________________
શ્રાવકના બત્રીસ ભેદો * ૧૨૯ द्विविधमेकविधेन, 'एक्कविहं चेव तिविहेणं ति एकविधं चैव त्रिविधेनेति गाथार्थः ॥ १५६१॥ 'एगंविहं दुविहेणं 'ति एकविधं द्विविधेन 'एक्क्कविहेण छट्टओ होइ' एकविधमेकविधेन षष्ठो भव भेदः, 'उत्तरगुण सत्तमओ 'त्ति प्रतिपन्नोत्तरगुणः सप्तमः, इह च सम्पूर्णासम्पूर्णोत्तरगुणभेदमनादृत्य सामान्येनैक एव भेदो विवक्षितः, 'अविरयओ चेव अट्ठमओ 'त्ति अविरतश्चैवाष्टम इति अविरतसम्यग्दृष्टिरिति गाथार्थः ॥ १५६२ ॥ इत्थमेते अष्टौ भेदाः प्रदर्शिताः, एत एव विभज्यमाना द्वात्रिंशद् 5 भवन्ति, कथमित्यत आह-' पणग 'त्ति पञ्चाणुव्रतानि समुदितान्येव गृह्णाति कश्चित्, तत्रोक्तलक्षणाः षड् भेदा भवन्ति, 'चउकं च 'त्ति तथाऽणुव्रतचतुष्टयं गृह्णात्यपरस्तत्रापि षडेव, 'तिगन्ति एवमणुव्रतत्रयं गृह्णात्यन्यस्तत्रापि षडेव, 'दुगं च 'त्ति इत्थमणुव्रतद्वयं गृह्णाति, तत्रापि षडेव, 'एक्कं वत्ति तथाऽन्य एकमेवाणुव्रतं गृह्णाति, तत्रापि षडेव, 'गिण्हइ वयाई ति इत्थमनेकधा गृह्णाति व्रतानि, विचित्रत्वात् श्रावकधर्मस्य, एवमेते पञ्च षट्कास्त्रिंशद् भवन्ति, प्रतिपन्नोत्तरगुणेन सहैकत्रिंशत्, 10
(૩) દ્વિવિધ–એકવિધવડે અર્થાત્ મનથી કરીશ નહીં, કરાવીશ નહીં. વચનથી કરીશ નહીં, કરાવીશ નહીં. કાયાથી કરીશ નહીં, કરાવીશ નહીં. (અહીં પણ ગૌણ–મુખ્યભાવ પૂર્વની જેમ જાણવો. અનુમતિ બધા જ વિકલ્પોમાં રહેશે.) (૪) એકવિધ—ત્રિવિધવડે અર્થાત્ મન–વચન— કાયાથી કરીશ નહીં. અથવા મન—વચન—કાયાથી કરાવીશ નહીં. ||૧૫૬૧||
(૫) એકવિધ—દ્વિવિધવડે અર્થાત્ મન–વચનથી કરીશ નહીં, મન—કાયાથી કરીશ નહીં, વચન– 15 કાયાથી કરીશ નહીં. આ જ પ્રમાણેના બીજા ત્રણ વિકલ્પો ‘કરાવીશ નહીં' રૂપ કારાપણમાં સમજી લેવા. (૬) એકવિધ–એકવિધવડે છઠ્ઠો ભાંગો જાણવો. અર્થાત્ મનથી કરીશ નહીં, વચનથી કરીશ નહીં, કાયાથી કરીશ નહીં. આ જ પ્રમાણે અન્ય ત્રણ વિકલ્પો કારાપણમાં સમજવા. (આ છ વિકલ્પોમાં જ બધા શ્રાવકોના બધા જ પચ્ચક્ખાણોનો સમાવેશ થઇ જાય છે. આ છ મૂલભાંગા થયા. આ બધાના પેટા-વિકલ્પોની બધી મળીને સંખ્યા એકવીશ જાણવી. આ છ મૂલભાંગાને આશ્રયીને છ 20 પ્રકારના શ્રાવકો થયા.)
(૭) સાતમો શ્રાવક તે છે કે જેણે ઉત્તરગુણો = ગુણવ્રત અને શિક્ષાવ્રતો સ્વીકારેલા છે. અહીં બધા કે અમુક ઉત્તરગુણોના ભેદોની વિવક્ષા કરવાને બદલે સામાન્યથી એક જ ભેદની વિવક્ષા કરી છે. (૮) જેણે એક પણ અભિગ્રહ ધારણ કર્યો નથી. એવા (કૃષ્ણ વિગેરે) અવિરતસમ્યગ્દષ્ટિનો આઠમો ભેદ જાણવો. ।।૧૫૬૨
25
આ પ્રમાણે આઠ ભેદો બતાવ્યા. આ આઠ ભેદોમાં જ વધારે વિભાગો પાડતા બત્રીસ થાય છે. કેવી રીતે ? તે કહે છે – કોઇક શ્રાવક એક સાથે પાંચ અણુવ્રતો ગ્રહણ કરે. તેમાં પૂર્વે કહેલા દ્વિવિધ— ત્રિવિધ વિગેરે છ મૂલભાંગા થાય છે. કોઇક ચાર અણુવ્રતો ગ્રહણ કરે તેમાં પણ છ થાય. એ જ પ્રમાણે કોઇ ત્રણ અણુવ્રતો સ્વીકારે તેમાં પણ છ ભેદો પડે. આ જ પ્રમાણે કોઇ બે અણુવ્રતો ગ્રહણ કરે અથવા કોઇ એક અણુવ્રત ગ્રહણ કરે દરેકમાં છ–છ ભેદ પડે. આ પ્રમાણે અનેક રીતે વ્રતો ગ્રહણ 30 કરે કારણ કે શ્રાવકધર્મ વિચિત્ર છે. (= અનેક પ્રકારનો છે.) આમ, આ પાંચ અણુવ્રતોને આશ્રયીને દ૨ેકના છ ભેદ પડતા હોવાથી ત્રીસ ભેદો થાય છે.