SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ S ૧૨૮ આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) ज्ञानपक्ष इव, अनेन तत्प्रतिपादितसकलदृष्टान्तसङ्ग्रहमाह-यथा ज्ञानपक्षे मार्गज्ञादिभिर्दृष्टान्तैरसहायस्य ज्ञानस्यैहिकामुष्मिकफलासाधकत्वमुक्तम्, एवमत्रापि दर्शनाभिलापेन द्रष्टव्यं, दिङ्मात्रं तु प्रदर्श्यते-यथा 'तीक्ष्णरुचिरपि नरः' तीव्रश्रद्धोऽपि पुरुषः, क्व ?-गन्तुं देशान्तरं देशान्तरगमन इत्यर्थः, 'नयविहीनो' ज्ञानगमनक्रियालक्षणनयशून्य इत्यर्थः, प्राप्नोति न तं देशं गन्तुमिष्टं तद्विषयश्रद्धायुक्तोऽपि, नययुक्त एव प्राप्नोति, ‘इय' एवं ज्ञानचरणरहितः सम्यग्दृष्टिरपि तत्त्वश्रद्धानयुक्तोऽपि मोक्षदेशं तु प्राप्नोति नैव, सम्यक्त्वप्रभावादेव, किन्तु ज्ञानादिसंयुक्त एव प्राप्नोति, तस्मात्रितयं प्रधानम्, अतस्त्रितययुक्तस्यैव कृतिकर्म कार्य, त्रितयं चाऽऽत्मनाऽऽसेवनीयं, 'सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग' (तत्त्वा. अ. १, सू. १) इति वचनादयं થાત્રિતયાર્થ: ૨-૨-રા एवमपि तत्त्वे समाख्याते ये खल्वधर्मभूयिष्ठा यानि चासदालम्बनानि प्रतिपादयन्ति तदेतदभिधित्सुराहસમ્યક્ત્વ પોતાના વિષયને નિયત છે (=માત્ર તત્ત્વોને વિશે તે રૂચિ ઉત્પન્ન કરાવી આપે છે. ત્યાર પછીનું કામ તો જ્ઞાન જ કરવાનું છે. આમ જ્ઞાનની અને ક્રિયાની) સહાય વિનાનું હોવાથી સમ્યક્ત મોક્ષસુખપ્રાપ્તિ કરાવી આપતું નથી. જેમ કે જ્ઞાનપક્ષને વિશે. અહીં “જ્ઞાનપક્ષની જેમ 15 એવું કહેવાથી જ્ઞાનપક્ષમાં પ્રતિપાદન કરેલા સર્વ દષ્ટાન્તોનો સંગ્રહ કરેલો જાણવો, અર્થાત્ જ્ઞાનપક્ષમાં જેમ માર્ગજ્ઞ વિગેરે દષ્ટાન્નોવડે અસહાય (ક્રિયારહિત) એવા જ્ઞાનનું ઐહિક – આમુખિક ફલ પ્રત્યે અસાધકપણું કહ્યું. એ જ રીતે દર્શનપક્ષમાં પણ સમજવું. માત્ર અહીં જ્ઞાનશબ્દને બદલે સર્વત્ર દર્શનશબ્દ જાણવો. છતાં દિશામાત્ર જણાવાય છે. – જેમ તીવ્રરૂચિવાળો એવો પણ પુરુષ, ક્યાં જવાની 20 રૂચિવાળો? દેશાન્તરમાં જવાની તીવ્રરૂચિવાળો પુરુષ જો જ્ઞાન અને ગમનક્રિયારૂપ નય વિનાનો હોય તો જવા માટે ઇષ્ટ એવા દેશને તવિષયક શ્રદ્ધાયુક્ત હોવા છતાં પણ પામી શક્તો નથી, પરંતુ જ્ઞાન અને ક્રિયારૂપ નયથી યુક્ત થાય તો જ પામી શકે છે. એ જ પ્રમાણે જ્ઞાન અને ચારિત્રરહિત સમ્યગ્દષ્ટિ પણ તત્ત્વો ઉપરની શ્રદ્ધા હોવા છતાં માત્ર સમ્યક્ત્વના પ્રભાવે મોક્ષરૂપ દેશને પામી શકતો નથી પરંતુ જો તે જ્ઞાનાદિથી યુક્ત થાય 25 તો જ મોક્ષદેશને પામી શકે છે. માટે દર્શન-જ્ઞાન અને ચારિત્રરૂપ ત્રિતય જ પ્રધાન છે. માટે જ આ ત્રિતયથી યુક્ત વ્યક્તિ જ વંદનીય છે. અને ત્રિકનું આચરણ કરવું જોઈએ, કારણ કે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણે ભેગા મોક્ષમાર્ગરૂપ બને છે એવું આગમવચન છે. આ પ્રમાણે ત્રણે ગાથાઓનો અર્થ જાણવો. પ્ર.-૧-૨-૩ll અવતરણિકા :- આ પ્રમાણે તત્ત્વનું નિરૂપણ કર્યા બાદ પણ જેઓ અધર્મીપ્રાયઃ છે તેઓને 30 અને તેઓ જે અસદાલંબનોનું પ્રતિપાદન કરે છે તે અસદાલંબનોને કહેવાની ઇચ્છાવાળા આચાર્ય કહે છે કે
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy