SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) व्यभिचारे च विशेषणमर्थवद्भवति, यथा नीलोत्पलमिति, व्यभिचाराभावे तु तदुपादीयमानमपि यथा कृष्णो भ्रमरः शुक्ला बलाका इत्यादि( वत्) ऋते प्रयासात् कमर्थं पुष्णातीति ?, तस्मात्केवलिन इत्यतिरिच्यते, न, अभिप्रायापरिज्ञानाद्, इह केवलिन एव यथोक्तस्वरूपा अर्हन्तो नान्य इति नियमनार्थत्वेन स्वरूपज्ञानार्थमेवेदं विशेषणमित्यनवद्यं, न चैकान्ततो 5 व्यभिचारसम्भव एव विशेषणोपादानसाफल्यम्, उभयपदव्यभिचारे एकपदव्यभिचारे स्वरूपज्ञापने च शिष्टोक्तिषु तत्प्रयोगदर्शनात्, तत्रोभयपदव्यभिचारे यथा नीलोत्पलमिति, तथैकपदव्यभिचारे વ્યભિચાર ન હોય ત્યાં વિશેષણ ગ્રહણ કરો તો તે સફળ બનતું નથી. આ જ વાતને વધુ સ્પષ્ટ કરતા આગળ કહે છે.) વ્યભિચારનો સંભવ હોય ત્યારે વિશેષણ અર્થયુક્ત થાય છે જેમ કે નીલોત્પલ'-લીલું એવું કમળ, (જો અહીં માત્ર કમળ શબ્દ જ હોય તો તે લાલ, સફેદ વિગેરે 10 ઘણા રંગના હોવાથી કયું કમળ લેવું છે? એવો ખ્યાલ આવે નહીં, અર્થાત્ જયાં કમળત્વ હોય ત્યાં બધે નલત્વ હોય એવું ન હોવાથી વ્યભિચાર આવે, આ વ્યભિચારને દૂર કરવા “નીલ” વિશેષણ મૂકવામાં આવે છે.) જો વ્યભિચાર ન હોય તો કૃષ્ણરંગનો ભ્રમર, સફેદ બગલો વિગેરેની જેમ (એટલે કે કાળો ભ્રમર', “સફેદ બગલો” આવું બોલવું એ નકામું છે, કારણ કે જે ભ્રમર હોય તે બધા કૃષ્ણ જ હોવાના, જે બગલો હોય તે સફેદ જ હોવાનો માટે કોઈ 15 વ્યભિચાર નથી. તેથી જેમ અહીં ગ્રહણ કરાતું એવું “કૃષ્ણ, સફેદ' વિશેષણ એ વ્યર્થ છે. તેની જેમ) વ્યભિચારના અભાવમાં ગ્રહણ કરાતું વિશેષણ પણ નકામી મહેનત વિના કયા અર્થને પુષ્ટ કરે? અર્થાતુ નકામી મહેનત સિવાય બીજો કોઈ ફાયદો થાય નહીં. (એ જ રીતે પ્રસ્તુતમાં યથોક્ત સ્વરૂપવાળા અરિંહતો કેવલી હોવાના જ છે) તેથી અહીં ‘કેવલી’ એવું વિશેષણ વ્યર્થ ભાસે છે. 20 સમાધાન :- ના, તમને અભિપ્રાયનું જ્ઞાન નથી. કેવલી જ યથોક્તસ્વરૂપવાળા અરિહંતો હોય છે એવો નિયમ એ છે પ્રયોજન જેનું એવું આ વિશેષણ હોવાથી સ્વરૂપદર્શક વિશેષણ જાણવું. માટે જ અહીં કોઈ દોષ નથી. (ટૂંકમાં કેવલી જ યથોક્તસ્વરૂપવાળા અરિહંતો હોય છે એવો નિયમ જણાવનાર આ વિશેષણ વાસ્તવિક રીતે સ્વરૂપ જ જણાવનાર છે, પણ વ્યવચ્છેદક નથી. આમ સ્વરૂપ જણાવનારું હોવાથી વ્યર્થ નથી.) 25 વળી, વ્યભિચારનો સંભવ હોય તો જ વિશેષણનું ઉપાદાન સફળ બને છે (એટલે કે ગ્રહણ કરેલ વિશેષણ સફળ બને છે.) એવો કોઈ એકાન્ત નથી, કારણ કે શિષ્ટ પુરુષો વચનોમાં (ગ્રંથોમાં) જ્યાં ઉભયપદ વ્યભિચાર હોય, જ્યાં એકપદ વ્યભિચાર હોય, અને જયાં માત્ર સ્વરૂપ જણાવવું હોય ત્યાં સર્વત્ર વિશેષણ ગ્રહણ કરેલું દેખાય છે. (આ પંક્તિ દ્વારા ટીકાકાર જણાવવા માંગે છે કે શિષ્ટ પુરુષોના ગ્રંથોમાં સ્વરૂપ જણાવવા માટે પણ વિશેષણનું 30 ગ્રહણ થાય છે તેથી વ્યભિચારના સંભવમાં જ વિશેષણ પ્રહણ થાય એવો કોઈ નિયમ એકાન્ત નથી.) ઉભયપદ વ્યભિચાર આ પ્રમાણે - (જેમાં પૂર્વપદ અને ઉત્તરપદ બંનેમાં વ્યભિચાર આવતો હોય તે ઉભયપદ વ્યભિચાર કહેવાય. જેમ કે, “નીલોત્પલ' (અહીં જે નીલ=શ્યામ હોય તે બધા ઉત્પલ=કમળ જ હોય એવું નથી માટે ઉત્તરપદ વ્યભિચાર, અને જે ઉત્પલ હોય
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy