SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) भाउज्जाइया सवत्तिणी सासू य, एवं नाऊण दोसे वज्जेयव्वं । एते इहलोए दोसा, परलोए पुण णपुंसगत्तविरूवपियविप्पयोगादिदोसा भवन्ति, णियत्तस्स इहलोए परलोए य गुणा, इहलोए कच्छे कुलपुत्तगाणि सड्ढाणि, आणंदपूरे एगो य धिज्जातिओ दरिद्दो, सो, थूलेसरे उववासेण वरं मग्गति, को वरो ? चाउव्वेज्जभत्तस्स मोल्लं देहि, जा पुण्णं करेमि, तेण वाणमंतरेण भणितं5 कच्छे सावगाणि कुलपुत्ताणि भज्जपतियाणि, एयाणं भत्तं करेहि, ते महप्फलं होहिति, दोण्णि वारा भणितो गतो कच्छं, दिण्णं दाणं सावयाणं भत्तं दक्खिणं च, भणति-साहह किं तुज्झं तवचरणं जेण तुज्झे देवस्स पुज्जाणि ?, तेहिं भणितं-अम्हे बालभावे एगंतरगं मेथुणं મારા ભાઈ છે, (આ પણ સ્પષ્ટ જ છે.) વળી, તારી જે માતા છે તે (૯) મારી માતા છે, (૧૦) મારી ભાભી છે. (કારણ કે વેશ્યા સાથે અકૃત્ય કરવાને કારણે વેશ્યા સાધ્વીજીના પતિની = ભાઇની 10 પત્ની કહેવાય અને સાધ્વીજીની ભાભી કહેવાય.) (૧૧) તારી માતા મારી શૌક્ય છે. (૧૨) તારી માતા મારી સાસુ છે. (આ રીતે જુદા જુદા સંબંધો બતાવીને પતિને બોધ પમાડે છે. અને પતિ દીક્ષા લે છે.) આ પ્રમાણે મૈથુનથી અવિરતને આવા દોષો થાય છે એમ જાણીને મૈથુનની અવિરતિને છોડવી જોઇએ (અર્થાત્ ચોથું અણુવ્રત ગ્રહણ કરવું જોઇએ.) આ આલોકસંબંધી દોષો કહ્યા. પરલોકમાં નપુંસકપણું, કુરૂપ, પ્રિયનો વિપ્રયોગ વિગેરે દોષો થાય છે. 15 મૈથુનથી અટકેલા જીવને આલોક અને પરલોકમાં ગુણોની પ્રાપ્તિ થાય છે. આલોકનું ઉદાહરણ – કચ્છદેશમાં પતિ-પત્નિરૂપ કુલપુત્રો (= વંશનું રક્ષણ કરનારા) શ્રાવક બન્યા. આનંદપુરનગરમાં એક બ્રાહ્મણ ગરીબ હતો. તે ઘૂલેશ્વરનામના વાણવ્યંતરદેવની ઉપવાસથી આરાધના કરી તેમની પાસે વરદાન માંગે છે. વાણવ્યંતર પ્રસન્ન થઈને કહે છે – “બોલ, તને કયું વરદાન આપું?” તેણે કહ્યું – “હું ચતુર્વેદધારણ કરનારા બ્રાહ્મણને ભોજન કરાવી શકું એટલે મને ધન આપો. જેથી હું પુણ્ય 20 બાંધી શકું.” વાણવ્યંતરે કહ્યું – “કચ્છદેશમાં પતિ-પત્નિરૂપ કુલપુત્રો છે જે શ્રાવક છે તેઓને તું ભોજન કરાવ જેથી તને મહાન ફળ પ્રાપ્ત થશે.” આ પ્રમાણે બે વાર બોલ્યા બાદ તે બ્રાહ્મણ કચ્છદેશમાં જાય છે. અને ત્યાં તે બંને શ્રાવકોને ભોજન કરાવે છે અને દક્ષિણા આપે છે. ત્યાર બાદ બ્રાહ્મણ તેઓને પૂછે છે કે – “તમે કહો કે તમારું એવું કયું તપ–ચારિત્ર છે? કે જેથી તમે દેવને પૂજય છો.” તેઓએ 25 કહ્યું – “અમે બંને જણાએ બાળપણમાં એકાન્તરે મૈથુનનું પચ્ચખ્ખાણ કર્યું હતું. ત્યાર પછી કેટલાક ७१. भ्रातृजाया श्वश्रूः सपत्नी च, एवं ज्ञात्वा दोषान् वर्जयितव्यं । एते इहलोके दोषाः परलोके पुनर्नपुंसकत्वविरूपत्वप्रियविप्रयोगादयो दोषा भवन्ति, निवृत्तस्येहलोके परलोके च गुणाः, इहलोके कच्छे कुलपुत्रौ श्राद्धौ, आनन्दपुरे एकश्च धिग्जातीयो दरिद्रः, स स्थूलेश्वरं (व्यन्तरं ) उपवासेनाराध्य वरं मार्गयति को वरः ? चातुर्वैद्यभक्तस्य मूल्यं देहि यतः पुण्यं करोमि, तेन व्यन्तरेण कथितं-कच्छे श्रावको कुलपुत्रौ 30 भार्यापती, एताभ्यां भक्तं देहि, तव महत्फलं भविष्यति, द्विर्भणितो गतः कच्छं, दत्तं दानं श्रावकाभ्यां भक्तं दक्षिणां च, भणति-कथयत किं युवयोस्तपश्चरणं येन युवां देवस्यापि पूज्यौ ?, ताभ्यां भणितं-आवाभ्यां बाल्ये एकान्तरितं मैथुनं
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy