SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) सत्त पाणूणि से थोवे, सत्त थोवाणि से लवे । लवाणं सत्तहत्तरीए, एस मुत्ते वियाहिए Inણા' अन्तर्मध्यकरणे, ततश्चान्तर्मुहूर्तमानं कालमिति गम्यते, मात्रशब्दस्तदधिककालव्यवच्छेदार्थः, ततश्च भिन्नमुहूर्तमेव कालं, किं ?-'चित्तावस्थान मिति चित्तस्य-मनसः अवस्थानं 5 चित्तावस्थानम्, अवस्थितिः अवस्थानं, निष्प्रकम्पतया वृत्तिरित्यर्थः, क्व ?-'एकवस्तुनि' एकम्-अद्वितीयं वसन्त्यस्मिन् गुणपर्याया इति वस्तु-चेतनादि एकं च तद्वस्तु एकवस्तु तस्मिन् २ 'छद्मस्थानां ध्यान मिति, तत्र छादयतीति छद्म-पिधानं तच्च ज्ञानादीनां गुणानामावारकत्वाज्ज्ञानावरणादिलक्षणं घातिकर्म, छद्मनि स्थिताश्छद्मस्था अकेवलिन इत्यर्थः, तेषां छद्मस्थानां, 'ध्यान' प्राग्वत्, ततश्चायं समुदायार्थः-अन्तर्मुहूर्तकालं यच्चित्तावस्थानमेकस्मिन् 10 वस्तुनि तच्छद्मस्थानां ध्यानमिति, 'योगनिरोधो जिनानां त्विति तत्र योगाः-तत्त्वत औदारिका दिशरीरसंयोगसमुत्था आत्मपरिणामविशेषव्यापारा एव, यथोक्तम्-"औदारिकादिशरीरयुक्तस्याऽऽत्मनो वीर्यपरिणतिविशेषः काययोगः, तथौदारिकवैक्रियाहारकशरीरव्यापाराहृतवाग्द्रव्यસ્ટોક મળીને એક લવ થાય છે. આવા સિત્યોતેર લવ ભેગા મળે તેને મુહૂર્ત તરીકે જાણવું.” ||૧-૩ 15 | ‘અન્તઃ' શબ્દ મધ્ય-અર્થમાં છે. તેથી અંતર્મુહૂર્તમાત્ર (=મુહૂર્ત અંદરનો) (એવો કોણ ? તે કહે છે ) કાલ. અહીં માત્ર શબ્દ તેનાથી અધિકકાલની બાદબાકી કરનાર છે. તેથી ભિન્નમુહૂર્ત (=મુહૂર્તથી ઓછો) એવો જ કાલ. એટલો કાલ શું? – ચિત્તનું અવસ્થાન. અવસ્થાન એટલે કંપ્યા વિના રહેવું. ક્યાં રહેવું ? – એક વસ્તુમાં. (સંપૂર્ણ અર્થ આ પ્રમાણે – એક વસ્તુમાં અંતર્મુહૂર્ત સુધી જ ચિત્તનું એકાગ્રતાપૂર્વક રહેવું તે ધ્યાન.) 20 જેમાં ગુણ અને પર્યાયો રહે છે તે વસ્તુ ચેતન વિ. એક એવી તે વસ્તુ તે એકવસ્તુ. (એ પ્રમાણે સમાસ કરવો.) તે એકવસ્તુમાં (ચિત્તનું અંતર્મુહૂર્ત સુધી જ રહેવું તે) છબસ્થોનું ધ્યાન કહેવાય છે. તેમાં જે ઢાંકે તે છદ્મ એટલે કે ઢાંકણું. અને અહીં આ ઢાંકણ તરીકે જ્ઞાનાવરણાદિરૂપ ઘાતકર્મો જાણવા કારણ કે તે કર્મો જ્ઞાનાદિગુણોને ઢાંકે છે. આવા ઘાતિકરૂપ છvમાં જે રહેલા છે તે છદ્મસ્થ અર્થાતુ અકેવલિઓ. તે છ0ોનું ધ્યાન. ધ્યાનશબ્દનો અર્થ પૂર્વની જેમ 25 જાણવો. સંપૂર્ણ અર્થ આ પ્રમાણે – અંતર્મુહૂર્તકાલ સુધી એક વસ્તુમાં જે ચિત્તનું એકાગ્રતાપૂર્વક અવસ્થાન તે છદ્મસ્થોનું ધ્યાન છે. (અર્થાત્ છદ્મસ્થોનું ધ્યાન એકવસ્તુમાં વધારેમાં વધારે અંતર્મુહૂર્તકાલ ટકે છે.) યોગનિરોધ એ જિનોનું ધ્યાન છે. તેમાં યોગ એટલે ઔદારિકાદિશરીરના સંયોગથી ઉત્પન્ન 30 થયેલા આત્માના પરિણામવિશેષરૂપ વ્યાપારો જ. કહ્યું છે – “ઔદારિકાશિરીરથી યુક્ત એવા આત્માનો વીર્યપરિણતિવિશેષ એ કાયયોગ છે. તથા ઔદારિક, વૈક્રિય, આહારકશરીરના २२. सप्त प्राणा: स स्तोकः सप्त स्तोकाः स लवः । लवानां सप्तसप्तत्या एष मुहूर्तो व्याख्यातः ॥३॥
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy