________________
મોહનીયસ્થાનો (પામ૦...સૂત્ર) * ૧૪૩ मषादि तद्विषयं, तथा च अङ्गादिदर्शनतस्तद्विदो भाविनं सुखादि जानन्त्येव, त्रिविधं पुनरेकैकं दिव्यादि सूत्रं वृत्तिः, तथा वार्तिकं च, इत्यनेन भेदेन
" दिव्वाईण सरूवं अंगविवज्जाण होति सत्तण्हं । सुतं सहस्स लक्खो य वित्ति तह कोडि वक्खाणं ॥१॥ अंगस्स सयसहस्सं सुत्तं वित्तीय कोडि विन्नेया । वक्खाणं अपरिमियं इयमेव य वत्तियं जाण ॥२॥"
पापश्रुतमेकोनत्रिंशद्विधं, कथम् ?, अष्टौ मूलभेदाः सूत्रादिभेदेन त्रिगुणिताश्चतुर्विंशतिः गन्धर्वादिसंयुक्ता एकोनत्रिंशद्भवन्ति, 'वत्थं 'ति वास्तुविद्या 'आउ'न्ति वैद्यकं, शेषं प्रकटार्थं ॥ त्रिंशद्भिर्मोहनीयस्थानैः, क्रिया पूर्ववत्, सामान्येनैव प्रकृति-कर्म मोहनीयमुच्यते, उक्तं च-'अडविहंपि य कम्मं भणियं मोहोत्ति जं समासेण' मित्यादि, विशेषेण चतुर्थी प्रकृतिर्मोहनीयं 10 तस्य स्थानानि - निमित्तानि भेदाः पर्याया मोहनीयस्थानानि, तान्यभिधित्सुराह सङ्ग्रहणिकारःવિગેરે દેવોના અટ્ટહાસ વિગેરેનું ફળ વર્ણન કર્યું હોય તે શાસ્ત્ર દિવ્યશાસ્ત્ર જાણવું. આ જ પ્રમાણે અન્ય સાતે શાસ્ત્રો જાણવા.)
5
દિવ્ય વિગેરે દરેક શાસ્ત્ર ત્રણ પ્રકારનું જાણવું – (૧) સૂત્ર, (૨) વૃત્તિ, અને (૩) વાર્તિક (=વૃત્તિનું વ્યાખ્યાન) આ ભેદવડે (ઓગણત્રીસ પ્રકારનું પાપશ્રુત છે એ પ્રમાણે આગળના શબ્દો 15 સાથે અન્વય કરવો.) “અંગશાસ્ત્રને છોડીને બાકીના દિવ્ય વિગેરે સાત શાસ્ત્રોનું સ્વરૂપ આ પ્રમાણે છે કે (તે સાત શાસ્ત્રોનું) સૂત્ર એકહજાર શ્લોકપ્રમાણ, વૃત્તિ લાખ શ્લોકપ્રમાણ, તથા વાર્તિક એકકરોડ શ્લોકપ્રમાણ છે. ॥૧॥ જ્યારે અંગશાસ્ત્રનું સૂત્ર લાખ શ્લોકપ્રમાણ, વૃત્તિ એકકરોડ શ્લોકપ્રમાણ જાણવી અને વ્યાખ્યાન અપરિમિત જાણવું. વ્યાખ્યાન એ જ વાર્તિક તરીકે જાણ. ॥૨॥” (આ ભેદોવડે) પાપશ્રુત ઓગણત્રીસ પ્રકારનું જાણવું. કેવી રીતે ?– આઠ મૂળભેદોને સૂત્ર 20 વિગેરે ત્રણ–ત્રણ ભેદો સાથે ગુણતા ચોવીસ થાય. તેમાં ગંધર્વ વિગેરેનો (આદિશબ્દથી નાટ્ય, વાસ્તુવિદ્યા, આયુર્વેદ, અને ધર્નુર્વેદ=શસ્ત્રવિદ્યા આ પાંચનો) ઉમેરો કરતા ઓગણત્રીસ થાય છે. અહીં વસ્તુ એટલે વાસ્તુવિદ્યા, આયુ એટલે વૈદ્યશાસ્ત્ર જાણવું શેષ અર્થો સ્પષ્ટ જ છે.
ત્રીસ એવા મોહનીય સ્થાનોને કારણે જે અતિચાર...વિગેરે ક્રિયા પૂર્વની જેમ જાણવી. સામાન્યથી જ સર્વ પ્રકૃતિ = કર્મો (= આઠે કર્મો) મોહનીય તરીકે કહેવાય છે. કહ્યું છે – “કારણ 25 કે સમાસથી=સામાન્યથી આઠે કર્મો મોહ તરીકે કહેવાયા છે. વિગેરે.” વિશેષથી ચોથી પ્રકૃતિ મોહનીય છે. તેના સ્થાનો એટલે કે નિમિત્તો, તે મોહનીય સ્થાનો, અહીં સ્થાન, નિમિત્ત = કારણ, ભેદ, પર્યાય આ બધા સમાનાર્થી શબ્દો જાણવા. તે મોહનીય સ્થાનોને કહવાની ઇચ્છાવાળા સંગ્રહણિકાર કહે છે
१५. दिव्यादीनां स्वरूपमङ्गविवर्जितानां भवति सप्तानाम् । सूत्रं सहस्त्रं लक्षं च वृत्तिस्तथा कोटी 30 व्याख्यानम् ॥१॥ अङ्गस्य शतसहस्त्रं सूत्रं वृत्तिश्च कोटी विज्ञेया । व्याख्यानमपरिमितं इदमेव वार्त्तिकं जानीहि ॥२॥ अष्टविधमपि च कर्म भणितं मोह इति यत् समासेन ।