SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ 10 ૧૧૬ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૨) इत्युक्ते सत्याह कामं चरणं भावो तं पुण नाणसहिओ समाणेई । _____ न य नाणं तु न भावो तेण र णाणि पणिवयामो ॥११४१॥ व्याख्या-'कामम्' अनुमतमिदं, यदुत 'चरणं' चारित्रं 'भावः' भावशब्दो __ भावलिङ्गोपलक्षणार्थः, तत्पुनः 'ज्ञानसहितः' ज्ञानयुक्तः 'समापयति' निष्ठां नयति, यत इदमित्थमासेवनीयमिति ज्ञानादेवावगम्यते, तस्मात्तदेव प्रधानं, न च ज्ञानं तु न भावः, भाव एव, भावलिङ्गान्तर्गतमिति भावना, तेन कारणेन र इति निपातः पूरणार्थः, ज्ञानमस्यास्तीति ज्ञानी तं ज्ञानिनं 'प्रणमामः' पूजयाम इति गाथार्थः ॥११४१॥ यतश्च बाह्यकरणसहितस्याप्यज्ञानिनश्चरणाभाव एवोक्त: तम्हा ण बज्झकरणं मज्झ पमाणं न यावि चारित्तं । नाणं मज्झ पमाणं नाणे अ ठिअं जओ तित्थं ॥११४२॥ व्याख्या-तस्मान्न ‘बाह्यकरणं' पिण्डविशुद्धयादिकं मम प्रमाणं, न चापि 'चारित्रं' व्रतलक्षणं, तज्ज्ञानाभावे तस्याप्यभावात्, अतो ज्ञानं मम प्रमाणं, सति तस्मिन् चरणस्यापि भावात्, ज्ञाने च स्थितं यतस्तीर्थं, तस्यागमरूपत्वादिति गाथार्थः ॥११४२॥ 15 જ્ઞાનવાનને જ કેમ વંદનીય માનો છો ?) એનું સમાધાન જ્ઞાનનય આપે છે ? ગાથાર્થ :- માન્ય છે કે ચારિત્ર એ ભાવ છે; પણ જ્ઞાનસહિત એવો જીવ જ ચારિત્રનું પાલન કરી શકે છે. વળી જ્ઞાન એ ભાવ નથી એવું નથી. તેથી અમે જ્ઞાનીને વંદન કરીએ છીએ. ટીકાર્થ :- તમારી વાત માન્ય છે કે ચારિત્ર એ ભાવ છે. અહીં ભાવશબ્દ ભાવલિંગ જણાવનાર છે. (અર્થાતુ માન્ય છે કે ચારિત્ર એ ભાવલિંગ છે. પણ) જ્ઞાનસહિતનો જીવ જ તે 20 ચારિત્રને નિષ્ઠા સુધી પહોંચાડે છે અર્થાત્ જ્ઞાનયુક્ત હોય તો જ તે જીવનું ચારિત્ર સંપૂર્ણતાને પામે છે, કારણ કે આ આચાર આ રીતે પાલનીય છે એવું જ્ઞાનથી જ જણાય છે. તેથી જ્ઞાન જ પ્રધાન છે. વળી જ્ઞાન એ ભાવલિગ નથી એવું નથી પરંતુ ભાવ જ છે એટલે કે ભાવલિંગમાં તેનો સમાવેશ થાય છે. તેથી જેની પાસે જ્ઞાન છે એવા તે જ્ઞાનીને જ અમે પૂજીએ છીએ. ‘' શબ્દ શ્લોકપૂર્તિ માટે જાણવો. ll૧૧૪૧ || 25 અવતરણિકા :- તથા જે કારણથી બાહ્યક્રિયાઓથી યુક્ત હોવા છતાં પણ જ્ઞાન વિનાના જીવને ચારિત્રનો અભાવ જ કહ્યો છે કે ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્ય - તે કારણથી પિંડવિશુદ્ધિ વિગેરે બાહ્યક્રિયાઓ અને વ્રતરૂપ ચારિત્ર મને ( જ્ઞાનનયને) પ્રમાણભૂત નથી, કારણ કે તેનું જ્ઞાન ન હોય તો ચારિત્ર પણ ન હોય તથા 30 જ્ઞાન હોય તો ચારિત્ર હોય. માટે જ્ઞાન જ મને પ્રમાણભૂત છે. અને વળી જે કારણથી જ્ઞાન આગમરૂપ હોવાથી જ્ઞાનમાં તીર્થ રહેલું છે (તે કારણથી જ્ઞાન જ પ્રધાન છે.) ll૧૧૪૨ //.
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy