________________
૨૧૮
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
तोहे आययणाणि कारावियाणि, एसा महेसरस्स उप्पत्ती । ताहे नगरिं सुण्णियं कोणिओ गद्दभनंगलेण वाहाविया, एत्थंतरे सेणियभज्जाओ कालियादिगाओ पुच्छंति भगव तित्थयरंअम्हं पुत्ता संगामाओ (ग्रं. १७५००) एहिंति नवत्ति जहा निरयावलियाए ताहे पव्वइयाओ, ता कोणिओ चंपं आगओ, तत्थ सामी समोसढो, ताहे कोणिओ चिंतेइ - बहुया मम हत्थी चक्कीओ 5 एवं आसरहाओ जामि पुच्छामि सामीं अहं चक्कवट्टी होमि न होमित्ति निग्गओ सव्वबलसमुदएण, वंदित्ता भाइ - केवइया चक्कवट्टी एस्सा ?, सामी भाइ- सव्वे अतीता, पुणो भाइ-कहिं મૃત્યુ થયું છે તે જ અવસ્થામાં) તેની તમે પૂજા કરો તો હું તમને છોડીશ. અને આ પ્રમાણે દરેક નગરમાં વસ્રરહિત એવી પ્રતિમાને સ્થાપો, તો જ હું છોડીશ.” રાજાએ દેવને સ્વીકાર્યો. (અર્થાત્ દેવના વચનો સ્વીકાર્યા.) અને દરેક નગરમાં સત્યકીના મંદિરો કરાવ્યા. આ પ્રમાણે મહેશ્વરની 10 ઉત્પત્તિ જાણવી.
(મહેશ્વરે “મારી માતા સુજ્યેષ્ઠાના પિતા ચેટકરાજા છે માટે મારે પણ કંઈક મદદ કરવી જોઈએ” એમ વિચારી આખી નગરી નીલવંતપર્વતની પાસે ખસેડી. તેથી) શૂન્ય બનેલી વૈશાલીનગરીમાં કોણિક આવ્યો. ગધેડા જોડેલા હળથી આખી નગરી ખેડાવી. તે સમયે કાલી વિગેરે શ્રેણિકની પત્નીઓ તીર્થંકર ભગવંતને પૂછે છે કે – અમારા પુત્રો યુદ્ધમાંથી પાછા આવશે કે નહીં... 15 વિગેરે વર્ણન નિરયાવલી પ્રમાણે જાણવું. (તે આ પ્રમાણે – કાલી પ્રભુને વંદન કરીને પૂછે છે
કે “ભંતે ! મારો પુત્ર કાલ યુદ્ધમાં જીતશે કે નહીં ? તે જીવશે કે નહીં ? શત્રુસૈન્યનો પરાભવ કરશે કે નહીં કરે ? હું એને જીવતો જોઈશ કે નહીં ?” ત્યારે ભગવાન કહે છે – “હે કાલિ ! તારો પુત્ર કાલ એ ચેટકરાજાના હાથે મૃત્યુ પામ્યો હોવાથી તું એને જીવતો જોઈશ નહીં.” આ
જ રીતે સુકાલી વિગેરે બીજી રાણીઓએ પણ પોતપોતાના પુત્રો માટે પૃચ્છા કરી. પ્રભુએ સર્વને 20 એ જ રીતે જવાબ આપ્યો. જેથી બધાને વૈરાગ્ય થયો.) તે બધી રાણીઓએ દીક્ષા લીધી.
કોણિક ચંપાનગરીમાં ગયો. ત્યાં ભગવાન પધાર્યા. કોણિક વિચારે છે કે – “એક ચક્રવર્તીને હોય તે રીતે મારી પાસે ઘણા બધા હાથીઓ, ઘોડાઓ અને રથો છે. તેથી હું પ્રભુ પાસે જાઉં અને સ્વામીને પૂછું કે હું ચક્રવર્તી થઈશ કે નહીં થાઉં ?” એ પ્રમાણે વિચારીને સર્વ સૈન્યસમુદાય
સાથે તે પ્રભુ પાસે જવા નીકળ્યો. પ્રભુને વંદન કરીને પૂછ્યું કે – “ભવિષ્યમાં કેટલા ચક્રવર્તીઓ 25 થશે ?” સ્વામીએ કહ્યું – “બધા જ ચક્રવર્તીઓ થઈ ગયા છે, હવે કોઈ બાકી નથી.” કોણિકે
८३. तदाऽऽयतनानि कारितानि, एषा महेश्वरस्योत्पत्तिः । तदा नगरीं शून्यां कोणिकोऽतिगतः गर्दभलाङ्गूलेन वाहिता, अत्रान्तरे श्रेणिकभार्या: कालिकादिकाः पृच्छन्ति भगवन्तं तीर्थकरं - अस्माकं पुत्राः संग्रामात् आगमिष्यन्ति नवेति ?, यथा निरयावलिकायां तदा प्रव्रजिताः, तदा कोणिकश्चम्पामागतः, तत्र स्वामी समवसृतः, तदा कोणिकश्चिन्तयति - बहवो मम हस्तिनः ( यथा) चक्रवर्त्तिनः, एवमश्वरथाः (इति) यामि 30 पृच्छामि स्वामिनं अहं चक्रवर्त्ती भवामि न भवामीति ? निर्गतः सर्वबलसमुदयेन, वन्दित्वा भणतिकियन्तश्चक्रवर्त्तिन एष्याः ?, स्वामी भणति - सर्वेऽतीताः, पुनर्भणति क्व★ कारितानि इति प्रत्य. - ।