SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ વિત્તિયવંવિય..... ગાથાનો અર્થ (સૂ.-૬) * ૫૩ क एत इत्यत आह-य एते 'लोकस्य' प्राणिलोकस्य मिथ्यात्वादिकर्ममलकलङ्काभावेनोत्तमाःप्रधांना, ऊर्ध्वं वा तमस इत्युत्तमसः, 'उत्प्राबल्योर्ध्वगमनोच्छेदनेष्वि 'तिवचनात् प्राकृतशैल्या पुनरुत्तमा उच्यन्ते, 'सिद्धा' इति सितं ध्मातमेषामिति सिद्धा: - कृतकृत्या इत्यर्थः, अरोगस्य भाव आरोग्यं - सिद्धत्वं तदर्थं बोधिलाभः - प्रेत्य जिनधर्मप्राप्तिर्बोधिलाभोऽभिधीयते तं स चानिदानो मोक्षायैव प्रशस्यत इति, तदर्थमेव च तावत्किं ?, तत आह- समाधानं समाधिः 5 स च द्रव्यभावभेदाद् द्विविधः, तत्र द्रव्यसमाधिर्यदुपयोगस्वास्थ्यं भवति येषां वाऽविरोध इति, भावसमाधिस्तु ज्ञानादिसमाधानमेव, तदुपयोगादेव परमस्वास्थ्ययोगादिति, यतश्चायमित्थं द्रव्यसमाधिव्यवच्छेदार्थमाह- वरं प्रधानं भावसमाधिमित्यर्थः, असावपि तारतम्यभेदादनेकधैव अत आह—उत्तमं-सर्वोत्कृष्टं ददतु- प्रयच्छन्तु, आह- किं तेषां प्रदानसामर्थ्यमस्ति ?, न, પૂજાયેલા, આ રીતે કીર્તનાદિ કરાયેલા કોણ છે ? તે કહે છે કે - જેઓ જીવોના સમૂહરૂપ 10 લોકમાં મિથ્યાત્વાદિ કર્મમલનો કલંક દૂર થવાથી ઉત્તમ=પ્રધાન છે, અથવા અજ્ઞાનરૂપ અંધકારથી જેઓ ઉપર છે તે ઉત્તમસ, અહીં ‘ત્ ઉપસર્ગ પ્રાબલ્ય, ઊર્ધ્વગમન અને ઉચ્છેદન અર્થમાં વપરાય છે' એવું વચન હોવાથી ત્ નો અર્થ ઊર્ધ્વ કરવામાં આવ્યો છે. ઉત્તમસ શબ્દનું પ્રાકૃતશૈલીથી ઉત્તમ રૂપ થાય છે. સિદ્ધો એટલે સિતં=બંધાયેલ કર્મ ધ્વાતં=નાશ પામ્યું છે જેમનું તે સિદ્ધો એટલે કે કૃતકૃત્યો. (સંપૂર્ણ અન્વય આ પ્રમાણે → કીર્તન કરાયેલા, વંદાયેલા, 15 પૂજાયેલા એવા જેઓ લોકમાં ઉત્તમ છે અથવા જેઓ અંધકારથી ઉપર છે એવા તે સિદ્ધો). અરોગનો જે ભાવ તે આરોગ્ય એટલે કે સિદ્ધત્વ, તે માટે બોધિલાભ. બોધિલાભ એટલે પરલોકમાં જિનધર્મની પ્રાપ્તિ. આવા સિદ્ધત્વ માટેના બોધિલાભને આપો. અને કોઈપણ જાતના નિયાણા વિનાનો બોધિલાભ એ મોક્ષ માટે જ પ્રશંસા કરાયેલો છે (અર્થાત્ મોક્ષ માટે જ થાય છે.) 20 આવો બોધિલાભ ન મળે ત્યાં સુધી શું ? તેથી કહે છે કે સમાધાન એટલે સમાધિ (અર્થાત્ ચિત્તનું સ્વાસ્થ્ય.) તે દ્રવ્ય-ભાવના ભેદથી બે પ્રકારે છે. તેમાં જેના ઉપયોગથી ચિત્તનું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય તે દ્રવ્યસમાધિ અથવા જે દ્રવ્યોનો અવિરોધ–સમાધાન હોય (જેમ કે દૂધ અને તેલ એ વિરોધી દ્રવ્ય છે જેને ખાવાથી અસ્વાસ્થ્ય થાય.) તથા જ્ઞાનાદિવડે જે ચિત્તનું સ્વાસ્થ્ય તે ભાવસમાધિ જાણવી, કારણ કે તે જ્ઞાનાદિના ઉપયોગથી જ પરમસ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. 25 આમ જે કારણથી આ સમાધિ બે પ્રકારે છે તે કારણથી દ્રવ્યસમાધિની બાદબાકી કરવા માટે મૂળમાં ‘વર' વિશેષણ મૂક્યું છે એટલે પ્રધાન એવી સમાધિ અર્થાત્ ભાવસમાધિ. જો કે આ ભાવસમાધિ પણ તારતમ્યના ભેદથી અનેક પ્રકારની છે માટે મૂળમાં ‘ઉત્તમ' વિશેષણ છે. એટલે સર્વોત્કૃષ્ટ ભાવસમાધિને આપો. (સંપૂર્ણ અન્વય → કીર્તનાદિ કરાયેલા એવા સિદ્ધ ભર્ગવતો મોક્ષ માટેના બોધિલાભને આપો અને તે બોધિલાભ ન મળે ત્યાં સુધી સર્વોત્કૃષ્ટ 30 ભાવસમાધિ=ચિત્તના સ્વાસ્થ્યને આપો.) શંકા :- શું સિદ્ધભગંવતોનું આ બધું આપવાનું સામર્થ્ય છે ?
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy