જ યત્ન કરવા યોગ્ય છે.) આ લાયોપથમિકજ્ઞાનને આશ્રયીને વાત કરી.
ક્ષાયિકજ્ઞાનને આશ્રયીને પણ જ્ઞાન જ વિશિષ્ટફળને સાધી આપનારું જાણવા યોગ્ય છે, કારણ કે ભવસમુદ્રના કિનારે આવેલા, દીક્ષાને પ્રાપ્ત કરી ચૂકેલા, ઉત્કૃષ્ટ એવા તપ અને ચારિત્રનું પાલન 30 કરનારા એવા પણ અરિહંતોને ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થતી નથી, જ્યાં સુધી જીવ–અજવાદિ સંપૂર્ણ .
५५. प्रथमं ज्ञानं ततो दया एवं तिष्ठति सर्वसंयतः । अज्ञानी किं करिष्यति किं वा ज्ञास्यति छेकं पापकं वा ॥१॥ गीतार्थश्च विहारो द्वितीयो गीतार्थनिश्रितो भणितः । इतस्तृतीयविहारो नानुज्ञातो जिनवरैः ॥१॥