SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) . बंभयारिहिं मे कज्ज, साहू भणइ-न कप्पइ निग्गंथाणमेयं, चट्टस्स कहियं-लद्धा बंभयारी ण पुण इच्छंति, तेण भणियं-एरिसा चेव परिचत्तलोगवावारा मुणओ भवंति, किंतु पूजिएहिंवि तेहिं कज्जसिद्धी होइ,तं नामाणि लिक्खंति, न ताणि खुद्दवंतरी अक्कमइ, पूइया, मंडलं कयं, साहूणामाणि लिहियाणि, दिसावाला ठविया, न कूवियं सिवाए, पउणा चेडी, धणो साहूणमल्लियंतो सड्ढो जाओ, 5 धम्मोवगारित्ति चेडी मुत्ताफलमाला य तस्सेव दिन्ना, एवं अतुरंतेण सा तेणं पावियत्ति सिलो गत्थो । सो एयं सुणिऊण परिणामेइ-अहंपि सदेसं गंतुमतुरंतो तत्थेव किंचि उवायं चिंतिस्सामित्ति गओ सदेसं, तत्थ य विज्जासिद्धा पाणा दंडरक्खा, तेण ते ओलग्गिया, भणंति-किं ते अम्हेहिं कज्जं ?, सिळू-देविं घडेह, तेहिं चिंतियं-उच्छोभं से देमो जेण राया परिचयइ, तेहिं मारी જરૂર છે.” સાધુઓએ કહ્યું – “નિગ્રંથ સાધુઓને આ રીતે કરવું કલ્પતું નથી.' પિતાએ આવીને 10 બ્રાહ્મણને વાત કરી કે “બ્રહ્મચારીઓ મળ્યા, પરંતુ તેઓ આ વિધિ કરવા ઈચ્છતાં નથી.' બ્રાહ્મણે કહ્યું – “મુનિઓ તો આવા જ લોકવ્યાપારને છોડી દેનારા હોય છે, પરંતુ તેમની પૂજા કરવા માત્રથી પણ આપણા કાર્યની સિદ્ધિ થઈ જશે.' બ્રાહ્મણ સાધુઓના નામો લખે છે. હલકા વ્યંતરો તે નામો ઉપર આક્રમણ કરતા નથી. તે સાધુઓની પૂજા કરી. (અર્થાત્ જે નામો ઉપર વ્યંતરોએ આક્રમણ કર્યું નહિ, તે નામના સાધુઓની પૂજા કરી.) 15 એક માંડળું બનાવ્યું. તેમાં સાધુઓના નામો લખ્યા. ચારેબાજુ દિશાપાલકોને ઊભા રાખ્યા. શિયાળનો અવાજ આવ્યો નહિ. દીકરીનો રોગ દૂર થયો. ધન સાર્થવાહ સાધુઓ તરફ આકર્ષાયો અને શ્રાવક બન્યો. “આ મારો ધર્મોપકારી છે' એમ વિચારી પોતાની દીકરી અને મોતીઓની માળા તે બ્રાહ્મણને આપી. આ પ્રમાણે ઉતાવળ કર્યા વિના જિનદત્તે હારપ્રભાને પ્રાપ્ત કરી. આ પ્રમાણે શ્લોકાર્થ જાણવો. (અર્થાત સિદ્ધપુત્રો પાસે ન અવયં ત્વરમાણેન. જે શ્લોક શ્રેષ્ઠીપુત્રે સાંભળ્યો 20 હતો. તેનો ભાવાર્થ આ પ્રમાણે જાણવો.) આ કથાનકને સાંભળીને તે શ્રેષ્ઠિપુત્ર વિચારે છે કે – “હું પણ પોતાના દેશમાં જઈને ઉતાવળ કર્યા વિના ત્યાં જ કંઈક ઉપાયને વિચારીશ.” એમ વિચારી તે પોતાના દેશ પાછો ફર્યો. ત્યાં વિદ્યાસિદ્ધ એવા ચાંડાળો દંડરક્ષક તરીકે હતા. શ્રેષ્ઠિપુત્ર તેઓની સેવા કરવા લાગ્યો. ચાંડાળો પૂછે છે – “તારે અમારું શું કામ છે ?' શ્રેષ્ઠિપુત્રે કહ્યું – “મારો દેવી સાથે મેળાપ કરાવી આપો.' ચાંડાળોએ વિચાર્યું કે “રાણી ઉપર આળ ચઢાવીએ, ५३. ब्रह्मचारिभिर्मे कार्य, साधवो भणन्ति-न कल्पते निर्ग्रन्थानामेतत्, चट्टाय कथितं, लब्धा ब्रह्मचारिणो न पुनरिच्छन्ति, तेन भणितं-ईदृशा एव परित्यक्तलोकव्यापारा मुनयो भवन्ति, किं तु पूजितैरपि तैः कार्यसिद्धिर्भवति, तन्नामानि लिख्यन्ते, न तानि क्षुद्रव्यन्तर्य आक्रमन्ते, पूजिताः, मण्डलं कृतं, साधुनामानि लिखितानि, दिक्पालाः स्थापिताः, न कूजितं शिवया, प्रगुणा (जाता) दुहिता, धनः साधूनाश्रयन् श्राद्धो जातः, धर्मोपकारीति चेटी मुक्ताफलमाला च तस्मायेव दत्ता, एवमत्वरमाणेन सा तेन 30 प्राप्तेति श्लोकार्थः ॥ स एतत् श्रुत्वा परिणमयति-अहमपि स्वदेशं गत्वाऽत्वरमाणस्तत्रैव कञ्चिदुपायं चिन्तयिष्यामीति गतः स्वदेशं, तत्र च विद्यासिद्धाश्चण्डाला दण्डरक्षाः, तेन तेऽवलगिताः, भणन्ति-किं तवास्माभिः कार्यम् ?, शिष्ट, देवीं मीलयत, तैश्चिन्तितम्-आलं तस्या दद्यो येन राजा परित्यजति, तैर्मारि 25.
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy