________________
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
कण्णोट्ठनासकरचरणदसणथणपूअऊरुबाहूणं । छेयणभेयणं साडण असिपत्तधणू ॥१०॥ कुंभीसु य पयणेसु य लोहीसु कंडुलोहिकुंभीसु । कुंभी उ नरयपाला हणंति पावंति नरएसु ॥११॥ तडतडतडस्स भुंजति भज्जणे कलंबुवालुयापट्ठे । वालूयगा नेरइया लोलेंती अंबरतलंमि ॥१२॥ वसपूयरुहिरकेसट्ठिवाहिणी कलकलंतजउसोत्तं । वेयरणिनिरयपाला नेरइए 5 ऊ पवार्हेति ॥ १३ ॥ कप्पंति करंगतेहिं कप्पंति परोप्परं परसुएहिं । संबलियमारुहंती खरस्सरा तत्थ नेरइए ॥१४॥ भीए य पलायंते समंतओ तत्थ ते निरुंभंति । पसुणो जहा पसुवहे महघोसा તત્વ ને ફણ ॥ षोडशभिर्गाथाषोडशैः सूत्रकृताङ्गाद्यश्रुतस्कन्धाध्ययनैरित्यर्थः, क्रिया पूर्ववत्, तानि पुनरमून्यध्ययनानि—
10 વારંવાર છેદે છે. (૧૦) તલવારશસ્ત્ર પ્રધાન છે જેમને એવા પત્રધનુ નામના નરકપાલો (તલવાર જેવી અણિવાળા પાંદડાઓવાળા વનને વિકુર્તીને ત્યાં છાયા માટે આવેલા જીવોના) કાન, હોઠ, નાસિકા, હાથ, પગ, દાંત, સ્તન, પૂત (–નીચેનો બેસવાનો ભાગ), સાથળ, બાહૂ વિગેરેના છેદન, ભેદન, સાટન કરે છે. (૧૧) કુંભીનામના નરકપાલો નારકજીવોને કુંભી, પચનક વિગેરેમાં (=લોખંડના બનેલા કડાઈ જેવા તપાવવાનાં મોટા સાધનવિશેષોમાં) હણે અને પકાવે છે. (૧૨) 15 વાલુગનામના નૈરિયકો = નરકપાલો શરણ વિનાના નારકોને તપાવેલી વાલુકાથી=રેતીથી ભરેલા ભાજનમાં કદંબપુષ્પની આકૃતિ જેવી વાલુકાના પૃષ્ઠમાં=ઉપરના તળીયે પાડીને તપ્ તપ્ ફૂટતા ચણાની જેમ ભૂંજે છે=પકાવે છે. તથા આકાશમાં લટકાવે છે.
૧૧૪
(૧૩) વૈતરણીનામના નરકપાલો ચરબી, રસી, લોહિ, કેશ, હાડકાને વહાવતી, અને ઉકળતા એવા લાખના જેવા પ્રવાહવાળી અર્થાત્ તપાવેલ ખાર અને ઉષ્ણપાણીવાળી વૈતરણીનદીમાં જીવોને 20 નાખીને વહાવે છે. (૧૪) ત્યાં નરકમાં ખરસ્વરનામના નરકપાલો કરવતવડે જીવોને કાપે છે, તથા તેમના હાથમાં કુહાડી આપીને પરસ્પર કાપાકાપી કરાવે છે. વજ્ર જેવા કાંટાઓવાળા શાલ્મલીવૃક્ષ ઉપર ચઢાવે છે. (૧૫) ડરેલા અને માટે જ ભાગતા એવા નારકજીવોને મહાઘોષનામના પરમાધાર્મિકો ચારેબાજુથી અટકાવે છે. જેમ પશુવધમાં ડરીને ભાગતા પશુઓ અટકાવાય.
ગાથાનામનું સોળમું અધ્યયન છે જેમાં એવા સૂત્રકૃત્ નામના બીજા અંગના પ્રથમ શ્રુતસ્કંધના 25 સોળ અધ્યયનોવડે.. વિગેરે ક્રિયા પૂર્વની જેમ જાણવી. તે સોળ અધ્યયનો આ પ્રમાણે છે
१. कर्णोष्ठनासिकाकरचरणदशनस्तनपूतोरुबाहूनाम् । छेदनभेदनशातनानि असिपत्रधनुर्भिः पाटयन्ति ॥ १० ॥ कुम्भीषु च पचनीषु च लौहीषु कन्दूलोहकुम्भीषु । कुम्भीकास्तु नरकपाला घ्नन्ति पातयन्ति नरकेषु ॥१॥ तडतडतडत्कुर्वन्तो भृज्जन्ति भ्राष्टे कदम्बवालुकापृष्ठे । वालुका नैरयिकपाला: लोलयन्त्यम्बरतले ॥१२॥ वसापूयरुधिरकेशास्थिवाहिनीं कलकलज्जतुश्रोतसम् । वैतरणीनरकपाला नैरयिकांस्तु प्रवाहयन्ति ॥ १३॥ 30 कल्पन्ते क्रकचैः कल्पयन्ति परस्परं परशुभिः । शाल्मलीमारोहयन्ति खरस्वरास्तत्र नैरयिकान् ॥१४॥ भीतांश्च पलायमानान् समन्ततस्तत्र तान्निरुन्धन्ति । पशून् यथा पशुवधे महाघोषास्तत्र नैरयिकान् ॥१५॥