________________
૧૦૪ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૬) भिक्षवः-साधवस्तेषां प्रतिमा:-प्रतिज्ञा भिक्षुप्रतिमाः, ताश्चेमा द्वादश
मासाई सत्तंता पढमाबिति सत्तराइदिणा।
अहराई एगराई भिक्खूपडिमाण बारसगं ॥१॥ मासाद्याः सप्तान्ताः 'प्रथमाद्वित्रि सप्तरात्रिंदिवा' प्रथमा सप्तरात्रिकी, द्वितीया सप्तरात्रिकी, 5 तृतीया सप्तरात्रिकी, अहोरात्रिकी, एकरात्रिकी, इदं भिक्षुप्रतिमानां द्वादशकमिति । अयमासां
भावार्थ:- पंडिवज्जइ संपुण्णो संघयणधिइजुओ महासत्तो। पडिमाउ जिणमयंमी संमं गुरुणा अणुण्णाओ ॥१॥ गच्छेच्चिय निम्माओ जा पुव्वा दस भवे असंपुण्णा । नवमस्स तइयवत्थु होइ जहण्णो सुयाभिगमो ॥२॥ वोसठ्ठचत्तदेहो उवसग्गसहो जहेव जिणकप्पी। एसण अभिग्गहीया તેમની જે પ્રતિજ્ઞા તે ભિક્ષુપ્રતિમા. તે બાર પ્રકારની આ પ્રમાણે છે :
ગાથાર્થ : માસિકથી લઈને સાત મહિના સુધીની સાત પ્રતિમાઓ, ત્યાર પછીની પહેલી, બીજી અને ત્રીજી અર્થાતુ આઠમી, નવમી અને દશમી દરેક સાત-સાત અહોરાત્રિની જાણવી. અગિયારમી અહોરાત્રિની અને બારમી એકરાત્રિની જાણવી.
ટીકાર્થ : પહેલી પ્રતિમા એક માસની, બીજી બે માસની એમ કરતા-કરતા સાતમી પ્રતિમા સાતમાસની જાણવી. આઠમી, નવમી અને દશમી દરેકે—દરેક સાત-સાત અહોરાત્રિની જાણવી. 15 અગિયારમી એક અહોરાત્રિની અને બારમી એક રાત્રિની જાણવી. આ પ્રમાણે બાર ભિક્ષુપ્રતિમાઓ
જાણવી. આ પ્રતિમાઓનો ભાવાર્થ આ પ્રમાણે જાણવો – (પ્રથમ ત્રણમાંના કોઈ એક) સંઘયણ અને ધૃતિથી = ચિત્તના સ્વાથ્યથી યુક્ત હોય, મહાસત્ત્વશાળી હોય, તથા ગુરુએ સમ્યગુ રીતે રજા આપેલી હોય તેવો સંપૂર્ણ (= ઉપરોક્ત વિશેષણોથી યુક્ત) સાધુ જિનમતમાં=સિદ્ધાંતમાં
(કહેવાયેલી) આ પ્રતિમાઓને સ્વીકારે છે. 20 વળી ગચ્છમાં રહીને જે નિર્માત થયેલો હોય અર્થાતુ પ્રતિમા સ્વીકારતા પહેલાં કરવામાં
આવતા (આહારાદિવિષયક) પરિકર્મમાં (મહાવરમાં) નિષ્ઠિત થયેલો હોય. તથા ઉત્કૃષ્ટથી કંઇક ન્યૂન દશપૂર્વ જેટલો અને જઘન્યથી નવમા પૂર્વના ત્રીજા વસ્તુ સુધીનો શ્રુતનો બોધ હોય. તથા કોઈપણ જાતની પરિકર્મણા(=આંખમાંથી કચરો કાઢવો વિગેરે)થી રહિત હોવાથી વ્યસૃષ્ટદેહ અને
નિર્મમ હોવાથી ત્યક્તદેહવાળો હોય. તથા જે રીતે જિનકલ્પી ઉપસર્ગોને સહન કરવામાં સમર્થ 25 હોય તે રીતે આ સાધુ પણ ઉપસર્ગોને સહન કરવામાં સમર્થ હોય. તથા ભોજનાદિને ગ્રહણ કરવારૂપ
એષણા અભિગ્રહવાળી હોય (અર્થાતુ ભોજન અને પાની માટેની સંસૃષ્ટ, અસંસ્કૃષ્ટ વિગેરે જે સાત પિડેષણા અને સાત પાનૈષણા છે તેમાંથી છેલ્લી પાંચ એષણા કથ્ય છે. તેમાં પણ રોજેરોજ ભોજન માટે કોઈ એક અને પાણી માટે કોઈ એક એષણાવડે જ ભક્ત–પાન ગ્રહણ કરવાનો અભિગ્રહ
९१. प्रतिपद्यते एताः संपूर्णः संहननधृतियुतो महासत्त्वः । प्रतिमा जिनमते सम्यक् गुरुणाऽनुज्ञातः ॥१॥ 30 गच्छे एव निष्णातो यावत् पूर्वाणि दश भवेयुरसंपूर्णानि । नवमस्य तृतीयं वस्तु भवति जघन्यः
श्रुताधिगमः ॥२॥ व्युत्सृष्टत्यक्तदेहः उपसर्गसहो यथैते जिनकल्पी । एषणा अभिगृहीता