________________
૧૯૦
એક આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
५५
आमि, आणिओ सेणिओ, पच्छन्ना सुरंगा खया जाव कण्णंतेउरं सुजेट्ठा चेल्लणं आपुच्छइजामि सेणिएण समंति, दोवि पहावियाओ, जाव सुजेट्ठा आभरणाणं गया ताव मणुस्सा सुरंगाए उब्बुडा चेल्लणं गहाय गया, सुजेट्ठाए आराडी मुक्का, चेडगो संनद्धो, वीरंगओ रहिओ भाइभट्टारगा ! मा तुब्भे वच्चेह, अहं आणेमित्ति निग्गओ, पच्छओ लग्गड़, तत्थ दरीए एगो रहमग्गो, 5 तत्थ ते बत्तीसंपि सुलसापुत्ता ठिता, ते वीरंगएण एक्केण सरेण मारिया, जाव सो ते रहे ओसारेइ ताव सेणिओ पाओ, सोवि नियत्तो, सेणिओ सुजेडं संलवइ, सा भणइ - अहं चेल्लणा, सेणिओ
અભય વૈશાલીમાં લાવ્યો. કન્યાના અંતઃપુરથી લઈને રાજગૃહ સુધીની ગુપ્ત સુરંગ ખોદાવી. સુજ્યેષ્ઠા ચેલ્લણાને કહે છે કે “હું શ્રેણિક સાથે જાઉં છું.” (ચેલ્લણાએ પણ બહેન પ્રત્યેના અતિ સ્નેહને કારણે સાથે આવવાની વાત કરી. એટલે) બંને જણી શ્રેણિક સાથે સુરંગ મારફતે રાજગૃહ 10 તરફ જવા નીકળી.
આગળ જતાં સુજ્યેષ્ઠાને પોતાના આભૂષણોનો ડબ્બો યાદ આવ્યો. જેથી શ્રેણિકને કહ્યું “તમે અહીં ઊભા રહો હું આભૂષણોનો ડબ્બો લઈને પાછી આવું છું.' એમ કહીને આભૂષણોનો ડબ્બો લેવા સુજ્યેષ્ઠા ગઈ. (ત્યારે ચેલ્લણાએ શ્રેણિકને કહ્યું શત્રુસ્થાને ઊભા રહેવામાં જોખમ છે. તેથી આપણે ધીરે ધીરે આગળ વધીએ એમ વિચારી) સુરંગમાં પહેલેથી તૈયાર રાખેલા માણસો 15 શ્રેણિક સાથે ચેલ્લણાને લઈને આગળ વધ્યા. (સુજ્યેષ્ઠા ઝડપથી ત્યાં આવી પરંતુ ત્યાં કોઈને જોયા નહીં અને આગળ વધીને તપાસ કર્યા વિના જ પાછી ફરી અને ઘરે જઈને ‘ચેલ્લણાને કોઈ લઈ ગયું, બચાવો... વિગેરે) બૂમો પાડવા લાગી.
“હે
ચેટક ચેલ્લણાને લેવા તૈયાર થયો. તેવામાં વીરાંગદનામના સારથીએ ચેટકને કહ્યું સ્વામી ! જાઓ નહીં. હું એને અહીં લઈને આવું છું.” એમ કહી તે સુરંગ મારફતે પાછળ 20 ગયો. આગળ વધતાં એક ગુફા આવી જ્યાં રથ જઈ શકે એટલો જ માર્ગ હતો. ત્યાં તે બત્રીસે સુલસાપુત્રો ઊભા હતા. તે બધાને વીરાંગદે એક જ બાણવડે મારી નાખ્યા. જેટલી વારમાં તે વીરાંગદ બત્રીસ પુત્રોના રથોને દૂર કરીને આગળ વધે છે તેટલી વારમાં શ્રેણિક ભાગી છૂટ્યો. જેથી તે વીરાંગદ પણ પાછો ફર્યો.
-
શ્રેણિક ‘સુજ્યેષ્ઠા’ એ પ્રમાણે ચેલ્લણાને જ્યારે બોલાવે છે. ત્યારે ચેલ્લણા કહે છે “હું 25 ચેલ્લણા છું.” શ્રેણિકે હ્યુ—“તું સુજ્યેષ્ઠા જેવી જ રૂપવાન છે.” શ્રેણિકને આનંદ પણ હતો, વિષાદ :
,,
–
-
५५. आनयामि, आनीतः श्रेणिकः, प्रच्छन्ना सुरङ्गा खाता, यावत्कन्याऽन्तः पुरं, सुज्येष्ठा चेल्लणामापृच्छतियामि श्रेणिकेन सममिति, द्वे अपि प्रधाविते, यावत् सुज्येष्ठा आभरणेभ्यो गता तावत् मनुष्याः सुरङ्गायां उद्याताश्चेल्लणां गृहीत्वा गताः, सुज्येष्ठयाऽऽराटिर्मुक्ता, चेटकः सन्नद्धः, वीराङ्गदो रथिको भणति - भट्टारका ! मायूयं वजिष्ट, अहमानयामीति निर्गतः, पृष्ठतो लगति, तत्र दर्यामेको रथमार्गः, तत्र ते द्वात्रिंशदपि. 30 सुलसापुत्राः स्थिताः, ते वीराङ्गदेनैकेन शरेण मारिताः, स यावत्तान् रथान् अपसारयति तावत् श्रेणिकः
पलायितः, सोऽपि निवृत्तः श्रेणिकः सुज्येष्ठां संलपति, सा भणति - अहं चेल्लणा, श्रेणिको