________________
સંયત વિગેરે વિશેષણોથી યુક્ત શ્રમણ વંદનીય છે (નિ.-૧૧૦૭) ૭૯ लब्ध्यादिनिमित्तमसम्पूर्णदर्शनादिरपि संभाव्यते, अत आह–'सुसमाहितं' दर्शनादिषु सुष्ठ-सम्यगाहितः सुसमाहितस्तं, सुसमाहितत्वमेव दर्श्यते-पञ्चभिरीर्यासमित्यादिभिः समितिभिः समितः पञ्चसमितस्तं, तिसृभिर्मनोगुप्त्यादिभिर्गुप्तिभिर्गुप्तस्तं त्रिगुप्तं, प्राणातिपातादिलक्षणोऽसंयमः असंयम गर्हति-जुगुप्सतीत्यसंयमजुगुप्सकस्तम्, अनेन दृढधर्मता तस्यावेदिता भवतीति गाथार्थः ॥११०७॥
आह-किमिति यस्य कर्तव्यं वन्दनं स एवादौ नोक्तः ?, येन येषां न कर्तव्यं मात्रादीनां 5 तेऽप्युक्ता इति, उच्यते, सर्वपार्षदं हीदं शास्त्रं, त्रिविधाश्च विनेया भवन्ति-केचिदुद्घटितज्ञाः केचिन्मध्यमबुद्धयः केचित्प्रपञ्चितज्ञा इति, तत्र मा भूत्प्रपञ्चितज्ञानां मतिः-उक्तलक्षणस्य श्रमणस्य कर्तव्यं मात्रादीनां तु न विधिर्न प्रतिषेध इत्यतस्तेऽप्युक्ता इति, यद्येवं किमिति (એવો શ્રમણ વંદનીય છે એમ અન્વય જોડવો.) સંયત પણ વ્યવહારનયના અભિપ્રાયથી લબ્ધિ વિગેરે નિમિત્તે ક્રિયામાં પ્રયત્નવાળો હોવાથી અસંપૂર્ણ એવા દર્શન-જ્ઞાન-ચારિત્રવાળો પણ સંભવે 10 છે. (અર્થાત લબ્ધિ વિંગેરેને નિમિત્તે અપ્રમત્તદશાએ ક્રિયાઓમાં રત એવાને વ્યવહારનય સંયત તરીકે ઓળખે છે. પરંતુ આવા સંયત પાસે દર્શન-જ્ઞાન-ચારિત્ર બહુધા અંશે ન હોવાથી તે વંદનીય બનતો નથી. તેથી આવા સંયતોની બાદબાકી કરવા) માટે આગળ નવું વિશેષણ જણાવે છે –
સુસમાહિત એટલે કે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જેણે પોતાનો આત્મા અત્યંત સારી રીતે 15 સ્થાપિત કર્યો છે તે સુસમાહિત.... (આવો શ્રમણ વંદનીય છે.) તે સુસમાહિતપણું જ (કેવી રીતે પ્રાપ્ત થાય છે? તે) જણાવે છે – ઈર્યાસમિતિ વિગેરે પાંચ સમિતિઓથી સમિત, મનોગુપ્તિ વિગેરે ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, પ્રાણાતિપાત વિગેરે રૂપ. અસંયમની જે જુગુપ્સા કરે તે અસંયમજુગુપ્સક, આ બધા વિશેષણોથી તે સાધુની દૃઢધર્મતા જણાવેલી છે. (આવા વિશેષણોથી યુક્ત શ્રમણ વંદનીય છે.) એ પ્રમાણે ગાથાર્થ કહ્યો. ||૧૧૦
20 શંકા :- જેને વંદન કરવા યોગ્ય છે તે વંદનીયને જ સૌ પ્રથમ શા માટે ન કહ્યા? જેથી જે માતા વિગેરેને વંદન કર્તવ્ય નથી તે માતા વિગેરે પણ કહેવા પડ્યા ? (આશય એ છે કે જેઓ વંદનીય છે તે જ પ્રથમ બતાવ્યા હોત તો અવંદનીય લોકો જણાઈ જ જવાના હતા. વંદનીય – અવંદનીય બંને શા માટે જણાવ્યા ?).
સમાધાન :- આ શાસ્ત્ર પર્ષદામાં બેઠેલા સર્વ લોકો માટે છે અને શિષ્યરૂપ પર્ષદા ત્રણ 25 પ્રકારની છે – કેટલાક વિકસિત બુદ્ધિવાળા (=સંક્ષેપમાં કહેવા છતાં બધું જાણી લે એવા) હોય, કેટલાક મધ્યમબુદ્ધિવાળા હોય અને કેટલાક વિસ્તારz (=વિસ્તારથી સમજાવો તો સમજે એવા) હોય છે. તેમાં વિસ્તારજ્ઞ શિષ્યોને એવો વિચાર ન આવે કે કહેવાયેલ વિશેષણોવાળા શ્રમણને વંદન કરવા, જ્યારે માતા વિગેરે માટે વંદનનું વિધાન પણ નથી કે પ્રતિષેધ પણ નથી (તો તેઓને કરવા કે ન કરવા? એવી શંકા ઊભી ન થાય) તે માટે ગ્રંથકારશ્રીએ માતા-પિતા 30 વિગેરેને પણ અવંદનીય તરીકે જણાવી દીધા (જેથી કોઈ શંકા રહે નહીં.)
શંકા :- જો આ જ પ્રમાણે હોય એટલે કે શિષ્યોને સ્પષ્ટ બોધ પ્રાપ્ત થાય તે માટે