SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ સુવિહિતસાધુની ઓળખાણ (નિ.-૧૧૪૯) * ૧૨૧ 'अजानन्' अनवगच्छन् किं कुर्यात् ?, वन्देत वा गुणहीनं कञ्चित्, गुणाधिकं चापि वन्दापयेंत्, उभयथाऽपि च दोष:, एकत्रागुणानुज्ञाप्रत्ययः अन्यत्र तु विनयत्यागप्रत्ययः, तस्मात्तूष्णीभाव एव श्रेयान् अलं वन्दनेनेति गाथाभिप्राय: ॥११४८ ॥ इत्थं चोदकेनोक्ते सति व्यवहारनयमतमधिकृत्य गुणाधिकत्वपरिज्ञानकारणानि प्रतिपादयन्नाचार्य आह आलएणं विहारेणं ठाणाचंकमणेण य । सक्को सुविहिओ नाउं भासावेणइएण य ॥११४९॥ व्याख्या-आलयः-वसतिः सुप्रमार्जितादिलक्षणाऽथवा स्त्रीपशुपण्डकविवर्जितेति, तेनाऽऽलयेन, नागुणवत एवंविधः खल्वालयो भवति, विहारः - मासकल्पादिस्तेन विहारेण, સ્થાનક્—ધ્વંસ્થાન, ચમળામાં, સ્થાનં ચ શ્વમાં ચેત્યેવનાવસ્તુન 7, 10 अविरुद्धदेशकायोत्सर्गकरणेन च युगमात्रावनिप्रलोकनपुरस्सराद्रुतगमनेन चेत्यर्थः शक्यः सुविहितो ज्ञातुं, ‘भाषावैनयिकेन च' विनय एव वैनयिकं, समालोच्य भाषणेन आचार्या 5 આત્મામાં રહેલા ગુણ કે અગુણને નહીં જાણતો છદ્મસ્થ શું કરવાનો ? એ જ કે પોતાનાથી ગુણહીનને વંદન કરશે અને ગુણાધિક પાસેથી વંદન ગ્રહણ કરશે, (કારણ કે ગુણહીનપણું કે ગુણાધિકપણું છદ્મસ્થ તો જાણી શકવાનો નથી.) તેથી બંને રીતે એને દોષ લાગશે. તે આ રીતે 15 કે ગુણહીનને વંદન કરવાથી તેના અગુણો=દોષોની અનુજ્ઞાનિમિત્તક દોષ અને ગુણાધિક પાસેથી વંદન લેવામાં વિનયત્યાગનિમિત્તક દોષ. આમ બંને રીતે દોષ લાગતો હોવાથી આ વિષયમાં મૌન રહેવું એ જ શ્રેષ્ઠ છે, અર્થાત્ વંદન કરવાથી સર્યું. II૧૧૪૮॥ અવતરણિકા :- આ પ્રમાણે શિષ્યના કથન પછી વ્યવહારનયના મતને આશ્રયીને ગુણાધિકત્વ જાણવાના કારણોનું પ્રતિપાદન કરતાં આચાર્ય કહે છે → - ગાથાર્થ :- આલય, વિહાર, સ્થાન, ગમન, ભાષા અને વિનય ઉપરથી આ સુવિહિત છે એવું જાણવું શક્ય છે. 20 ટીકાર્થ :- આલય એટલે ઉપાશ્રય અર્થાત્ સારી રીતે પ્રર્માજન કરેલો ઉપાશ્રય અથવા સ્રી, પશુ, નપુંસકરહિત ઉપાશ્રય. આવા ઉપાશ્રયને જોઇને (આ સાધુ સુવિહિત છે એવું જાણવું શક્ય છે. આ પ્રમાણેનો અન્વય વિહાર, સ્થાન વિગેરે બધા શબ્દો સાથે જોડવો.) કારણ કે 25 નિર્ગુણ એવાનો આવા પ્રકારનો ઉપાશ્રય હોતો નથી. માસકલ્પાદિ વિહારવડે (તે વિચરે છે કે નહીં તે ઉપરથી સુવિહિતપણું જણાય છે.) કાયોત્સર્ગરૂપ સ્થાન અર્થાત્ અવિરુદ્ધ સ્થાનમાં (આવવા-જવાનો માર્ગ વિગેરે વિરુદ્ધ સ્થાન કહેવાય એ સિવાયના સ્થાનમાં) ઊભા રહીને કાયોત્સર્ગ કરવો, ગમન અર્થાત્ સાડા ત્રણ હાથ પ્રમાણ ભૂમિ ઉપર દૃષ્ટિ રાખીને ધીમે ધીમે (અદ્ભુતં) ચાલવું. આવા સ્થાન અને ગમન ઉપરથી આ સુવિહિત સાધુ છે એવું જાણવું શક્ય છે. 30 અહીં મૂળમાં સ્થાન અને ગમન શબ્દમાં સમાહાર દ્વન્દ્વસમાસ હોવાથી એક વચન છે એમ જાણવું.
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy