SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ * ૨૦૧ વચનગુપ્તિનું દૃષ્ટાન્ત भ॑णइ मा साह ॥१॥ चलिया य जण्णजत्ता सण्णायग मिलिय अंतरा चेव । मायपियभायमाई सोविणियत्तो समं तेहिं ॥२॥ तेणेहि गहिय मुसिया दिट्ठो ते बिंति सो इमो साहू । अम्हेहि गहियमुक्को तो बेंती अम्मा तस्स ॥३॥ तुम्हेहिं गहियमुक्को ? आमं आणेह बेड़ तो छुरियं । जा छिंदम थांती किंति सेणावई भाइ ॥ ४ ॥ दुज्जम्मजात एसो दिट्ठा तुम्हे तहावि वि सिहं । किह पुत्तोत्ति अह मम ? किह णवि सिद्वंति ? धम्मका ॥५॥ उवसंतो मुक्का मज्झपि तंसि मायत्ति । सव्वं समप्पियं से वइगुत्ती एव कायव्वा ॥ ६ ॥ અને કહ્યું કે (અમે અહીં છૂપાયા છીએ એવું) તારે કોઈને કહેવું નહીં. આ બાજુ કોઈના લગ્નની જાનમાં નીકળેલા માતા-પિતા-ભાઈ વિગેરે સ્વજનો સાધુને રસ્તામાં જ મળી ગયા. તેથી તે પણ માતા-પિતા વિગેરે સાથે પાછો ફર્યો. (પાછા ફરતા સાધુએ સ્વજનોને કહ્યું નહીં કે તમે આગળ જે રસ્તે જઈ રહ્યા છો તે રસ્તે ચોરો છૂપાયા છે.) 5 10 એટલે લગ્નની જાન આગળ વધતા ચોરોએ તે જાનમાં આવેલા સ્વજનો સહિત બધાને પકડ્યા અને લૂંટી લીધા. તેમાં એક ચોર સાધુને જોઈને બોલ્યો – “અરે ! આ તો તે જ સાધુડો છે જે આ રસ્તેથી પસાર થતો હતો ત્યારે આપણે પકડ્યો હતો. અને પછી છોડી મૂક્યો હતો.” ચોરની આ વાત સાંભળીને સાધુની જે માતા હતી તે ચોરોને પૂછે છે કે “તમે આને પક્ડીને છોડ્યો હતો ?' ચોરોએ હા પાડી. ત્યારે માતાએ કહ્યું – તો પછી છરી લાવો જેથી હું મારા 15 સ્તનોને છેદી નાખું (અર્થાત્ આ સ્તનોનું દૂધ પીને આ મોટો થયો છે. તેથી આમાં આ સ્તનોનો જ અપરાધ છે કે આવા કુપુત્રને દૂધ પીવડાવ્યું. તેથી આ સ્તનોને જ છેદી નાખું. અહીં – તો છુરિયું ગળેદ રૂતિ અમ્મા વેફ એ પ્રમાણે અન્વય કરવો.) સેનાપતિએ પૂછ્યું – “હે સ્ત્રી ! આ તારો કોણ છે ? (અર્થાત્ આ સાધુ સાથે તારો શું સંબંધ છે ?)” માતાએ કહ્યું – “દુષ્ટ એવા જન્મવડે ઉત્પન્ન થયેલો આ સાધુ છે (અર્થાત્ મારી 20 કૂખે આનો જન્મ થયો તે ખૂબ જ ખોટું થયું કારણ કે) એણે તમને જોયા, છતાં અમને કહ્યું નહીં કે આગળ ચોરો છે. તેથી આ મારો પુત્ર જ કેવી રીતે કહેવાય ?' સેનાપતિએ સાધુને પૂછ્યું કે કેમ તેં અમારી વાત ન કરી ?” ત્યારે સાધુએ ધર્મકથા શરૂ કરી. ધર્મકથા સાંભળતા જ સેનાપતિ ચોરીના પરિણામથી અટકી ગયો. ઉપશાંત થયો. તું મારી પણ માતા છે એમ કહીને સાધુની માતાને છોડી મૂકી. અને તેના વિવાહને ઉચિત જે કોઈ 25 ઉપકરણો ચોરોએ લીધા હતા, તે બધા પાછા આપ્યા. આ પ્રમાણે=પ્રસ્તુત સાધુની જેમ શેષ ६. भणति मा चीकथः ॥ १ ॥ चलिताश्च यज्ञयात्रायै सज्ञातीया मिलिता अन्तरैव । मातापितृभ्रात्रादयः सोऽपि निवृत्तः समं तैः ॥ २ ॥ स्तेनैर्गृहीता मुषिता दृष्टस्ते ब्रुवते सोऽयं साधुः । अस्माभिर्गृहीत्वा मुक्तस्तदा ब्रवीत्यम्बा तस्य ॥ ३ ॥ युष्माभिर्गृहीतमुक्तः ? ओम् आनयत ब्रूते ततः क्षुरिकाम् । यच्छिनद्मि स्तनमिति किमिति सेनापतिर्भणति ॥४॥ दुर्जन्मजात एष दृष्टा यूयं तथापि नैव शिष्टम् । कथं पुत्र इति अथ मम ?, 30 कथं नैव शिष्टमिति ? धर्मकथा ॥५॥ आवृत्त उपशान्तो मुक्ता ममापि त्वमसि मातेति । सर्वं समर्पितं तस्या वचोगुप्तिरेवं कर्त्तव्या ॥६॥
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy