SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનના ભેદ વિગેરેનું કથન (ધ્યા.—૫) * ૨૯૧ व्याख्या - आर्तं रौद्रं धर्म्यं शुक्लं तत्र ऋतं - दुःखं तन्निमित्तो दृढाध्यवसायः, ऋते भवमार्तं क्लिष्टमित्यर्थः, हिंसाद्यतिक्रौर्यानुगतं रौद्रं श्रुतचरणधर्मानुगतं धर्म्यं, शोधयत्यष्टप्रकारं कर्ममलं शुचं वा क्लमयतीति शुक्लम्, अमूनि ध्यानानि वर्तन्ते, अधुना फलहेतुत्वमुपदर्शयति‘તંત્ર' ધ્યાનઋતુવે ‘અન્યે' ઘામે સૂત્રમપ્રામાખ્યામંશુને નૃત્યર્થ:, હ્રિ ?–‘નિર્વાળસાધને' इह निर्वृतिः निर्वाणं–सामान्येन सुखमभिधीयते तस्य साधने - कारणे इत्यर्थः, ततश्च- 'अट्टेण तिरिक्खगई रुद्दज्झाणेण गम्मती नरयं । धम्मेण देवलोयं सिद्धिगई सुक्कझाणेणं ॥ १ ॥ ' ति यदुक्तं तदपि न विरुध्यते, देवगतिसिद्धिगत्योः सामान्येन सुखसिद्धेरिति, अथापि निर्वाणं मोक्षस्तथापि पारम्पर्येण धर्मध्यानस्यापि तत्साधनत्वादविरोध इति, तथा 'भवकारणमार्तरौद्रे' इति तत्र भवन्त्यस्मिन् कर्मवशवर्तिनः प्राणिन इति भवः - संसार एव, तथाऽप्यत्र व्याख्यानतो विशेषप्रतिपत्तेः तिर्यग्नरकभवग्रह इति गाथार्थः ॥ ५ ॥ साम्प्रतं 'यथोद्देशस्तथा निर्देश' इति न्यायादार्तध्यानस्य स्वरूपाभिधानावसरः, तच्च 5 10 ટીકાર્થ : આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. તેમાં ઋત એટલે દુઃખ, આ દુઃખના કારણે ઉત્પન્ન થતો દંઢ.એવો અધ્યવસાય તે આર્ત કહેવાય છે. (આ જ વાતને જણાવે છે કે) દુઃખમાં જે થયેલું હોય તે આર્ત અર્થાત્ ક્લિષ્ટ અધ્યવસાય. હિંસા વિગેરે વિષયક અતિક્રૂરતાથી યુક્ત એવું ધ્યાન તે રૌદ્રધ્યાન. શ્રુત અને ચારિત્રધર્મને અનુસરનારું ધ્યાન ધર્મધ્યાન. આઠ પ્રકારના કર્મમલને અથવા શોકને જે દૂર કરે તે શુક્લધ્યાન. આ ચાર પ્રકારના ધ્યાન છે. હવે આ ચારે ધ્યાનની ફલ પ્રત્યે કારણતાને (એટલે કે ચારે ધ્યાનના ફલને) જણાવે છે આ ચાર ધ્યાનોમાંથી છેલ્લા બે એટલે કે સૂત્રમાં જણાવેલ ક્રમ પ્રમાણે ધર્મ અને શુક્લધ્યાન. તે શું ? – આ બંને નિર્વાણના=સુખના કારણો છે. અહીં નિર્વાણ એટલે (મોક્ષ નહિ, પણ) સામાન્ય સુખ. આ બંને ધ્યાનો સુખના કારણ છે એવું કહેવાથી “આર્તધ્યાનવડે તિર્યંચગતિમાં, 20 રૌદ્રધ્યાનવડે નરકગતિમાં, ધર્મધ્યાનવડે દેવલોકમાં અને શુક્લધ્યાનવડે સિદ્ધિગતિમાં જીવ જાય છે.’ આ શ્લોકમાં ધર્મધ્યાનને દેવગતિનું અને શુક્લધ્યાનને મોક્ષગતિનું કારણ જે કહ્યું છે. તેમાં કોઈ વિરોધ આવશે નહીં, કારણ કે દેવગતિ અને મોક્ષગતિ બંનેમાં સામાન્યથી સુખ રહેલું છે જ. 15 હવે જો નિર્વાણ તરીકે મોક્ષ લેવો હોય તો પણ કોઈ વિરોધ નથી, કારણ કે પરંપરાએ 25 ધર્મધ્યાન પણ મોક્ષનું સાધન બને જ છે. તથા આર્ત અને રૌદ્રધ્યાન સંસારનું કારણ છે. તેમાં જેને વિશે કર્મને આધીન જીવો હોય છે તે ભવ એટલે કે સંસાર જ. જો કે સંસારશબ્દથી ચારે ગતિ આવવા છતાં અહીં વ્યાખ્યાનથી વિશેષ બોધ થતો હોવાથી સંસારશબ્દથી તિર્યંચ અને નરકભવોનું જ ગ્રહણ કરવું. ધ્યા.-૫॥ અવતરણકા : હવે જે રીતે ઉદ્દેશ કર્યો હોય (અર્થાત્ અહીં જે રીતે ધ્યાનના ભેદોનો ક્રમ 30 જણાવ્યો છે) તે રીતે જ નિર્દેશ થાય (અર્થાત્ તે રીતે જ તે ભેદોનું વર્ણન કરવું જોઈએ) એ २३. आर्त्तेन तिर्यग्गतिः रौद्रध्यानेन गम्यते नरकः । धर्मेण देवलोकः सिद्धिगतिः शुक्लध्यानेन ॥ १ ॥
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy