________________
‘નિરપલાપ' – ધનમિત્ર અને દેઢમિત્ર (નિ. ૧૨૮૧) ૨ ૧૫૯ दंतपुरदन्तचक्के सच्चवदी दोहले य वणयरए।
धणमित्त धणसिरी य पउमसिरी चेव दढमित्तो ॥१२८१॥ अस्या व्याख्या - कथानकादवसेया, तच्चेदं-दंतपुरे णयरे दंतचक्को राया, सच्चवई देवी, तीसे दोहलो-कहं दंतमए पासाए अभिरमिज्जइ ?, रायाए पुच्छियं, दंतनिमित्तं घोसावियं रण्णा जहा-उचियं मोल्लं देमि, जो न देइ तस्स राया सरीरनिग्गहं करेइ, तत्थेव णयरे धणमित्तो 5 वाणियओ, तस्स दो भारियाओ, धणसिरी महंती पउमसिरी डहरिया पीययरी यत्ति, अण्णया सवत्तीणं भंडणं, धणसिरी भणइ-किं तुं एवं गव्विया ? किं तुज्झ महाओ अहियं, जहा सच्चवईए तहा ते किं पासाओ कीरेज्जा ?, सा भणइ-जइ न कीरइ तो अहं नेवत्ति उववरए बारं बंधिता ठिया, वाणियओ आगओ पुच्छइ-कहिं पउमसिरी ?, दासीहिं कहियं, तत्थेव
ગાથાર્થ : દંતપુરનગરમાં દંતચક્ર રાજા, સત્યવતી રાણી, દોહલો, વનચર એવા ભીલો, 10 ધનમિત્ર, ધનશ્રી અને પદ્મશ્રી પત્નીઓ, દઢમિત્ર. ટીકાર્થ : ગાથાની વ્યાખ્યા કથાનકથી જાણવી. તે કથાનક આ પ્રમાણે છે –
& (૨) નિરપલાપ ઉપર ધનમિત્ર અને દેઢમિત્ર છે દંતપુરનગરમાં દતચક્રનામે રાજા હતો. તેને સત્યવતીનામે રાણી હતી. રાણીને દોહલો થયો કે “મારે હાથીદાંતમાંથી બનાવેલ મહેલમાં રહેવું છે.” (દોહલો પૂર્ણ થતો ન હોવાથી રાણી ઉદાસ 15 રહે છે.) તેથી રાજાએ પૂછ્યું. (રાણીએ દોહલાની વાત કરી.) રાજાએ દાંત ભેગા કરવા માટે ઘોષણા કરાવી કે – “જે મને દાંત લાવીને આપશે તેને તેનું ઉચિત મૂલ્ય હું આપીશ.” પરંતુ જો પોતાની પાસે હોવા છતાં નહીં આપે તો રાજા તેના શરીરનો નિગ્રહ કરશે. (એટલે કે પકડીને બંદીખાને પૂરશે.)
તે જ નગરમાં ધનમિત્રનામે એક વેપારી હતો. તેને બે પત્નીઓ હતી. તેમાં ધનશ્રી મોટી 20 તથા પદ્મશ્રી- નાની અને વધુ પ્રિય હતી. એકવાર બંને પત્નીઓ વચ્ચે ઝઘડો થયો. તેમાં ધનશ્રીએ કહ્યું – “તું આ પ્રમાણે અભિમાન શા માટે કરે છે? શું મારા કરતા તારી પાસે કંઈ વધારે છે ? સત્યવતીની જેમ શું તારી માટે (પતિ) દાંતોનો મહેલ કરવાનો છે? (કે જેથી તું આટલું અભિમાન કરે છે.)” પદ્મશ્રીએ કહ્યું – “ધનમિત્ર જો મારી માટે મહેલ નહીં બનાવે તો હું જીવતી રહીશ . નહીં.” એમ કહીને તે એક ઓરડામાં દરવાજો બંધ કરીને બેસી. ધનમિત્ર ઘરે આવીને પૂછે છે 25 २४. दन्तपुरे नगरे दन्तचक्रो राज्ञा, सत्यवती देवी, तस्या दौहृदः कथं दन्तमये प्रासादेऽभिरमे, राज्ञा पृष्टं, दन्तनिमित्तं घोषितं राज्ञा यथा उचितं मूल्यं ददामि, यो न दास्यति तस्य राजा शरीरनिग्रहं करोति, तत्रैव नगरे धनमित्रो वणिक्, तस्य द्वे भार्ये, धनश्रीमहती पद्मश्रीर्लध्वी प्रियतरा चेति, अन्यदा सपल्योर्भण्डनं, धनश्रीणति-किं त्वमेवं गर्विता? किं तव मत् अधिकं ?, यथा सत्यवत्यास्तव किं प्रासादः क्रियते ?, सा भणति-यदि न क्रियते तदाऽहं नैवेत्यपवरके द्वारं बद्ध्वा स्थिता, वणिगागतः पृच्छति-क्व पद्मश्रीः?, 30 दासीभिः कथितं, तत्रैव