________________
આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
तदधिकरणम्-अनुष्ठानं बाह्यं वा वस्तु चक्रमहादि तेन निर्वृत्ता-आधिकरणिकी तया, सानाअधिकरणप्रवर्तिनी निर्वर्तिनी च तत्र प्रवर्तिनी चक्रमहः पशुबन्धादिप्रवर्तिनी, निर्वर्तिनी ઘક્ાવિનિવૃતિની, અત્તમ વૈવાહરૌ:, અનયોરેવાન્ત:પતિત્વાત્તેષાં, ાતાઽધિ।િીર, પ્રદ્વેષ:मत्सरस्तेन निर्वृत्ता प्राद्वेषिकी, असावपि द्विधा - जीवप्राद्वेषिक्यजीवप्राद्वेषिकी च, आद्या जीवे प्रद्वेषं 5 ગચ્છત:, દ્વિતીયા પુનાનીવે, તથાહિ-પાષાળાની પ્રવૃત્તિતસ્તપ્રદ્વેષમાવતિ તા તૃતીયારૂ, परितापनंताडनादिदुःखविशेषलक्षणं तेन निर्वृत्ता पारितापनिकी तया, असावपि द्विधैव-स्वदेहपारितापनिकी परदेहपारितापनिकी च, आद्या स्वदेहे परितापनं कुर्वतः, द्वितीया परदेहे परितापनमिति, तथा च अन्यरुष्टोऽपि स्वदेहपरितापनं करोत्येव कश्चिज्जडः, अथवा स्वहस्तपारितापनिकी
૨
જ્યારે ચક્રરત્નની ઉત્પત્તિ થાય ત્યારે કરવામાં આવતો મહોત્સવ. મકાન વિ. ના ઉદ્ઘાટન સમયે 10 કરવામાં આવતા મહોત્સવોની જેમ આવા મહોત્સવો અધિકરણનું પ્રવર્તન કરનારા હોય છે. અથવા ‘ચક્રમહાદિ’ બાહ્ય વસ્તુ લઇએ તો આવો અર્થ હોઇ શકે છે - ચક્ર-શસ્ત્રવિશેષ(?), મહ=અગ્નિ(?) વિગેરે બાહ્યવસ્તુ,) તેનાવડે થયેલી હોય તે આધિકરણિકી. તેના કારણે (જે અતિચાર સેવાયો તેનું હું પ્રતિક્રમણ કરું છું.) તે બે પ્રકારની છે – (૧) અધિકરણનું પ્રવર્તન કરનારી, અને (૨) અધિકરણ બનાવનારી. તેમાં ચક્રમહોત્સવ, પશુને બાંધવુ વિગેરે ક્રિયા એ (હિંસાનું પ્રવર્તન કરનારી હોવાથી) 15 પ્રવર્તિની જાણવી. અને નિર્વર્તિની એટલે તલવાર વિગેરે હિંસાના સાધનો બનાવવા. બીજા અન્ય ઉદાહરણો દેવાની જરૂર નથી, કારણ કે બીજા અન્ય ઉદાહરણો આ પ્રવર્તિની—નિર્વર્તિની ક્રિયામાં જ સમાઈ જાય છે. આધિકરણિકી ક્રિયા પૂર્ણ થઈ.
પ્રાક્રેષિકી : પ્રદ્વેષ એટલે મત્સર=દ્વેષ=ઇર્ષ્યા, તેનાવડે થયેલી જે હોય તે પ્રાક્રેષિકી. આ પણ બે પ્રકારે – જીવપ્રાક્રેષિકી અને અજીવપ્રાàષિકી. તેમાં જીવ ઉપર ક્રોધ કરનારની જીવપ્રાક્રેષિકી. 20 (અર્થાત્ જીવ ઉપર ક્રોધ આવતા તેને મારવું વિગેરે જે કોઈ ક્રિયા કરે તે જીવપ્રાક્રેષિકી.) બીજી અજીવને વિશે જાણવી. તે આ પ્રમાણે—પથ્થર વિગેરે સાથે સ્ખલના પામેલાની પથ્થર વિગેરે ઉપર દ્વેષ કરવાદ્વારા અપશબ્દો બોલવા વિગેરેરૂપ જે ક્રિયા તે અજીવપ્રાàષિકી. ત્રીજી પ્રાàષિકી ક્રિયા પૂર્ણ થઈ.
પારિતાપનિકી : પરિતાપન એટલે દંડ વિગેરેથી મારવા વિગેરે દ્વારા થતું દુ:ખવિશેષ. તેના 25 કારણે થયેલી જે હોય તે પારિતાપનિકી. તે પણ બે પ્રકારની • સ્વદેહપારિતાપનિકી અને પરદેહપારિતાપનિકી. તેમાં પોતાના શરીરને મારવા વિગેરે દ્વારા દુઃખ ઉત્પન્ન કરનારને પહેલી, અને બીજાના શરીરને મારવા વિગેરે દ્વારા દુઃખ ઉત્પન્ન કરનારને બીજી. (કોઈ જીવ પોતાના શરીરને શા માટે મારે ? આવી કોઈને શંકા થતી હોય તો તેનો ખુલાસો કરે છે કે—) બીજા ઉ૫૨ ગુસ્સે થયેલો પણ કોઈ જડ પુરુષ પોતાના દેહનું (માથું કૂટવા વિ. રૂપ) પરિતાપન કરતો દેખાય 30 જ છે. (માટે સ્વદેહપારિતાપનિકી ઘટે જ છે.)
અથવા બીજી રીતે આ પારિતાપનિકીક્રિયા બે પ્રકારની જાણવી—સ્વહસ્તપારિતાપનિકી અને