________________
શંકા અને વિચિકિત્સા વચ્ચે ભેદ * ૧૫૩ युक्त्यागमोपपन्नेऽप्यर्थे फलं प्रति सम्मोहः, किमस्य महतस्तपः क्लेशायासस्य सिकताकणकवलनादेरायत्यां मम फलसम्पद् भविष्यति किं वा नेति, उभयथेह क्रियाः फलवत्यो निष्फलाश्च दृश्यन्ते कृषीवलानां न चेयं शङ्कातो न भिद्यते इत्याशङ्कनीयं, शङ्का हि सकलासकलपदार्थभाक्त्वेन द्रव्यगुणविषया इयं तु क्रियाविषयैव, तत्त्वतस्तु सर्व एते प्रायो मिथ्यात्वमोहनीयोदयतो भवन्तो जीवपरिणामविशेषाः सम्यक्त्वातिचारा उच्यन्ते, न सूक्ष्मेक्षिकाऽत्र कार्येति, इयमपि न कार्या, 5 यतः सर्वज्ञोक्तकुशलानुष्ठानाद् भवत्येव फलप्राप्तिरिति, अत्र चोदाहरणं - सावगो नंदीसरवरगमणं दिव्वगंधाणं देवसंघसेणमित्तस्स पुच्छणं विज्जाए य दाणं साहणं मसाणे चउप्पायं सिक्कगं, हेट्ठा इंगाला खादिरो य सूलो, अट्ठसयं वारा परिजवित्ता पाओ सिक्कगस्स छिज्जइ, एवं बितिओ तइओ વિરેચન વિગેરે કર્યાં. જેથી તે (બચી ગયો અને) ભોગોને ભોગવનારો થયો. જ્યારે રાજા નાશ પામ્યો. (જેમ રાજાએ ખાદ્યપદાર્થોની કાંક્ષા=ઇચ્છા કરી એટલે નાશ પામ્યો તેમ મોક્ષ સિવાય અન્યત્ર 10 કાંક્ષા કરવી નહીં.) ચિકિત્સા એટલે મતિનો વિભ્રમ, અર્થાત્ યુક્તિ અને આગમથી પદાર્થ ઘટતો હોવા છતાં ફળ પ્રત્યે સંમોહ. જેમ કે, શું આ મોટા તપરૂપ પીડાના પરિશ્રમરૂપ રેતીના કણિયા (સમાન નિઃસ્વાદ) ભક્ષણ વિગેરેથી ભવિષ્યમાં મને ફળસંપત્તિ પ્રાપ્ત થશે કે નહીં ? કારણ કે અહીં ખેડૂતોની ખેતીરૂપ ક્રિયા ફળવાળી અને નિષ્ફળ બંને રૂપે દેખાય છે. (આ પ્રમાણેના ફળ પ્રત્યેના મતિસંમોહને વિચિકિત્સા કહેવાય છે.)
તથા આ વિચિકિત્સાનો શંકાથી કોઇ ભેદ નથી (એટલે શંકા અને વિચિકિત્સા બંને એક જ છે) એવી શંકા કરવાની જરૂર નથી. કારણ કે શંકા સંપૂર્ણ – અસંપૂર્ણ પદાર્થસંબંધી થવાથી દ્રવ્ય અને ગુણવિષયક છે. (જેમ કે, દ્રવ્યસંબંધી—આત્મા છે કે નહીં ? વિગેરે. ગુણસંબંધી—આત્મા નિત્ય છે કે અનિત્ય છે ? વિગેરે.) જ્યારે વિચિકિત્સા ક્રિયાવિષયક જ છે. (અર્થાત્ હું જે ક્રિયાઓ કરું છું તેનું ફળ મને મળશે કે નહીં ? જો કે આ રીતે બંનેમાં ઘણો તફાવત છે. છતાં) વસ્તુતઃ તો આ શંકા— 20 કાંક્ષા વિગેરે બધા મિથ્યાત્વમોહનીયના ઉદયથી થતાં જીવના પરિણામ—વિશેષો જ સમ્યક્ત્વના અતિચારરૂપ કહેવાય છે. (અર્થાત્ આ બધા જીવના પરિણામવિશેષ જ છે.) તેથી આ વિષયમાં બહુ સૂક્ષ્મ દૃષ્ટિ રાખવી નહીં. આ વિચિકિત્સા પણ કરવી નહીં, કારણ કે સર્વજ્ઞવડે કહેવાયેલા કુશલ અનુષ્ઠાનથી ફલપ્રાપ્તિ થાય જ છે.
અહીં ઉદાહરણ આ પ્રમાણે જાણવું – એક શ્રાવક નંદીશ્વરદ્વીપમાં (યાત્રા માટે) નીકળ્યો. તે 25 સમયે દેવસંઘસેનનામના મિત્રે દિવ્ય ગંધવાળા દ્રવ્યો મેળવવાના ઉપાયની તેને પૃચ્છા કરી. શ્રાવકે આકાશગામિની વિદ્યા તેને આપી. અને કહ્યું કે આ વિદ્યા સ્મશાનમાં સિદ્ધ કરવી. તે માટે ચારપાયાવાળું એક શીકું લેવું. તેને ખદિરવૃક્ષમાંથી બનાવેલી શૈલીથી અદ્ધર લટકાવવું. તેમાં તારે બેસવું. નીચે બળતા અંગારા રાખવા. પછી ૧૦૮ વાર વિદ્યાનો જાપ કરીને તે શીકાનો એક પાયો ४७. श्रावको नन्दीश्वरवरगमनं दिव्यगन्धानां देवसंघसेनमित्रस्य पृच्छा विद्याया च दानं साधनं श्मशाने 30 चतुष्पादं सिक्ककमधस्ताद् अङ्गाराः खादिरश्च स्तम्भः अष्टशतं वारान् परिजप्य पादः सिक्ककस्य छेद्यते एवं द्वितीयः तृतीयः
15