SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ નૈિJથ્ય પ્રવચનના ગુણો (પHo.... સૂત્ર) ૨ ૩ - 'इदमेवे 'ति सामायिकादि प्रत्याख्यानपर्यन्तं द्वादशाङ्गं वा गणिपिटकं, निम्रन्थाः-बाह्याभ्यन्तरग्रन्थनिर्गताः साधवः निर्ग्रन्थानामिदं नैर्ग्रन्थ्यं 'प्रावचन मिति प्रकर्षणाभिविधिनोच्यन्ते जीवादयो यस्मिन् तत्प्रावचनम्, इदमेव नैर्ग्रन्थ्यं प्रावचनं किमत आह-सतां हितं सत्यं, सन्तो-मुनयो गुणाः पदार्था वा सद्भूतं वा सत्यमिति, नयदर्शनमपि स्वविषये सत्यं भवत्यत आह–'अणुत्तरं 'ति नास्योत्तरं विद्यत इत्यनुत्तरं, यथावस्थितसमस्तवस्तुप्रतिपादकत्वात् उत्तममित्यर्थः, यदि नामेदमीत्थ- 5 म्भूतमन्यदप्येवम्भूतं भविष्यतीत्यत आह-'केवलियं' केवलमद्वितीयं नापरमित्थंभूतमित्यर्थः यदि नामेदमित्थभूतं तथाप्यन्यस्याप्यसंभवादपवर्गप्रापकैर्गुणैः प्रतिपूर्णं न भविष्यतीत्यत आह-'पडिपुन्नं 'ति प्रतिपूर्णमपवर्गप्रापकैर्गुणै तमित्यर्थः, भृतमपि कदाचिदात्मभरितया न तन्नयनशीलं भविष्यतीत्यत ટીકાર્ય : આ સામાયિકાધ્યયનથી લઈને પ્રત્યાખ્યાન સુધીનું ષડાવશ્યકરૂપ) પ્રવચન અથવા બાર અંગરૂપ ગણિપિટક (અહીં ગણિ = આચાર્ય, પેટી જેમ સર્વ રત્નોનો આધાર હોય તેમ સર્વ 10 અર્ણોરૂપ રત્નોનો આધાર દ્વાદશાંગી હોવાથી દ્વાદશાંગીને પેટીની ઉપમા આપી છે. તેથી આચાર્યની પેટી તે ગણિપિટક એટલે કે દ્વાદશાંગી. આ પ્રવચન અથવા ગણિપિટક સર્વ દુઃખોનો અંત કરનાર છે એમ, સૂત્રના અંતે રહેલ શબ્દો સાથે અન્વય જોડવો. આ પ્રવચન કેવું છે? તે કહે છે –). નિર્ગથ એટલે બાહ્ય-અત્યંતર પરિગ્રહથી રહિત સાધુઓ. આ પ્રવચન નિગ્રંથોનું છે માટે તે ર્નિગ્રંથ્ય કહેવાય છે. પ્રાવચન - પ્રકર્ષથી અભિવિધિવડે જેમાં જીવાદિ પદાર્થો કહેવાય છે તે પ્રવચન. 15 આ જ નૈર્ગથ્ય પ્રાવચન શું છે? તે કહે છે – આ પ્રવચન સત્ય = હિતકર છે. સને જે હિતકર છે તે સત્ય. સત્ તરીકે મુનિઓ, ગુણો અથવા પદાર્થો જાણવા. (દ્વાદશાંગી મુનિઓ માટે હિતકર છે એ તો સ્પષ્ટ છે જ. એ જ રીતે ગુણો અથવા પદાર્થોનું યથાવસ્થિત નિરૂપણ કરેલ હોવાથી તે પ્રવચન ગુણ–પદાર્થો માટે હિતકર છે.) અથવા સંભૂત હોવાથી આ પ્રવચન સત્ય છે. જો કે જુદા જુદા નયરૂપ દર્શનો = મતો પણ પોત-પોતાના વિષયમાં સત્ય છે અને અન્ય-અન્યના વિષયમાં અસત્ય 20 • છે. તેથી સત્ય તરીકે આવા નમતોનો સમાવેશ કોઈ ન કરે તે) માટે કહે છે – “અનુત્તર' – જેના પછી કોઈ નથી તે અનુત્તર, અર્થાત્ આ પ્રવચન સમસ્ત વસ્તુઓનું યથાવસ્થિત પ્રતિપાદન કરતું હોવાથી ઉત્તમ છે. શંકા : જો આ દર્શન આવું હોય તો બીજા દર્શનો પણ યથાવસ્થિત વસ્તુના પ્રતિપાદક હશે જ ને? આવી શંકાનો નિરાસ કરવા કહે છે – “ર્વત્રિય' – આ પ્રવચન કેવલ છે = અદ્વિતીય છે. તેના જેવું બીજું કોઈ નથી. 25 શંકા : ભલે આ પ્રવચન ઉત્તમ છે અને ઉત્તમ એવા અન્યનો અસંભવ છે. છતાં પણ આ પ્રવચન મોક્ષપ્રાપક એવા ગુણોથી પરિપૂર્ણ ન હોય તો ? આવી શંકાને દૂર કરવા કહે છે – પ્રતિપૂર્ણ' – મોક્ષપ્રાપક એવા ગુણોથી આ પ્રવચન ભરેલું છે. અર્થાત્ આ પ્રવચનને પામીને જીવ પોતાનામાં મોક્ષપ્રાપક ગુણોનું પ્રગટીકરણ કરતો હોવાથી તે ગુણોનું કારણ પ્રવચન છે. તેથી આવા ગુણોથી પ્રવચન ભરેલું છે એમ કહ્યું છે.) શંકા ગુણોથી પૂર્ણ હોવા છતાં પણ આત્મભરી હોય તો 30 મોક્ષમાં લઇ જઇ શકે નહીં. ( અર્થાત્ પ્રવચનને ધારણ કરનાર જીવ પોતે તે ગુણોથી મોક્ષ પામે, બીજાને ન પમાડે.) આવી શંકાને દૂર કરવા કહે છે –
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy