SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પર પાખંડપ્રશંસા ઉપર ચાણક્યની કથા ૧૬૩ अज्ञानिकवादिमतं नव जीवादीन् सदादिसप्तविधान् । भावोत्पत्तिं सदसद्वैतावाच्यां च को वेत्ति ? ||३|| वैनयिकमतं विनयश्चेतोवाक्कायदानतः कार्यः । सुरनृपतियतिज्ञातिस्थविराधम/मातृपितृषु सदा ।।४।।”इत्यलं प्रसङ्गेन प्रकृतं प्रस्तुमः, एतेषां प्रशंसा न कार्या- पुण्यभाज एते सुलब्धमेभिर्जन्मेत्यादिलक्षणा, एतेषां मिथ्यादृष्टित्वादिति । अत्र चोदाहरणं - पौडलिपुत्ते चाणक्को, चंदगुत्तेणं भिक्खुगाणं वित्ती हरिता, ते तस्स धम्मं कहेंति, राया तूसति चाणक्कं पलोएति, ण य पसंसतित्ति 5 ण देति, तेहिं चाणक्क भज्जा ओलग्गिता, ताए सो करणिं गाहितो, तेहिं कथिते भणितं - सुभासियंति, रण्णा तं अण्णं च दिण्णं, बिदियदिवसे चाणक्को भणति - कीस ते दिन्नं ?, या भाइ - तुज्झेहिं पसंसितं, सो भणइ - ण मे पसंसितं, सव्वारंभपवित्ता कहं लोगं पत्तियावितित्ति !, पच्छाठितो, केत्तिया एरिसा तम्हा ण कायव्वा । परपाषण्डैः - अनन्तरोक्तस्वरूपैः सह संस्तवः ભેદો છે. તેઓના મતે સ્વ–પરસ્વરૂપથી રહેલા એવા આત્મા વિગેરે પદાર્થો નથી. ।। ૨। અાનિકોના 10 મતે સત્ વિગેરે સાત પ્રકારના જીવાદિ નવ પદાર્થોને અને સત્, અસત્, દ્વૈત = સત્—અરાત્, અને અવાચ્ય એમ ચાર પ્રકારની ભાવોની ઉત્પત્તિને કોણ જાણે છે ? ।।૩। દેવ, રાજા, સાધુ, જ્ઞાતિ, વૃદ્ધ, અધમ, માતા અને પિતાને વિશે મન, વચન, કાયા અને દાનથી હંમેશા વિનય કરવો એ વૈનયિકોનો મત છે. ।।૪। પ્રસંગથી સર્યું. મૂળવાત ઉપર આવીએ. આ ૩૬૩ પરપાખંડોની પ્રશંસા કરવી નહીં, અર્થાત્ આ લોકો 15 પુણ્યશાળી છે, આ લોકોએ જન્મ સફળ કર્યો છે વિગેરેરૂપ પ્રશંસા કરવી નહીં, કારણ કે આ લોકો મિથ્યાદષ્ટિ છે. અહીં ઉદાહરણ આ પ્રમાણે જાણવું – પાટલિપુત્રમાં ચાણક્ય છે. ચંદ્રગુપ્તે ભિક્ષુઓની = બૌદ્ધોની આજીવિકા હરી લીધી. તેથી તેઓ ચંદ્રગુપ્તને ધર્મ સંભળાવે છે. રાજા ખુશ થાય છે અને ચાણક્યની સામે જુએ છે. ચાણક્ય તે બૌદ્ધોની પ્રશંસા કરતો નથી તેથી રાજા તેઓને કંઇ દાન પણ આપતો નથી. બૌદ્ધભિક્ષુઓ ચાણક્યની પત્નીની સેવા કરવા લાગ્યા. તેથી તેણીએ ચાણક્ય પાસે 20 પ્રશંસા માટેની પ્રતિજ્ઞા કરાવી. ત્યાર બાદ બૌદ્ધોએ રાજાને ધર્મ કહ્યો. ત્યારે ચાણ ક્યે તેઓની પ્રશંસા કરતા કહ્યું કે – “બહું સુંદર ધર્મ કહ્યો.” એટલે રાજાએ બૌદ્ધોને આજીવિકા અને તે સિવાય બીજું પણ દાનમાં આપ્યું. બીજા દિવસે ચાણક્યે રાજાને કહ્યું – “કેમ તમે તેઓને દાન આપ્યું ?’” રાજાએ કહ્યું – “તમે તેઓની પ્રશંસા કરી માટે.” ચાણક્યે કહ્યું – “મેં તેઓની પ્રશંસા નહોતી કરી. મેં તો ફક્ત એટલું જ કહ્યું હતું કે સર્વ 25 આરંભોમાં પ્રવૃત્ત એવા આ લોકો કેવી રીતે લોકને પોતાના વિશ્વાસમાં લે. છે ! (ઠગે છે ઇત્યર્થઃ)'' પછીથી રાજા અટક્યો આવા કેટલા હોય. તેથી તેઓની પ્રશંસા કરવી નહીં. ५२. पाटलिपुत्रे चाणक्यः, चन्द्रगुप्तेन भिक्षुकाणां वृत्तिर्हता, ते तस्मै धर्मं कथयन्ति राजा तुष्यति, चाणक्यं प्रलोकयति, तान् न प्रशंसतीति न ददाति, तैश्चाणक्यभार्या सेवितुमारब्धा, तया स करणिं ग्राहितः, तैः कथिते भणितं - सुभाषितमिति, राज्ञा तदन्यच्च दत्तं द्वितीयदिवसे चाणक्यो भणति कथं त्वया दत्तं ?, 30 राजा भणति - युष्माभिः प्रशंसितं, स भणति न मया प्रशंसितं सर्वारम्भप्रवृत्ताः कथं लोकं प्रत्याययन्ति ! पश्चात् स्थितः कियन्त ईदृशास्तस्मान्न कर्त्तव्या ।
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy