SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિકવ્રતના અતિચારો ૨૦૭ पुनरेकस्यैव, पाठान्तरं वा, किं च-इतश्च सर्वशब्दं न प्रयुङ्क्ते, मा भूद्देशविरतेरप्यभाव इत्याह'सव्वंति भाणिऊणं' विरती खलु जस्स सव्विया णत्थि । सो सव्वविरयवाई चुक्कइ देसं च सव्वं च त्ति गाहा, सर्वमित्यभिधाय-सर्वं सावधं योगं परित्यजामीत्यभिधाय विरतिः खलु यस्य 'सर्वा' निरवशेषा नास्ति, अनुमतेनित्यप्रवृत्तत्वादिति भावना, स एवंभूतः सर्वविरतिवादी 'चुक्कइ'त्ति भ्रश्यति देशविरतिं सर्वविरतिं च प्रत्यक्षमृषावादित्वादित्यभिप्रायः । पर्याप्तं प्रसङ्गेन प्रकृतं प्रस्तुमः। 5 इदमपि च शिक्षापदव्रतमतिचाररहितमनपालनीयमित्यत आह-सामाइयस्स समणो' [गाहा ], सामायिकस्य श्रमणोपासकेनामी पञ्चातिचारा ज्ञातव्या न समाचरितव्याः, तद्यथा-मनोदुष्प्रणिधानं, प्रणिधानं-प्रयोगः दुष्टं प्रणिधानं दुष्प्रणिधानं मनसो दुष्प्रणिधानं मनोदुष्प्रणिधानं, कृतसामायिकस्य गृहसत्केतिकर्तव्यतासुकृतदुष्कृतपरिचिन्तनमिति, उक्तं च-“सामाइयं तु कातुं घरचिन्तां जो तु चिंतये सद्धो । अट्टवसट्टोवगतो निरत्थयं तस्स सामइयं ॥१॥" वाग्दुष्प्रणिधानं कृतसामायिकस्या- 10 અતિક્રમ = ઉલ્લંઘન થતાં પાંચે વ્રતોનો અતિક્રમ થાય છે. જ્યારે શ્રાવકને એક જ વ્રતનો અતિક્રમ થાય છે. અથવા (પૂર્વે શંકાકારે જે શંકા કરી કે શ્રાવક ત્રિવિધ–ત્રિવિધવડે સર્વસાવદ્યયોગોનું પ્રત્યાખ્યાન કેમ કરી શકતો નથી? તેના સમાધાનમાં ગ્રંથકારે ‘સિવવા વિધા Tહીં...' ગાથા કહી. આ ગાથાના બદલે આ શંકાના સમાધાન માટે પાઠાન્તર તરીકે બીજી ગાથા પણ મળે છે. તેથી જણાવે છે કે, અહીં પાઠાન્તર જાણવો. પોતાનામાં દેશવિરતિનો પણ અભાવ ન થાય તે માટે શ્રાવક ‘રેમિ ભંતે !' 15 સૂત્રમાં “સર્વસાવદ્યયો' એ પ્રમાણે સર્વશબ્દનો પ્રયોગ કરતો નથી. આ જ વાત કહે છે – “વ્યંતિ માળિ....” “સર્વસાવંઘયોગનો હું ત્યાગ કરું છું' એ પ્રમાણે કહીને જેને સર્વસાવદ્યયોગથી વિરતિ નથી એટલે કે સર્વસાવઘયોગોનો જેણે ત્યાગ કર્યો નથી, કારણ કે તેવા શ્રાવકની અનુમોદના તો હંમેશા છે જ. તેથી તેવા પ્રકારનો તે સર્વવિરતિવાદી શ્રાવક પ્રત્યક્ષમૃષાવાદી હોવાથી દેશવિરતિ અને સર્વવિરતિ બંનેથી ભ્રષ્ટ થાય છે. (ટૂંકમાં સર્વવિરતિ લીધી હોવાથી દેશવિરતિ તો છે જ નહીં અને 20 સર્વવિરતિ લીધા બાદ અનુમોદના રહેલી હોવાથી સર્વવિરતિ પણ રહેતી નથી. આમ બંનેથી તે ભ્રષ્ટ થાય છે.) વધુ પ્રાસંગિક ચર્ચાથી સર્યું. મૂળ વાત ઉપર આવીએ. શિક્ષાપદવ્રત પણ અતિચાર વિના પાલવાનું હોવાથી કહે છે – સામાફિયસ્ત સમળો.....' શ્રાવકે સામાયિકના આ પાંચ અતિચારો જાણવા પરંતુ આચરવા નહીં. (૧) મનોદુપ્રણિધાન : પ્રણિધાન એટલે પ્રયોગ (જેમ કે, મનનું પ્રણિધાન એટલે મનનો પ્રયોગ અર્થાત્ 25 મનનું ચિંતન, એ જ પ્રમાણે વચનપ્રણિધાન = વચનપ્રયોગ અર્થાત્ વચન ઉચ્ચારવું, વિગેરે.) દુષ્ટ = ખરાબ એવું પ્રણિધાન તે દુષ્મણિધાન, મનનું દુષ્મણિધાન તે મનોદુપ્પણિધાન, અર્થાત્ સામાયિક કરનારનું (સામાયિકમાં) ઘરસંબંધી પોતાની ફરજોનું, સુકૃતનું (= ફલાણું કામ થયું તે બહુ સારું થયું.), દુષ્કૃતનું (= ફલાણું થયું તે બહુ ખરાબ થયું.) ચિંતન. કહ્યું છે – “સામાયિક કરીને જે શ્રાવક ઘરની ચિંતા કરે છે. તે આર્તધ્યાનને પામે છે અને તેથી તેનું તે સામાયિક નિરર્થક થાય છે. ” 30 (૨) વચનદુપ્રણિધાન : સામાયિક કરનારનો અસભ્ય, નિષ્ફર અને સાવદ્ય એવો વચનપ્રયોગ ९३. सामायिकं तु कृत्वा गृहचिन्तां यस्तु चिन्तयेच्छ्रद्धः । आर्त्तवशार्त्तमुपगतो निरर्थकं तस्य सामायिकम् ॥१॥
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy