SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) तथा चाह आवत्ताइसु जुगवं इह भणिओ कायवायवावारो । दुण्हेगया व किरिया जओ निसिद्धा अउ अजुत्तो ॥१२२७॥ . व्याख्या-इहाऽऽवर्तादिषु, आदिशब्दादावश्यिक्यादिपरिग्रहः, 'युगपद्' एकदा 'भणितः' 5 उक्तः कायवाग्व्यापारः, तथा च सत्येकदा क्रियाद्वयप्रसङ्गः, द्वयोरेकदा च क्रिया यतो निषिद्धाऽन्यत्र उपयोगद्वयाभावाद्, अतोऽयुक्तः स व्यापार इति, ततश्च सूत्रं पठित्वा कायव्यापारः कार्य इति, उच्यते भिन्नविसयं निसिद्धं किरियादुगमेगया ण एगंमि । जोगतिगस्स वि भंगिय सुत्ते किरिया जओ भणिया ॥१२२८॥ व्याख्या-इह विलक्षणवस्तुविषयं क्रियाद्वयं निषिद्धम् एकदा यथोत्प्रेक्षते सूत्रार्थं नयांदिगोचरमटति च, तत्रोत्प्रेक्षायां यदोपयुक्तो न तदाऽटने यदा चाटने न तदोत्प्रेक्षायामिति, कालस्य सूक्ष्मत्वाद्, अविलक्षणविषया तु योगत्रयक्रियाऽप्यविरुद्धा, यथोक्तम्-भंगियसुयं તે જ કહે છે ક ગાથાર્થ :- આવર્તાદિમાં કાયા અને વાણી બંને વ્યાપાર એક સાથે કહ્યો, તે અયુક્ત છે 15 કારણ કે એક સાથે બંનેની=કાયા-વાણીની ક્રિયાનો નિષેધ (આગમમાં) કરેલ છે. ટીકાર્થ :- અહીં આવર્તાદિમાં, આદિશબ્દથી આવશ્યકી વિ. જાણવા. આ આવર્તાદિમાં કાયા અને વાણીનો વ્યાપાર (હાથવડે રજોહરણ અને કપાળ સ્પર્શવા તે કાયવ્યાપાર અને રહો વાય.. વિગેરે સૂત્ર બોલવું તે વાણીવ્યાપાર) એક સાથે તમે કહ્યો. આ રીતે તો એક સમયે બે ક્રિયા માનવાનો પ્રસંગ આવે. જે યોગ્ય નથી કારણ કે એક સાથે બે ઉપયોગનો અભાવ હોવાથી 20 અન્ય ગ્રંથોમાં કાયા અને વાણી બંનેની ક્રિયાનો એક સમયે નિષેધ કરેલ છે. તેથી બંનેનો એક સાથે વ્યાપાર યુક્તિયુક્ત નથી. અને માટે પ્રથમ સૂત્ર બોલીને પછીથી કાયવ્યાપાર કરવો જોઈએ. //૧૨૨૭ી (આ રીતે ‘બંનેનો વ્યાપાર એક સાથે કેમ કહ્યો ?' એ પ્રમાણેનો પ્રશ્ન ચાલના કહેવાય છે.) હવે તેનું સમાધાન કહેવાય છે કે ગાથાર્થ :- જુદા જુદા વિષયવાળી બે ક્રિયાઓનો એક સમયે નિષેધ કરેલ છે, પરંતુ એક 25 વિષયવાળી બે ક્રિયાનો નિષેધ નથી, કારણ કે ભાંગાવાળા સૂત્રોમાં ત્રણે યોગની ક્રિયા કહેલી છે. ટીકાર્થ :- અહીં જુદી જુદી વસ્તુવિષયક બે ક્રિયા એક સમયે નિષેધાયેલી છે. જેમ કે નયાદિવિષયક સૂત્રાર્થનું ચિંતન કરે અને ફરે. તેમાં જ્યારે ચિંતનમાં ઉપયોગ હોય ત્યારે ચાલવામાં ઉપયોગ ન હોય અને જયારે ચાલવામાં ઉપયોગ હોય ત્યારે ચિંતનમાં ઉપયોગ હોય નહીં, કારણ કે કાલ સૂક્ષ્મ છે. (આમ ચિંતન અને ગમન બંને ક્રિયાના વિષયો જુદા હોવાથી એક 30 સમયે આવા પ્રકારની બે ક્રિયા કરવાનો શાસ્ત્રમાં નિષેધ છે.) એક જ વસ્તુવિષયક એવી મન વચન-કાયારૂપ યોગત્રયની ક્રિયા એક સમયે હોવામાં કોઈ વિરોધ નથી, કારણ કે કહ્યું છે – ४१. भङ्गिकश्रुतं
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy