SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) जाया, सो राया अट्ठमिचउद्दसीसु पोसहं करेइ, तत्थायरिया अतिति धम्मकहानिमित्तं, अण्णया वेयालियं आयरिया भणंति-गेण्हह उवगरणं राउलमतीमो, ताहे सो झडित्ति उठ्ठिओ, गहियं उवगरणं, पुव्वसंगोविया कंकलोहकत्तिया सावि गहिया, पच्छण्णं कया, अतिगया राउलं, चिरं धम्मो कहिओ, आयरिया पसुत्ता, रायावि पसुत्तो, तेण उद्वित्ता रण्णो सीसे निवेसिया, तत्थेव 5 अट्ठिए लग्गा, निग्गओ, थाणइल्लगावि न वारिंति पव्वइओत्ति, रुहिरेण आयरिया पवाहिया, उठ्ठिया, पेच्छंति रायाणगं वावाइयं, मा पवयणस्स उड्डाहो होहिइत्ति आलोइयपडिक्कतो अप्पणो सीसं छिदेइ, कालगओ सो य एवं । इओ य पहावियसालिगाए ण्हावियदुयक्खरओ उवज्झायस्स कहेइ सुमणयं जहा-मम अंतेण णयरं वेढियं, पहाए दिटुं, सो सुमिणसत्थं जाणइ, ताहे घरं नेऊण मत्थओ આઠમ-ચૌદસને દિવસે પૌષધ કરે છે. ત્યાં રાજમહેલમાં આચાર્ય ધર્મકથાનિમિત્તે જતાં હોય છે. 10 એકવાર સાંજના સમયે આચાર્ય આ રાજપુત્રને કહ્યું – “તું ઉપકરણો લઈ લે આપણે રાજકુલમાં જવાનું છે.” તે રાજપુત્ર તરત જ ઊભો થયો. ઉપકરણો ગ્રહણ કર્યા. તેની સાથે પૂર્વે છુપાવી રાખેલી કંકજાતિના લોઢાની છરી પણ ગ્રહણ કરી. છરી છુપાવી દીધી, અને આચાર્ય તથા રાજપુત્ર રાજકુલમાં ગયા. લાંબાકાળ સુધી ધર્મકથા ચાલી. ત્યાર પછી આચાર્ય સૂઈ ગયા. રાજા પણ સૂઈ ગયો. રાજપુત્ર ઊઠ્યો. તેણે ઊઠીને રાજાના મસ્તકમાં (= કંઠના પ્રદેશમાં) છરી મારી. તે છરી 15 હાડકાં સુધી પહોંચી ગઈ. તે છરીને એ જ રીતે રાખીને નીકળ્યો. દ્વારપાલો પણ સાધુ હોવાથી એને રોકતા નથી. રુધિરનો પ્રવાહ આચાર્ય પાસે આવ્યો. તે ઊભા થયા. મરેલા રાજાને જુએ જિનશાસનની અપભ્રાજના ન થાય તે માટે આલોચના અને પ્રતિક્રમણ કરીને પોતાના મસ્તકને છેદે છે. આ પ્રમાણે (તે આચાર્ય કાળ પામ્યા) અને રાજા પણ મૃત્યુ પામ્યો. આ બાજુ 20 હજામની દુકાને રહેલ હજામનો દાસ ઉપાધ્યાયને રાત્રિના સમયે પોતાને આવેલ સ્વપ્નની વાત કિરે છે કે “સ્વપ્નમાં મેં મારા આંતરડાવડે આખું નગર વીંટ્યું. આ સ્વપ્ન મેં પ્રભાતે = રાત્રિના અંતસમયે જોયું છે.” તે ઉપાધ્યાય સ્વપ્નશાસ્ત્રનો જાણકાર હતો. (તેણે સ્વપ્નનું ફળ જાણી લીધું કે આ કોઈ મોટો રાજા જેવો થશે. એમ જાણી) ઉપાધ્યાય તે દાસને પોતાના ઘરે લઈ જઈ તેને ९१. जाता, स राजाऽष्टमीचतुर्दश्योः पोषधं करोति, तत्राचार्या आयान्ति धर्मकथानिमित्तं, अन्यदा वैकालिकं 25 आचार्या भणन्ति-गृहाणोपकरणं राजकुलमतिगच्छामः, तदा स झटिति उत्थितः, गृहीतमुपकरणं पूर्वसंगोपिता कङ्कलोहकतरिका सापि गृहीता, प्रच्छन्ना कृता, अतिगतौ राजकुलं, चिरं धर्मः कथितः, आचार्याः प्रसुप्ताः, राजाऽपि प्रसुप्तः, तेनोत्थाय राज्ञः शीर्षे निवेशिता, तत्रैव अस्थिनि लग्ना, निर्गतः, प्रातीहारिका अपि न वारयन्ति प्रव्रजित इति, रुधिरेणाचार्याः प्रत्यार्द्रिताः, उत्थिताः प्रेक्षन्ते राजानं व्यापादितं, मा प्रवचनस्योड्डाहो भूदित्यालोचितप्रतिक्रान्ता आत्मनः शीर्षं छिन्दन्ति, कालगतो स च एवं । इतश्च नापितशालायां नापितद्व्यक्षर 30 उपाध्यायाय कथयति स्वजं यथा-ममान्त्रेण नगरं वेष्ठितं, प्रभाते दृष्टं, स स्वप्नशास्त्रं जानाति, तदा गृहं नीत्वा मस्तकं ★ 'पच्चालिया'-पूर्वमुद्रिते ।
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy