________________
૩૫૪ એ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
सूरउदयकालाओ जेण अहोरत्तस्स आदी भवति तं परिहरित्तुं संदूसिअं अण्णंपि अहोरत्तं परिहरियव्वं । इमं पुण आइन्नं-चंदो रातीए गहिओ राईए चेव मुक्को तीसे चेव राईइ सेसं वज्जणीज्जं, जम्हा आगामिसूरुदए अहोरत्तसमत्ती, सूरस्सवि दियागहिओ दिया चेव मुक्को तस्सेव दिवसस्स सेसं राई य वज्जणिज्जा । अहवा सग्गहनिब्बुडे एवं विही भणिओ, तओ सीसो पुच्छइ-कहं चंदे 5 दुवालस सूरे सोलस जामा ?, आचार्य आह-सूरादी जेण होंतिऽहोरत्ता, चंदस्स नियमा अहोरत्तद्धे गए गहणसंभवो, अण्णं च अहोरत्तं, एवं दुवालस, सूरस्स पुण अहोरत्तादीए संदूसित अहोरत्तं परिहरिउं अण्णंपि अहोरत्तं परिहरियव्वं, एवं सोलसत्ति गाथार्थः सादिव्वेत्ति द्वारं गयं ॥१३४४॥ इयाणि वग्गहेत्ति दारं, तत्थ
કેવી રીતે અહોરાત્રની ગણતરી કરવી ? સમાધાન : જે કારણથી સૂર્યોદયના સમયથી અહોરાત્રની 10 શરૂઆત થાય છે. (તે કારણથી જે દિવસે ગ્રહણ સહિત સૂર્ય અસ્ત થયો તે પછીની) સંદૂષિત રાત્રી અને તેના પછીનું બીજું એક અહોરાત્ર છોડવા યોગ્ય છે.
આચરણા આ પ્રમાણે છે – ચન્દ્રનું રાત્રિએ ગ્રહણ થયું અને રાત્રિએ જ ગ્રહણ પૂર્ણ થયું, તો તે રાત્રિનો શેષ સમય છોડી દેવો, કારણ કે તેના પછીના સૂર્યોદયે અહોરાત્રની સમાપ્તિ થાય છે. સૂર્યગ્રહણ પણ દિવસે થયું અને દિવસે જ પૂર્ણ થયું, તો તે દિવસનો શેષ સમય અને રાત્રિ 15 છોડી દેવી. અથવા (આ સંપૂર્ણ ગાથાનો બીજી રીતે અર્થ કરે છે –) ગ્રહણસહિત અસ્ત થાય
ત્યારે (ઉપરોક્ત) વિધિ કહી. તેથી શિષ્ય પૂછે છે કે – “ચન્દ્રગ્રહણમાં ૧૨ પ્રહર અને સૂર્યગ્રહણમાં ૧૬ પ્રહર એવું કેમ ?” આચાર્ય કહે છે કે જે કારણથી સૂર્યોદયથી અહોરાત્રની શરૂઆત થાય છે. (અહીં આશય એ છે કે) નિયમથી અડધું અહોરાત્ર (એટલે કે દિવસ) પૂર્ણ થયાં પછી જ ચન્દ્રના ગ્રહણનો સંભવ છે. તેથી તેના ચાર પ્રહર અને બીજું એક અહોરાત્ર એમ મળી બાર 20 પ્રહર થાય છે. જ્યારે સૂર્યના ગ્રહણનો સંભવ અહોરાત્રની શરૂઆતથી છે. તેથી જ્યારે સૂર્યોદયે સૂર્યનું ગ્રહણ થયું હોય તો તે સંક્રુષિત અહોરાત્ર અને તેના પછીનું બીજું પણ અહોરાત્ર ત્યાગવું. આ પ્રમાણે ૧૬ પ્રહર થાય છે. ‘સાદિવ્ય’ દ્વાર પૂર્ણ થયું. ૧૩૪૪॥
અવતરણિકા : હવે ‘વ્યુાહ’ દ્વાર જણાવે છે. તેમાં →
१९. सूर्योदयकालात् येनाहोरात्रस्यादिर्भवति, तत् परिहृत्य संदूषितमन्यदप्यहोरात्रं परिहर्त्तव्यं, इदं पुनराचीर्णं25 चन्द्रो रात्रौ गृहीतो रात्रावेव मुक्तस्तस्याश्चैव रात्रेः शेषं वर्जनीयं, यस्मादागामिनि सूर्योदयेऽहोरात्रसमाप्तिः, सूर्यस्यापि दिवा गृहीतो दिवैव मुक्तस्तस्यैव दिवसस्य शेषं रात्रिश्च वर्जनीया । अथवा सग्रहे ब्रूडिते एवं विधिर्भणितः, ततः शिष्यः पृच्छति - कथं चन्द्रे द्वादश सूर्ये षोडश यामा: ?, सूर्यादीनि येनाहोरात्राणि भवन्ति, चन्द्रस्य नियमादहोरात्रेऽर्धे गते ग्रहणसंभवः अन्यच्चाहोरात्रमेवं द्वादश, सूर्यस्य पुनरहोरात्रादित्वात् संदूषिताहोरात्रं परिहर्यान्यदप्यहोरात्रं परिहर्तव्यम्, एवं षोडश । सादिव्यमिति द्वारं गतं, इदानीं व्युद्ग्रह इति
30 દ્વાર, તંત્ર