SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ પ્રકારની પરિહરણા (નિ.-૧૨૩૭) ૧૯૭ णामं ठवणा दविए परिरय परिहार वज्जणाए य । अणुगह भावे य तहा अविहा होइ परिहरणा ॥१२३७॥ व्याख्या-नामस्थापने गतार्थे, द्रव्यपरिहरणा हेयं विषयमधिकृत्य अनुपयुक्तस्य सम्यग्दृष्टेलब्ध्यादिनिमित्तं वा उपयुक्तस्य वा निह्नवस्य कण्टकादिपरिहरणा वेति, परिरयपरिहरणा गिरिसरित्परिहरणा, परिहारपरिहरणा लौकिकलोकोत्तरभेदभिन्ना, लौकिकी मात्रादिपरिहरणा, 5 लोकोत्तरा पार्श्वस्थादिपरिहरणा, वर्जनापरिहरणाऽपि लौकिकलोकोत्तरभेदैव, लौकिका इत्वरा यावत्कथिका च, इत्वरा प्रसूतसूतकादिपरिहरणा, यावत्कथिका डोम्बादिपरिहरणा, लोकोत्तरा पुनरित्वरा शय्यातरपिण्डादिपरिहरणा, यावत्कथिका तु राजपिण्डादिपरिहरणा, अनुग्रहपरिहरणा अक्खोडभंगपरिहरणा, भावपरिहरणा प्रशस्ता अप्रशस्ता च, अप्रशस्ता ज्ञानादिपरिहरणा, प्रशस्ता क्रोधादिपरिहरणा, अथवौघत एवोपयुक्तस्य सम्यग्दृष्टेः, तयेहाधिकारः, प्रतिक्रमणपर्यायता 10 ગાથાર્થ :- નામ, સ્થાપના, દ્રવ્ય, પરિરય, પરિહાર, વર્જના, અનુગ્રહ અને ભાવ આ પ્રમાણે પરિહરણા આઠ પ્રકારની છે. ટીકાર્ય :- નામ-સ્થાપના સ્પષ્ટ જ છે. દ્રવ્યપરિહરણો – હેય એવા વિષયને આશ્રયીને અનુપયુક્ત સમ્યગ્દષ્ટિની અથવા લબ્ધિ વિગેરે માટે ઉપયુક્ત એવાની અથવા નિતવની જે પરિહરણા તે દ્રવ્યપરિહરણા. અથવા કાંટા વિગેરેની જે પરિહરણા તે દ્રવ્યપરિહરણા. 15 પરિરયપરિહરણા – પર્વત કે નદીને ઓળંગ્યા વિના ફરીને જવાવડે જે પર્વત-નદીની પરિહરણા તે પરિરયપરિહરણા. પરિહારપરિહરણા લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારે છે. તેમાં (અગમ્ય હોવાથી) માતા વિગેરેનો જે ત્યાગ તે લૌકિક અને પાર્થસ્થાદિનો જે ત્યાગ તે લોકોત્તરપરિહરણા.' વર્જનાપરિહરણા પણ લૌકિક અને લોકોત્તર ભેદથી બે પ્રકારે છે. લૌકિક તે ઈવર અને 20 યાવસ્કથિક એમ બે પ્રકારે. તેમાં ઉત્પન્ન થયેલા બાળકાદિમાટે (સૂતકરૂપે) દસ દિવસનું જે વર્જન (નિ. સૂ. ગા. ૬૨૯૩, ૨૦મો ઉદેશો.) તે ઈવર લૌકિકપરિહરણા અને ડોમ્બ=નીચ જાતિ વિગેરેની જે પરિહરણા તે યાવત્રુથિક જાણવી. શય્યાતરપિંડ વિગેરેનો જે ત્યાગ તે લોકોત્તર ઈત્રપરિહરણા અને રાજપિંડ વિગેરેનો ત્યાગ તે યાવત્રુથિકપરિહરણા. ' અનુગ્રહપરિહરણા – ખોડઃખેડાયેલું, અખોડ એટલે જે હળાદિવડે ખેડાયેલું ન હોય 25 અને લોકો જયાં આવીને રહેતા ન હોય એવું સ્થાન અબ્બોડ કહેવાય છે. આવા સ્થાનમાં જે લોકો સૌ પ્રથમ વખત આવીને આવા સ્થાનને ભાંગે છે=હળાદિવડે ખેડે છે અને ત્યાં વસવાટ કરે છે. તે લોકો ઉપર અનુગ્રહ કરવાવડે રાજા તેઓને તે જમીનસંબંધી કરથી મુક્ત કરે છે. આ રીતે રાજાના અનુગ્રહથી તેઓને જે કરથી મુક્ત કરવામાં આવે તે અનુગ્રહપરિહરણા કહેવાય છે. ભાવપરિહરણા પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. તેમાં જ્ઞાનાદિનો જે ત્યાગ તે અપ્રશસ્ત અને ક્રોધાદિનો ત્યાગ તે પ્રશસ્ત ભાવપરિહરણા જાણવી. અથવા સામાન્યથી (એટલે 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy