SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ 298 * આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) परिहृत आशङ्कागतः प्रथमपक्षः, द्वितीयतृतीयावधिकृत्याह कुणओ व पसत्थालंबणस्स पडियारमप्पसावज्जं / . . तवसंजमपडियारं च सेवओ धम्ममणियाणं // 12 // व्याख्या-कुर्वतो वा, कस्य ?-प्रशस्तं-ज्ञानाद्युपकारकम् आलम्ब्यत इत्यालम्बनं-प्रवृत्ति5 નિમિત્તે ગુમ મધ્યવસાનમિત્યર્થ:, 3 - "काहं अछित्तिं अदुवा अहीहं, तवोवहाणेसु य उज्जमिस्सं / गणं च णीती अणुसारवेस्सं, सालंबसेवी समुवेइ मोक्खं // 1 // " इत्यादि यस्यासौ प्रशस्तालम्बनस्तस्य, किं कुर्वत इत्यत आह-'प्रतीकारं' चिकित्सालक्षणं, किंविशिष्टम् ?–'अल्पसावद्यम्' अवयं-पापं सहावद्येन वर्तते इति. सावद्यम्, अल्प10. અવતરણિકા : ગાથા ૧૦માં જણાવેલી પ્રથમ અસમાધિની શંકાસંબંધી પ્રથમપક્ષનો જવાબ આપી દીધો. હવે બીજા અને ત્રીજાપક્ષને આશ્રયીને જવાબ આપે છે . ગાથાર્થ :- અથવા અલ્પસાવધવાળી ચિકિત્સાને કરતા પ્રશસ્ત-આલંબનવાળા સાધુને ધર્મધ્યાન જ છે અને નિયાણા વિના તપ-સંયમને જ પ્રતિકાર તરીકે સેવતા સાધુને ધર્મધ્યાન જ હોય છે. ટીકાર્થ : (ગા. ૧૦માં પૂર્વપક્ષે કહ્યું કે - જો ફૂલરોગાદિને દૂર કરવાનો અધ્યવસાય આર્તધ્યાન કહેવાતું હોય તો શૂલાદિથી પીડાતો સાધુ જો તે પીડાને દૂર કરવા ચિકિત્સા કરે તો તે સાધુને પણ આર્તધ્યાન માનવું પડે. આ રીતની પૂર્વપક્ષની આશંકાનું સમાધાન આપે છે કે - પ્રતિકારને) કરનાર, એવા કોણ ? - જ્ઞાનાદિને ઉપકાર કરનારું જે હોય તે પ્રશસ્ત. જેનું આલંબન લેવાય તે આલંબન અર્થાત્ પ્રવૃત્તિના કારણભૂત એવો શુભ-અધ્યવસાય. કહ્યું છે - “(કોઈક એવું મહત્ત્વનું શ્રત હોય જે હવે અમુક સાધુ સિવાય કોઈ બીજા પાસે વિદ્યમાન ન હોય. એવા તે સાધુને કોઈક ઘાતક માંદગી આવી. તે સમયે જો પોતે વિચારે કે હું ચિકિત્સા કરાવીશ તો થોડુંક વધારે જીવીશ અને તે દરમિયાન કોઈ શિષ્યાદિને તે અલભ્ય શ્રુત ભણાવી દઈશ. જેથી તે શ્રુત નાશ થતું બચી જશે... આ રીતે) હું (શ્રુતાદિને) વિનાશ થતું અટકાવીશ અથવા હું (સાધુ) જો ચિકત્સાદિ કરીશ તો વિવક્ષિત શ્રત ભણી શકીશ. 25 અથવા તપ અને યોગો દ્વહનમાં હું ઉદ્યમ કરી શકીશ અથવા નીતિપૂર્વક ગચ્છને સંભાળી શકીશ. આવા પ્રકારના આલંબન લઈને (સાવદ્ય) સેવનારો મોક્ષને પામે છે. જેના” વિગેરે. આવું પ્રશસ્ત છે આલંબન જેનું તે પ્રશસ્તાલંબનવાળો - તેને. શું કરતા તેને ? તે કહે છે - ચિકિત્સારૂપ પ્રતિકારને કરતા, કેવા પ્રકારની ચિકિત્સા છે? અલ્પસાવઘવાળી ચિકિત્સા. અવદ્ય એટલે પાપ. પાપ સાથે જે હોય તે સાવદ્ય. અલ્પશબ્દ અભાવવાચી અથવા સ્તોકવાચી 30 ર. વરિષ્કાછત્તિનથવાણે તપ પધાનશ્રોસ્થાપિ ન વ નીત્યા સાવિધ્યામિ સાવવી समुपैति मोक्षम् // 1 //
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy