SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રયવૃત્તિ સભાષાંતર (ભાગ-) अतिचारे अनाचारे यो मया दैवसिकोऽतिचारः कृतस्तस्य मिथ्यादुष्कृतमित्येतत्प्राग्वत्, नवरमतिक्रमादीनां स्वरूपमुच्यते "आधाकम्मनिमंतण पडिसुणमाणे अइक्कमो होइ । पयभेयाइ वइक्कम गहिए तइएयरो गिलिए ॥१॥" अस्य व्याख्या-आधाकर्मनिमन्त्रणे गृहीष्ये एवं प्रतिशृण्वति सति साधावतिक्रमःसाधुक्रियोल्लङ्घनरूपो भवति, यत एवम्भूतं वचः श्रोतुमपि न कल्पते, किं पुनः प्रतिपत्तुं ?, ततःप्रभृति भाजनोद्ग्रहणादौ तावदतिक्रमो यावदुपयोगकरणं, ततः कृते उपयोगे गच्छतः पदभेदादिर्व्यतिक्रमस्तावद् यावदुत्क्षिप्तं भोजनं दात्रेति, ततो गृहीते सति तस्मिँस्तृतीयः, अतिचार इत्यर्थः, तावद् यावद्वसतिं गत्वेर्यापथप्रतिक्रमणाद्युत्तरकालं लम्बनोत्क्षेपः, तत उत्तरकालमनाचारः, 10 તથા ચાદ-ફતર નિત્તિ fક્ષણે ક્ષત્તિ વત્તે અનાવાર રૂતિ થાર્થ છે इदं चाधाकर्मोदाहरणेन सुखप्रतिपत्त्यर्थमतिक्रमादीनां स्वरूपमुक्तम्, अन्यत्राप्यनेनैवानुसारेण विज्ञेयमिति । अयं चातिचारः संक्षेपत एकविधः, संक्षेपविस्तरतस्तु द्विविधः, त्रिविधो તથા અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચારના કારણે મારાવડે જે દૈવસિકઅતિચાર સેવાયો ‘તેનું મિથ્યાદુકૃત' એ પ્રમાણે પૂર્વની જેમ અર્થ જાણી લેવો. પરંતુ અતિક્રમાદિનું સ્વરૂપ 15 આ પ્રમાણે જાણવું. ન કોઈ ગૃહસ્થ આધાકર્મી ગોચરી વહોરવા માટેનું આમંત્રણ આપે અને સાધુ “હું ગ્રહણ કરવા આવીશ' એ પ્રમાણે આમંત્રણ સ્વીકારે તો તેને અતિક્રમ એટલે કે ‘આધાકર્મી વહોરવું નહીં એ પ્રમાણેનો સાધુના આચારનું ઉલ્લંઘનરૂપ અતિક્રમ કરેલો ગણાય આવા પ્રકારનું આમંત્રણાત્મક વચન સાંભળવું પણ સાધુને કલ્પતું નથી, તો સ્વીકારવું ક્યાંથી કહ્યું ? (અર્થાત ન જ કલ્પે.) અહીં આવું આમંત્રણ સ્વીકાર્યા પછી પાત્રાદિ 20 ગ્રહણ કરી ઉપયોગ કરે (અર્થાત્ કાયોત્સર્ગમાં સ્થિર થઈ ગોચરી કોની લાવવાની ? કેટલી લાવવાની ? વિગેરે ચિંતવે) ત્યાં સુધી અતિક્રમ જાણવો. ઉપયોગ કર્યા બાદ ગોચરી લેવા માટે પગ ઉપાડવાથી લઈને ઘરે પહોંચે, ત્યાં ગૃહસ્થ વહોરાવવા માટે ભોજન ઉપાડે ત્યાં સુધી વ્યતિક્રમ જાણવો. તે આધાકર્મી સાધુ ગ્રહણ કરે ત્યારથી લઈને વસતિમાં આવે, ઈરિયાવહિય પ્રતિક્રમે, વાપરવા બેસે, વાપરવા માટે કોળિયો 25 ઉંચકે ત્યાં સુધી અતિચાર જાણવો. ત્યાર પછી તે કોળિયો મોંમાં નાંખે તે અનાચાર. તે જ વાત કહે છે – કોળિયો મોંમાં નાખ્યો અને ગળામાં ઉતાર્યો તે અનાચાર જાણવો. આ પ્રમાણે અતિક્રમાદિનું સ્વરૂપ જણાવનારી ગાથાનો અર્થ જાણવો. સુખેથી બોધ થાય તે માટે અતિક્રમાદિનું સ્વરૂપ આધાકર્મીના ઉદાહરણદ્વારા કહ્યું. બીજા દોષોમાં પણ આ જ પ્રમાણે અતિક્રમાદિનું સ્વરૂપ જાણવું. આ અતિચાર સંક્ષેપથી એક પ્રકારનો 30 છે. સંક્ષેપ-વિસ્તારથી બે પ્રકારે, ત્રણ પ્રકારે વિગેરેથી લઈ અસંખ્યય પ્રકારનો છે. અહીં સંક્ષેપ વિસ્તારતા આ પ્રમાણે જાણવી. બે પ્રકારનો અતિચાર ત્રણ પ્રકારના અતિચાર માટે સંક્ષેપરૂપ १. आधाकर्मनिमन्त्रणे प्रतिशण्वति अतिक्रमो भवति । पदभेदादि व्यतिक्रमो गृहीते तृतीय इतरो गिलिते ॥१॥
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy