SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ મારણાન્તિકી સંલેખનાના અતિચારો : ૨૨૩ कषायार्दीति संलेखना-तपोविशेषलक्षणा तस्याः जोषणं-सेवनं तस्याराधना-अखण्डकालस्य करणमित्यर्थः, चशब्दः समुच्चयार्थः । एत्थ सामायारी-आसेवितगिहिधम्मेण किल सावगेण पच्छा णिक्खमितव्वं, एवं सावगधम्मो उज्जमितो होति, ण सक्कति ताधे भत्तपच्चक्खाणकाले संथारगसमणेण होतव्वंति विभासा । आह उक्तम्-'अपश्चिमा मारणान्तिकी संलेखनाझोषणाऽऽराधना'ऽतिचाररहिता सम्यक् पालनीयेति वाक्यशेषः, अथ के पुनरस्या अतिचारा इति 5 तानुपदर्शयन्नाह-इमीए समणोवासएणं०' अस्या-अनन्तरोदितसंलेखनासेवनाराधनायाः श्रमणोपासकेनामी पञ्चातिचारा ज्ञातव्याः न समाचरितव्याः, तद्यथा-इहलोकाशंसाप्रयोगः, इहलोकोमनुष्यलोकस्तस्मिन्नाशंसा-अभिलाषस्तस्याः प्रयोग इति समासः श्रेष्ठी स्याममात्यो वेति, एवं 'परलोकाशंसाप्रयोगः' परलोके-देवलोके, एवं जीविताशंसाप्रयोगः, जीवितं-प्राणधारणं तत्राभिलाषप्रयोगः-यदि बहुकालं जीवेयमिति, इयं च वस्त्रमाल्यपुस्तकवाचनादिपूजादर्शनात् 10 बहुपरिवारदर्शनाच्च, लोकश्लाघाश्रवणाच्चैवं मन्यते-जीवितमेव श्रेयः प्रत्याख्याताशनस्यापि, પાતળા કરાય છે તે સંખના એટલે કે તાપવિશેષ. તેનું જે સેવન, તે સંલેખના સેવન. તેની જે આરાધના અર્થાત્ અંત સુધી અખંડપણે પાલન કરવું. ‘વ’ શબ્દ સમુચ્ચયાર્થમાં જાણવો. અહીં સામાચારી આ પ્રમાણે જાણવી – ગૃહસ્થધર્મનું (= અણુવ્રતો વિગેરેનું) પાલન જેણે કર્યું છે તેવા શ્રાવકે પછીથી દીક્ષા લેવી જોઇએ. આ રીતે તે દીક્ષા લે તો તેનો શ્રાવકધર્મ સફળ થયેલો ગણાય છે. 15 જો તે દીક્ષા લેવા સમર્થ ન હોંય તો છેલ્લે ભક્તપ્રત્યાખ્યાન વેળાએ સંથારો પાથરી મહાવ્રતોને ઉચ્ચારી સાધુ થવું જોઇએ... વિગેરે વર્ણન સમજી લેવું. - શંકા : પૂર્વે તમે કહ્યું કે છેલ્લી મારણાન્તિકી સંલેખનાઆસેવનની આરાધના સમ્ય રીતે અતિચારો વિના પાલવી જોઇએ. તો તે અતિચારો કયા છે? (આ શંકાના સમાધાનરૂપે) તે અતિચારોને જણાવતા કહે છે – હમણાં કહેવાયેલી સંખના સેવનારાધનાના આ પાંચ અતિચારો શ્રાવકે જાણવા, 20 પણ આચારવા નહીં. તે અતિચારો આ પ્રમાણે છે – (૧) ઈહલોકઆશંસાપ્રયોગ : ઇહલોક એટલે મનુષ્યલોક.. આ મનુષ્યલોકને વિશે જે આશંસા, તેનો પ્રયોગ તે ઇહલોકારશંસાપ્રયોગ, અર્થાત્ આ સંલેખના સેવનની આરાધનાના પ્રભાવે મનુષ્યલોકમાં હું શ્રેષ્ઠિ બનું કે મંત્રી બનું. આ જ પ્રમાણે (૨) પરલોકારશંસાપ્રયોગ : પરલોક એટલે દેવલોક. (પરલોકમાં હું આના પ્રભાવે ઋદ્ધિમાન દેવ બનું.) (૩) જીવિતાશંસાપ્રયોગ : જીવિત એટલે પ્રાણનું ધારણ કરવું. તેને વિશે જે ઇચ્છાનો પ્રયોગ 25 અર્થાતુ હું લાંબો કાળ જીવું. આવી ઇચ્છા શ્રાવકને પોતાને ભેટરૂપે મળતાં) વસ્ત્ર, માળા, પુસ્તકવાચના (એટલે કે પુસ્તકને આશ્રયીને વાચના આપવામાં પોતે સમર્થ હોય ત્યારે જે બીજાઓ વાચના આપે છે તેઓના માન-સન્માન) વિગેરે પૂજાના દર્શનથી, (ભક્ત વિગેરે) બહુપરિવારના દર્શનથી થાય છે. અને લોકોની પ્રશંસા સાંભળવાથી તે શ્રાવક આ પ્રમાણે માને છે કે –અશનનું પ્રત્યાખ્યાન (=અનશન) કરવા છતાં પણ મને જીવન જ કલ્યાણકારી છે પરંતુ મરણ નહીં અર્થાત્ મારું જીવન 30 ६. अत्र सामाचारी-आसेवितगृहिधर्मेण किल श्रावकेन पश्चान्निष्क्रान्तव्यं, एवं श्रावकधर्मो भवत्युद्यतः, न शक्नोति तदा भक्तप्रत्याख्यानकाले संस्तारश्रमणेन भवितव्यं, विभाषा ।
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy