SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ રૌદ્રધ્યાનીના ચિહ્નો (ધ્યા.—૨૬) लिंगाइँ तस्स उस्सण्णबहुलनाणाविहामरणदोसा । तेसिं चिय हिंसाइसु बाहिरकरणोवउत्तस्स ॥२६॥ * ૩૧૧ વ્યાવ્યા–તિજ્ઞનિ' વિજ્ઞાનિ‘તસ્ય' રૌદ્રધ્યાયિન:, ‘ઉત્પન્નવદુતનાનાવિધામાવોષા' इत्यत्र दोषशब्दः प्रत्येकमभिसंबध्यते, उत्सन्नदोषः बहुलदोषः नानाविधदोषः आमरणदोषश्चेति, तत्र हिंसानुबन्ध्यादीनामन्यतरस्मिन् प्रवर्तमान उत्सन्नम् - अनुपरतं बाहुल्येन प्रवर्तते इत्युत्सन्नदोष:, 5 सर्वेष्वपि चैवमेव प्रवर्तत इति बहुलदोष:, नानाविधेषु त्वक्तक्षणनयनोत्खननादिषु हिंसा - पायेष्वसकृदप्येवं प्रवर्तत इति नानाविधदोषः, महदापद्गतोऽपि स्वतः महदापगतेऽपि च परे आमरणादसञ्जातानुतापः कालसौकरिकवद् अपि त्वसमाप्तानुशयपर इत्यामरणदोष इति तेष्वेव हिंसादिषु, आदिशब्दान्मृषावादादिपरिग्रहः, ततश्च तेष्वेव हिंसानुबन्ध्यादिषु चतुर्भेदेषु किं ? - बाह्यकरणोपयुक्तस्य सत उत्सन्नादिदोषलिङ्गानीति, बाह्यकरणशब्देनेह वाक्कायौ गृह्येते, ततश्च 10 ताभ्यामपि तीव्रमुपयुक्तस्येति गाथार्थः ॥ २६ ॥ किं च સમાધાન : લિંગો ઉપરથી રૌદ્રધ્યાયી જણાય છે. તે લિંગોને જ હવે કહે છે ગાથાર્થ :- તે જ હિંસા વિગેરેમાં બાહ્યકરણથી ઉપયુક્ત રૌદ્રધ્યાની જીવના ઉત્સન્નદોષ, બહુલદોષ, નાનાવિધદોષ અને આમરણદોષ એ ચિહ્નો તરીકે જાણવા. ટીકાર્થ : તે રૌદ્રધ્યાનીના લિંગો=ચિહ્નો આ પ્રમાણે જાણવા – (૧) ઉત્સન્નદોષ, બહુલદોષ, 15 નાનાવિદોષ અને આમરણદોષ. તેમાં હિંસાનુબંધી વિગેરે ચાર પ્રકારમાંથી કોઈ એકાદમાં વર્તતો જીવ વારંવાર તેમાં પ્રવર્તે તે ઉત્સન્નદોષ કહેવાય. (૨) ચારે પ્રકારમાં વારંવાર પ્રવર્તે તે બહુલદોષ. (૩) ચામડી છોલવી, આંખો કાઢવી વિગેરે હિંસાદિના ઉપાયમાં વારંવાર પ્રવર્તે તે નાનાવિધદોષ કહેવાય. (૪) પોતે જાતે કોઈ મોટી આપત્તિને પામેલો હોય કે બીજા કોઈ (પોતાનાથી) મોટી આપત્તિને પામેલા હોય છતાં કાલસૌકરિકની જેમ મરણ સુધી પોતાના હિંસા 20 વિગેરે કાર્યોનો પશ્ચાત્તાપ ન થાય, ઊલટું તે હિંસા વિગેરેમાં જ દૃઢ-અધ્યવસાય હોય તે આમરણદોષ જાંણવો. (ટૂંકમાં પોતાનું કે બીજાનું મરણ સામે દેખાવા છતાં હિંસા વિગેરે કાર્યથી અટકે નહીં તેને આમરણદોષ કહેવાય. કાલસૌકરિક રોજના પાંચસો પાડા મારતો હતો. આ હિંસાથી અટકાવવા શ્રેણિકે તેને કૂવામાં ઊંધો લટકાવ્યો છતાં તે કાલસૌરિકે કૂવાની દિવાલ ઉપર પાડાને ચિતરીને મારવાનું 25 ચાલુ રાખ્યું. અહીં કૂવામાં પડવાદ્વારા મરણ થવાની સંભાવના હોવા છતાં તે અટકતો નથી. તેનો આ આમરણદોષ કહેવાય.) તે જ હિંસા વિગેરેમાં, અહીં આદિશબ્દથી મૃષાવાદાદિ લેવા. તેથી તે હિંસાનુબંધી વિગેરે ચારભેદોને વિશે બાહ્યકરણથી ઉપયુક્ત જીવના આ લિંગો જાણવા. બાહ્યકરણશબ્દથી અહીં કાયા અને વચન ગ્રહણ કરવા. તેથી કાયા અને વચનથી હિંસા વિગેરેમાં તીવ્ર ઉપયુક્ત જીવના 30 આ ઉત્સન્નદોષાદિ ચિહ્નો જાણવા. ।।ધ્યા.-૨૬) વળી (બીજા લિંગો આ પ્રમાણે જાણવા)
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy