________________
વંદન કરનાર સાધુનું સ્વરૂપ (નિ.-૧૧૯૮) * ૧૫૯ परिग्रहः, 'कृतिकर्म' अभ्युत्थितवन्दनमित्यर्थः, न कारयेत् सर्वान् रत्नाधिकाँस्तथा, पर्यायज्येष्ठानित्यर्थः, किमिति ?, मात्रादीन् वन्दनं कारयतः लोकगोपजायते, तेषां च कदाचिद्विपरिणामो भवति, आलोचनप्रत्याख्यानसूत्रार्थेषु तु कारयेत्, सागारिकाध्यक्षे तु यतनया कारयेद्, एष प्रव्रज्याप्रतिपन्नानां विधिः, गृहस्थांस्तु कारयेदिति गाथार्थः ॥११९७॥ साम्प्रतं कृतिकर्मकरणोचितं प्रतिपादयन्नाह
पंचमहव्वयजुत्तो अणलस माणपरिवज्जियमईओ । .. संविग्गनिज्जरट्ठी किइकम्मकरो हवइ साहू ॥११९८॥ व्याख्या-पञ्च महाव्रतानि-प्राणातिपातादिनिवृत्तिलक्षणानि तैर्युक्तः 'अणलस'त्ति आलस्यरहित: 'मानपरिवर्जितमतिः' जात्यादिमानपराङ्मुखमतिः 'संविग्नः' प्राग्व्याख्यात एव 'निर्जरार्थी' कर्मक्षयार्थी, एवम्भूतः कृतिकर्मकारको भवति साधुः, एवम्भूतेन साधुना 10
कृतिकर्म कर्त्तव्यमिति. गाथार्थः ॥११९८॥ । गतं केनेति द्वारं, साम्प्रतं 'कदे'त्यायातं, कदा कृतिकर्म कर्तव्यं कदा वा न कर्तव्यं ?, તત્ર : દીક્ષિત એવા આ બધા પાસે અભ્યસ્થિતવંદન=વિનય માટે કરાતું દૈનિક વંદન સાધુ કરાવે નહીં. એ જ પ્રમાણે પોતાનાથી રત્નાધિક જે હોય તેમની પાસે પણ વંદન કરાવે નહીં=વંદન 15 લે નહીં. શા માટે ? – માતા-પિતા વિગેરે પાસેથી વંદન લેનારની લોકમાં નિંદા થાય છે. અને ક્યારેક માતા-પિતા વિગેરેને વિપરીત પરિણામ પણ થવાની સંભાવના છે. પરંતુ આલોચના સાંભળવાની હોય, પ્રત્યાખ્યાન (અનશન વિ.) કરાવવાનું હોય કે સૂત્ર - અર્થ આપવાના હોય આવા વિશિષ્ટ કાર્યોમાં (શ્રાવકાદિ વર્ગ ન હોય તો) વંદન કરાવેઃગ્રહણ કરે. જો આજુબાજુ શ્રાવકાદિ હોય તો યતનાપૂર્વક (એટલે કે ગૃહસ્થ ન જુએ એ રીતે અથવા પડદા 20 પાછળ અથવા ઊભા ઊભા જ હાથ જોડીને) વંદન કરાવે. આ વિધિ જે માતા-પિતા વિગેરે દીક્ષિત થયા હોય તેમની માટે જાણવી. માતા-પિતા જો ગૃહસ્થાવસ્થામાં હોય તો તેમના વંદન ગ્રહણ કરે. /૧૧૯૭ી. અવતરણિકા :- હવે વંદન કરવામાં ઉચિત (=વંદન કરનાર)નું પ્રતિપાદન કરતાં કહે
25 ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ :- પ્રાણાતિપાતાદિથી નિવૃત્તિરૂપ પાંચ મહાવ્રતોથી યુક્ત, આળસથી રહિત, જાતિ વિગેરેના અહંકારથી પરાભુખ મતિવાળો, જેનો અર્થ પૂર્વ કહી દીધો છે તેવો સંવિગ્ન, કર્મક્ષયનો અર્થી એવો સાધુ વંદન કરનારો થાય છે. એટલે કે આવા સાધુએ વંદન કરવું જોઈએ. //૧૧૯૮ll.
અવતરણિકા :- “ન' દ્વાર પૂર્ણ થયું. હવે “ક્વા એ દ્વાર આવ્યું છે, અર્થાત્ ક્યારે વંદન 30 કરવું અથવા ક્યારે ન કરવું? તે કહે છે ?