________________
૩૨૬ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
निच्चिट्ठावि भवंती वीरियक्खयओ न दोसो हु॥४॥ रागद्दोसा न भवे सव्वकसायाण निरवसेसखया। जियसाभव्वा ण जुगवमुवओगो नयमयाओ य ॥५॥ न पिहूआवरणाओ दव्वहिनयस्स वा मयेणं तु । एगत्तंपी भवई दंसणणाणाण दोण्हंपि ॥६॥णाणणय दंसणणए
(આશય એ છે કે જે પદાર્થ વ્યુત્પત્તિવાળા એવા શુદ્ધ પદથી વાચ્ય હોય તેની સત્તા નિયમથી હોય 5 જ. જેમ કે, જીવ, ઘટ, પટ, વિગેરે.) સિદ્ધ કરણવીર્યને આશ્રયીને ચેષ્ટા વિનાના પણ છે કારણ
કે કાયયોગથી ઉત્પન્ન થયેલ કરણવીર્યનો સંપૂર્ણ ક્ષય થઈ ગયો છે તેથી એમાં કોઈ દોષ નથી. (૫) સર્વ કષાયોનો સંપૂર્ણ ક્ષય થયો હોવાથી વિશિષ્ટ-સામાન્ય બોધ હોવા છતાં તેમને રાગદ્વેષ સંભવતા નથી. તથા જીવનો તેવા પ્રકારનો જ સ્વભાવ હોવાથી સિદ્ધને એક સમયે જ્ઞાન–
દર્શન બંનેનો ઉપયોગ હોતો નથી. 10 વળી તમે જે અસર્વજ્ઞતા કહી તે પણ ઘટતી નથી કારણ કે તેમાં) નયમતનો આશ્રય કરેલ
છે (અશય એ છે કે – જે ક્ષણે સિદ્ધો સામાન્યમાં ઉપયુક્ત છે તે જ સમયે તેમને વિશેષવસ્તુના પરિજ્ઞાનની લબ્ધિ હોય જ છે અથવા જે સમયે વિશેષવસ્તુમાં ઉપયુક્ત હોય છે તે જ સમયે તેમને સામાન્ય વસ્તુના પરિજ્ઞાનની લબ્ધિ હોય જ છે. તેથી આ વિષયમાં જે નૈગમ વિગેરે નયો લબ્ધિને ઇચ્છનારા છે તેઓના મતે સિદ્ધોની સર્વજ્ઞતા ક્યારેય હણાતી નથી.
વળી આ વાત આ રીતે જ માનવી પડે નહીં તો એક સમયે કોઈપણ જીવને એક જ જ્ઞાનમાં ઉપયોગ હોય પણ ઘણાં જ્ઞાનમાં ઉપયોગ હોય નહીં, છતાં છદ્મસ્થ અવસ્થામાં કોઈ જીવ બે જ્ઞાનવાળો (મતિ–શ્રુત), કોઈ જીવ ત્રણ જ્ઞાનવાળો (મતિ–શ્રુત-અવધિ), કોઈ જીવ ચારજ્ઞાની (મતિ–શ્રુતઅવધિ–મન:પર્યવ) વિગેરે હંમેશા દરેક ક્ષણે બોલાય તો છે જ. એટલે જેમ અહીં એક જ જ્ઞાનમાં
ઉપયોગ હોવા છતાં પણ લબ્ધિથી શેષજ્ઞાનોની વિદ્યમાનતાને લઈને બે જ્ઞાનવાળો વિગેરે બોલાય 20 છે. તેમ અહીં પણ સિદ્ધને એક સમયે દર્શન ઉપયોગ હોવા છતાં પણ તે જે સમયે લબ્ધિથી જ્ઞાનની પણ હાજરી માનવાથી અસર્વજ્ઞતા થતી નથી.)
| (૬) તથા જે રીતે જ્ઞાન-દર્શનની એકત્વ થઈ જવાની આપત્તિ આપી તે પણ આવશે નહીં, કારણ કે બંનેના આવારક કર્મ જુદા જુદા છે. (આશય એ છે કે જે જે ગુણના આવારક કર્મો
જુદા જુદા હોય તે કર્મો નાશ થયા પછી તે તે ગુણો એક સાથે પ્રગટ થવા છતાં પણ એક થઈ 25 જતાં નથી. જેમ કે, દર્શનાવરણ અને વીર્યાન્તરાયકર્મનો ક્ષય થયા પછી ઉત્પન્ન થતાં ક્ષાયિકસમ્યક્ત
અને અનંતવીર્ય. એ જ પ્રમાણે જ્ઞાન-દર્શનના આવારક કર્મો પણ જુદા જુદા હોવાથી તે કર્મોનો સંપૂર્ણ ક્ષય થયા બાદ તે બંનેની એકસાથે પ્રવૃત્તિ થવા છતાં પણ બંને એક બની જતા નથી, કારણ કે બંનેના આવાકર કર્મો જુદા–જુદ છે.) અથવા દ્રવ્યાર્થિકનયના મતથી જ્ઞાન-દર્શન બંનેનું એકત્વ
९३. निश्चेष्टा अपि भवन्ति वीर्यक्षयतो नैव दोषः ॥४॥रागद्वेषौ न स्यातां सर्वकषायाणां निरवशेषक्षयात् । 30 जीवस्वाभाव्यात् नोपयोगयोगपद्यं नयमताच्च ॥५॥ न पृथगावरणात् (ऐक्यं) द्रव्यार्थिकनयस्य वा मतेन
तु । एकत्वं वा भवति ज्ञानदर्शनयोर्द्वयोरपि ॥६॥ ज्ञाननयदर्शननयौ