SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ 5 ૩૮૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) आघोसिए बहूहिं सुयंमि सेसेसु निवडए दंडो। अह तं बहूहिं न सुयं दंडिज्जइ गंडओ ताहे ॥१३७५॥ व्याख्या-जहा लोए गामादिगंडगेण आघोसिए बहूहिं सुए थोवेहिं असुए गामादिचिंता अकरेंतेसु दंडो भवति, बहूहिं असुए गंडगस्स दंडो भवति, तहा इहंपि उवसंहारेयव्वं ॥१३७५॥ ततो दंडधरे निग्गए कालंग्गही उद्वेइत्ति गाथार्थः, सो य इमेरिसो पियधम्मो दढधम्मो संविग्गो चेव वज्जभीरू य । खेअण्णो य अभीरू कालं पडिलेहए साहू ॥१३७६॥ व्याख्या-पियधम्मो दढधम्मो य, एत्थ चउभंगो, तत्थिमो पढमभंगो, निच्चं संसारभउव्विग्गचित्तो संविग्गो, वज्जं-पावं तस्स भीरू-जहा तं न भवति तहा जयइ, एत्थ कालविहीजाणगो 10 खेदण्णो, सत्तवंतो अभीरू । एरिसो साहू कालपडिलेहओ, प्रतिजागरकश्च-ग्राहकश्चेति ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ : જેમ લોકમાં ગામ વિગેરેના ગંડકવડે (=ગામ વિગેરેમાં ચારે બાજુ સમાચાર પહોંચાડનાર પુરુષવડે) કોઈક કાર્ય માટેની જાહેરાત થઈ. તે જાહેરાત ઘણાઓએ સાંભળી, થોડાકોએ સાંભળી નહીં. ન સાંભળવાના કારણે જેઓએ ગામાદિની ચિંતા ન કરી તેઓને દંડ થાય છે. 15 હવે જો ઘણાએ ન સાંભળી અને થોડાકોએ સાંભળી હોય તો ગંડકને દંડ થાય છે. તે જ રીતે અહીં પણ ઉપસંહાર કરવો. (અર્થાત્ દંડધારીએ આવીને બધા સાધુઓને કહ્યું કે – “કાલગ્રહણ લેવાનો સમય થઈ ગયો છે તેથી તમે બધા ગર્જના વિગેરે થાય છે કે નહીં? તે જાણવા ઉપયુક્ત થાઓ.” આવું કહ્યા પછી ઘણા સાધુઓએ સાંભળ્યું અને થોડાકોએ ન સાંભળ્યું તો નહીં સાંભળનારને દંડ થાય છે એટલે કે સત્ર-અર્થ ભણવાની અનુજ્ઞા મળતી નથી. અને જો દંડધારી જ ધીમા અવાજે 20 બોલ્યો કે જેથી ઘણાઓએ સાંભળ્યું નહીં તો દંડધારીને અનુજ્ઞા મળતી નથી.) ૧૩૭પો અવતરણિકા : દંડધારી અંદરથી બહાર નીકળ્યા બાદ કાલગ્રહી ઊભો થાય છે અને તે આવા પ્રકારની હોય છે ; ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થઃ પ્રિયધર્મી અને દઢધર્મી હોય. અહીં ચતુર્ભાગી જાણવી. મૂળમાં પ્રિયધર્મી અને દઢધર્મી 25 જે કહ્યું તે પ્રથમ ભાંગો જાણવો. વળી તે કાલગ્રહી સંવિગ્ન હોય એટલે કે હંમેશા સંસારના ભયથી ઉદ્વિગ્નચિત્તવાળો હોય. વદ્ય એટલે પાપ, તે પાપનો ભીરુ હોય અર્થાત્ જે રીતે પાપ થાય નહીં તે રીતે યત્ન કરનારો હોય, તથા ખેદજ્ઞ એટલે કે કાલને ગ્રહણ કરવાની વિધિને જાણનારો હોય, અને અભીરું એટલે કે સત્ત્વશાળી હોય. આવા પ્રકારનો સાધુ કાલનું પ્રતિલેખન કરનારો અને ४५. यथा लोके ग्रामादिगण्डकेनाघोषिते बहुभिः श्रुते स्तोकैरश्रुते ग्रामादिचिन्तामकुर्वतो दण्डो भवति, 30 बहुभिरश्रुते गण्डकस्य दण्डो भवति तथेहाप्युपसंहारयितव्यं, ततो दण्डधरे निर्गते कालग्राह्युत्तिष्ठति । स च ईदृशः-प्रियधर्मा दृढधर्मा च, अत्र चत्वारो भङ्गाः, तत्रायं प्रथमो भङ्गः, नित्यं संसारभयोद्विग्नचित्तः संविग्नः, वजं-पापं तस्माद् भीरु:-यथा तन्न भवति तथा यतते, अत्र कालविधिज्ञायकः खेदज्ञः, सत्त्ववानभीरुः, ईदृशः साधुः कालप्रतिचरकः,
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy