SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ વાંદણાસૂત્રની વ્યાખ્યા * ૧૭૯ न्निदं भणति - अधस्तात्कायः अधः कायः - पादलक्षणस्तमधः कायं प्रति कायेन - निजदेहेन संस्पर्श: कायसंस्पर्शस्तं करोमि, एतच्चानुजानीत, तथा क्षमणीयः - सह्यो भवताम् अधुना 'क्लमो ' देहग्लानिरूप:, तथा अल्पं- स्तोकं क्लान्तं - क्लमो येषां तेऽल्पक्लान्तास्तेषामल्पक्लान्तानां, बहु च तच्छुभं च बहुशुभं तेन बहुशुभेन, प्रभूतसुखेनेत्यर्थः भवतां दिवसो व्यतिक्रान्तो ?, युष्माकमहर्गतमित्यर्थः, अत्रान्तरे गुरुर्भणति - तथेति, यथा भवान् ब्रवीति, पुनराह विनेय:'यात्रा' तपोनियमादिलक्षणा क्षायिकमिश्रौपशमिकभावलक्षणा वा उत्सर्पति भवताम् ?, अत्रान्तरे गुरुर्भणति - युष्माकमपि वर्तते ?, मम तावदुत्सर्पति भवतोऽप्युत्सर्पतीत्यर्थः, पुनरप्याह विनेयः - यापनीयं चेन्द्रियनोइन्द्रियोपशमादिना प्रकारेण भवतां ?, शरीरमिति गम्यते, अत्रान्तरे गुरुराह - एवमामं, यापनीयमित्यर्थः, पुनराह विनेयः - ' क्षमयामि' मर्षयामि क्षमाश्रमणेति पूर्ववत् दिवसेन निर्वृत्तो दैवसिकस्तं व्यतिक्रमम् - अपराधं, दैवसिकग्रहणं रात्रिकाद्युपलक्षणार्थम्, 10 अत्रान्तरे गुरुर्भणति – अहमपि क्षमयामि दैवसिकं व्यतिक्रमं प्रमादोद्भवमित्यर्थः, ततो विनेयः રજોહરણને મૂકીને તેને=રજોહરણને અને પોતાના કપાળને બંને હાથોવડે સ્પર્શ કરતો શિષ્ય અદ્દો ાયં.... વિગેરે કહે છે, એટલે કે હું મારા બંને હાથોવડે આપના ચરણોને સ્પર્શ કરું છું તેની મને અનુજ્ઞા આપો. નીચેની જે કાયા તે અધઃકાયા અર્થાત્ ચરણો. તે ચરણોને પોતાના હાથરૂપ દેહવડે જે સ્પર્શ તે કાયસ્પર્શ. તે કાયસ્પર્શને કરે છે. તથા આપને થતો દેહને ગ્લાનિરૂપ ક્લમ સહન કરવા યોગ્ય છે. (અર્થાત્ બો વાયું... વિગેરે દ્વારા આપના ચરણોને મેં સ્પર્શ કર્યો છે તેનાથી આપના દેહને જે કંઈ પીડા થઈ છે તેની પણ આપશ્રી મને ક્ષમા આપશો.) તથા થોડીક પીડા છે જેમને તે અલ્પપીડાવાળા આપનો દિવસ ઘણા સુખથી પસાર થયો છે ને ? ત્યારે ગુરુ કહે - જે રીતે તું કહે છે તે રીતે જ ઘણા સુખથી મારો દિવસ પસાર થયો છે. 5 15 20 ફરી શિષ્ય કહે છે તપ, નિયમ વિગેરેરૂપ અથવા ક્ષાયિક, મિશ્ર=ક્ષાયોપશમિક અને ઔપમિકભાવરૂપ યાત્રા આપની સારી રીતે પસાર થાય છે ને ? (અર્થાત્ તપ-નિયમાદિ બાહ્યયાત્રા અથવા ક્ષાયિકભાવના સમ્યક્ત્વાદિ, ક્ષાયોપશમિકભાવના જ્ઞાનાદિ અને ઔપમિકભાવના ચારિત્રરૂપ આંતરિક યાત્રા આપની સારી રીતે ચાલે છે ને ?) ત્યારે ગુરુ કહે – મારી યાત્રા સારી ચાલે છે, તારી યાત્રા સારી ચાલે છે ને ? શિષ્ય ફરી પૂછે છે ઇન્દ્રિય અને 25 મનના ઉપશમ વિગેરે પ્રકારોવડે આપનું શરીર યાપનીય=નિરાબાધ છે ને ? (અર્થાત્ આપની ઇન્દ્રિયો હણાઈ નથી ને ? અને તે આપને વશ છે ને ? તથા મનને પણ ક્રોધાદિ કષાયો બાધિત કરતા નથી ને ?) ગુરુ કહે હા, મારું શરીર નિરાબાધ છે. શિષ્ય ફરી કહે છે મને ક્ષમા આપો કે ક્ષમાશ્રમણ !' અહીં ક્ષમાશ્રમણશબ્દનો અર્થ પૂર્વની જેમ જાણવો. દિવસવડે થયેલું દૈવસિક, તે દૈસિક અપરાધની. (અન્વય → હે ક્ષમાશ્રમણ ! 30 દિવસસંબંધી જે કંઈ અપરાધ થયા હોય તેની મને ક્ષમા આપો.) દિવસસંબંધી અપરાધોના ગ્રહણથી રાત્રિકાદિ અપરાધો પણ જાણી લેવા.
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy