SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ જ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) चेत इति, इदं च ध्यानान्तरं तदुत्तरकालभाविनि ध्याने सति भवति, तत्राप्ययमेव न्याय इतिकृत्वा ध्यानसन्तानप्राप्तिर्यतः अतस्तमेव कालमानं वस्तुसङ्क्रमद्वारेण निरूपयन्नाह-सुचिरमपि' प्रभूतमपि 'कालमिति गम्यते, भवेत् बहुवस्तुसङ्क्रमे सति 'ध्यानसन्तानः' 'ध्यानप्रवाह इति, तत्र बहूनि च तानि वस्तूनि २ आत्मगतपरगतानि गृह्यन्ते, तत्रात्मगतानि मनःप्रभृतीनि परगतानि 5 द्रव्यादीनीति, तेषु सङ्क्रमः सञ्चरणमिति गाथार्थः ॥४॥ इत्थं तावत् सप्रसङ्गं ध्यानस्य सामान्येन लक्षणमुक्तम्, अधुना विशेषलक्षणाभिधित्सया ध्यानोद्देशं विशिष्टफलहेतुत्वं च संक्षेपतः प्रदर्शयन्नाह अट्टं रुदं धम्म सुक्कं झाणाई तत्थ अंताई । . निव्वाणसाहणाइं भवकारणमट्टरुद्दाइं ॥५॥ 10 દર્શનાદિ આગળ કહેવાતી ભાવનાઓ ભાવે છે. આ અનુપ્રેક્ષા અને ભાવના એ ધ્યાનાન્તર કહેવાય છે. આમ, એક ધ્યાન પછી તે જીવ તરત બીજું ધ્યાન પામતો નથી, પરંતુ વચ્ચે ભાવના-અનુપ્રેક્ષા ઉપર ચઢે છે અને ત્યાર પછી ફરી ધ્યાન સ્વીકારે છે. આ ક્રમ આગળઆગળ ચાલ્યા કરે તેને ધ્યાનનો પ્રવાહ કહેવાય છે.) આ ધ્યાનાન્તર ત્યારે જ સંભવે કે જો તેના પછી ફરી ધ્યાન આવવાનું હોય. આ રીતે 15 બીજીવાર ધ્યાન ઉપર જીવ આરુઢ થાય ત્યારે તેમાં પણ આ જ પ્રમાણે ક્રમ હોય છે (એટલે કે બીજીવાર ધ્યાન, ત્યાર પછી ધ્યાનાન્તર, પછી પાછું ધ્યાન ધ્યાનાન્તર... આ પ્રમાણે ક્રમ ચાલ્યા કરે છે.) માટે ધ્યાનના પ્રવાહની=પરંપરાની જે કારણથી પ્રાપ્તિ થાય છે, તે કારણથી જ તે ધ્યાનના પ્રવાહના કાલમાનને વસ્તુસંક્રમદ્વારા નિરૂપણ કરતાં કહે છે – ઘણી બધી વસ્તુઓમાં સંક્રમ થતાં ધ્યાનનો પ્રવાહ ઘણા કાલ સુધી પણ ચાલે છે. (અર્થાત્ પ્રથમ અન્ય વસ્તુવિષયક 20 ધ્યાન થાય ત્યાર પછી ધ્યાનાન્તર, ત્યાર પછી ધ્યાન અન્ય વસ્તુમાં સંક્રમ પામે એટલે કે પહેલાં કરતા જુદી વસ્તુવિષયક ધ્યાન થાય, પછી ધ્યાનાન્તર, પછી ત્રીજીવસ્તુવિષયકધ્યાન આ રીતે ધ્યાનની પરંપરા લાંબા કાળ સુધી પણ ચાલે.) અહીં બહુ એવી વસ્તુઓ તે બહુવસ્તુઓ. (એ પ્રમાણે સમાસ જાણવો.) આ બહુવસ્તુઓ સ્વગત અને પરગત લેવી. તેમાં સ્વગત તરીકે મન વિગેરે અને પરગત તરીકે દ્રવ્યાદિ લેવા. 25 આવી સ્વગત-પરગત બહુવસ્તુઓમાં જે સંચરણ તે બહુવસ્તુસંક્રમ કહેવાય. (આશય એ છે કે ધ્યાતા મનસંબંધી ધ્યાન કરે, ત્યાર પછી વચનસંબંધી ધ્યાન ધરે, તો વળી દ્રવ્યસંબંધી ધરે – એમ આમાંથી આમાં, આમાંથી આમાં સંક્રમ થાય.) |ધ્યા.-૪ો. અવતરણિકા : આ પ્રમાણે પ્રસંગસહિત ધ્યાનનું સામાન્યથી લક્ષણ કહ્યું. હવે વિશેષથી લક્ષણને કહેવાની ઇચ્છાથી ધ્યાનના ભેદોને અને વિશિષ્ટફલ પ્રત્યેની ધ્યાનની કારણતાને સંક્ષેપથી 30 જણાવતા કહે છે ? ગાથાર્થ :- આર્તિ, રૌદ્ર, ધર્મ અને શુક્લ આ ચાર પ્રકારના સ્થાન છે. તેમાં છેલ્લા બે મોક્ષના કારણ છે અને આર્ત-રૌદ્ર એ સંસારના કારણો છે.
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy