SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ યથાશક્તિ કાયો. ન કરનારને દોષો (ભા. ૨૩૭–૩૮) છે૧૦૫ 'जड्डो' जडः; स्वहितपरिज्ञानशून्यत्वात्, तथा चात्महितमेव सम्यक्कायोत्सर्गकरणं स्वकर्मक्षयफलत्वादिति गाथार्थः ॥२३७॥अधुना दृष्टान्तमेव विवृण्वन्नाह-'समभूमेवि अइभरो'गाहा व्याख्यासमभूमावपि अतिभरःविषमवाहित्वात् 'उज्जाणे किमुत कूडवाहिस्स'ऊर्ध्वं यानमस्मिन्नित्युद्यानम्उदकं तस्मिन्नुद्याने किमुत ?, सुतरामित्यर्थः, कस्य ?-कूटवाहिनो-बलीवर्दस्य, तस्य च दोषद्वयं कथमित्याह-'अतिभारेणं भज्जति तुत्तयघाएहि य मरालो' त्ति अतिभारेण भज्यते यतो विषमवाहिन 5 एवातिभारो भवति, तुत्तयघातैश्च विषमवाह्येव पीड्यते, तुत्तगो-पाइणगो मरालो-गलिरिति गाथार्थः ॥२३८॥ साम्प्रतं दार्टान्तिकयोजनां कुर्वन्नाह-एमेव बलसमग्गो' गाहा व्याख्याइयमन्यकर्तृकी सोपयोगा च व्याख्यायते, ‘एमेव' मरालबलीवर्दवत् बलसमग्रः सन् यो न करोति मायया कारणेन सम्यक् सामर्थ्यानुरूपं कायोत्सर्ग स मूढः मायाप्रत्ययं कर्म प्राप्नोति नियमत एव, तथा कायोत्सर्गक्लेशं च निष्फलं प्राप्नोति, तथाहि-निर्मायस्यापेक्षारहितस्य स्वशक्त्यनुरूपं 10 च कुर्वत एव सर्वमनुष्ठानं सफलं भवतीति गाथार्थः ॥ अधुना मायावतो दोषानुपदर्शयन्नाह'मायाए उस्सग्गं गाहा, मायया कायोत्सर्ग शेषं च तपः-अनशनादि अकुर्वतः 'सहिष्णोः'समर्थस्य कश्च तस्मादन्योऽनुभविष्यति ?, किं-स्वकर्मशेषमनिर्जरितं, शेषता चास्य सम्यक्त्वप्राप्त्योत्कृष्टજાણવો, કારણ કે તે પોતાના હિતના જ્ઞાન વિનાનો છે. તે આ પ્રમાણે કે – સમ્યગ્રીતે કાયોત્સર્ગ કરવો તે પોતાના કર્મક્ષયરૂપ ફળવાળો હોવાથી આત્મહિતકર છે. અને આ સાધુ પોતાની શક્તિ 15 પ્રમાણેનો આત્મહિતકર એવો કાયોત્સર્ગ કરતો ન હોવાથી હિતકર એવા જ્ઞાન વિનાનો છે અને માટે જડ છે.) I ભા.-૨૩૭ II ' હવે દષ્ટાન્તનું જ વિવરણ કરતા કહે છે – સીધો નહીં ચાલતો હોવાથી જેને અતિભાર લાગે છે તેવો ગળિયો બળદ સમાન ભૂમિભાગમાં પણ જો હેરાન થતો હોય તો ઊંચા ચડાણમાં તેનું શું થાય? અર્થાત્ સુતરામૂ હેરાન થાય છે. જેને વિશે વાહન ઊર્ધ્વ થતું હોય તે ઉદ્યાન, એટલે કે ઊંચું ચડાણ. આવા 20 બળદને બે દોષ થાય છે. કેવી રીતે? તે કહે છે –તે ગળિયો બળદ (પોતાનું સામર્થ્ય હોવા છતાં સરખી રીતે ચાલતો ન હોવાથી) અતિભારને કારણે શરીરથી તૂટે છે, કારણ કે સીધા નહીં ચાલનારને વધુ ભાર લાગે છે. અને સીધો નહીં ચાલનારો જ ચાબૂકોના મારથી વધુ માર ખાય છે. || ભા. ૨૩૮ છે. ' હવે દાન્તિકયોજનાને કરતા કહે છે – “વ વત્સસમજો...' આ ગાથા અન્યકર્તાની છે, પણ ઉપયોગી હોવાથી વ્યાખ્યાન કરાય છે. ગળિયા બળદની જેમ બળયુક્ત એવો જે સાધુ માયાથી 25 . સામર્થ્ય પ્રમાણેનો કાયોત્સર્ગ કરતો નથી તે મૂઢ સાધુ નિયમથી માયાથી ઉત્પન્ન થયેલા કર્મોથી લેપાય છે અને નકામા કાયોત્સર્ગના ક્લેશને પામે છે. (અર્થાત્ તે જે કાયોત્સર્ગ કરે છે તે પણ નિષ્ફળ જાય છે.) આ પ્રમાણે માયા વિના આલોક–પરલોકની આશંસાથી રહિત થઈને પોતાની શક્તિ પ્રમાણે અનુષ્ઠાન કરનારાનાં જ બધા અનુષ્ઠાનો સફળ થાય છે. | પ્રક્ષિપ્તગાથા || હવે માયાવાળાના દોષોને જણાવતા કહે છે – સમર્થ હોવા છતાં માયાથી કાયોત્સર્ગ અને શેષ 30 અનશન વિગેરે તપને જે કરતો નથી તેના સિવાય વળી બીજો કોણ નહીં નિર્જરા કરાયેલા પોતાના કર્મશેષને અનુભવશે. (આશય એ છે કે કાયોત્સર્ગ, તપ વિગેરેથી જે શેષ કર્યો છે તે નિર્જરા થઈ
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy